Best Offer !/ Paytm દ્વારા માત્ર 9 રૂપિયામાં મળશે LPG ગેસ સિલિન્ડર, ઑફર ફક્ત 30 એપ્રિલ સુધી

આ ઓફર અંતર્ગત તમને 809 રૂપિયાનો ગેસ સિલિન્ડર માત્ર 9 રૂપિયામાં મળશે.

Trending Business
lpg Paytm દ્વારા માત્ર 9 રૂપિયામાં મળશે LPG ગેસ સિલિન્ડર, ઑફર ફક્ત 30 એપ્રિલ સુધી

નવા નાણાંકીય વર્ષ 2021-22ના પહેલા જ દિવસે LPG ગેસ સિલિન્ડરની કિંમતમાં રૂપિયા 10 નો ઘટાડો કરવામાં આવ્યો છે. અને આ ઘટાડા પછી, દિલ્હીમાં સબસિડી વગરના 14.2 કિલો LPG ગેસ સિલિન્ડરનો ભાવ ઘટીને 809 રૂપિયા થઇ ગયો છે.

ત્યારે PayTM તેના ગ્રાહકોને ઘરેલું ગેસ સિલિન્ડર ખરીદવા માટે સસ્તી રીતે બમ્પર ઓફર આપી રહ્યું છે. આ ઓફર અંતર્ગત ગ્રાહકો 809 રૂપિયાનો ગેસ સિલિન્ડર માત્ર 9 રૂપિયામાં મેળવી શકે છે. જો તમે ઘરેલું ગેસ સિલિન્ડર સસ્તામાં ખરીદવાનો વિચારી રહ્યાં છો, તો તમારી પાસે એક સારી ઓફર છે.

કેવી રીતે લઈ શકો છો આ ઓફરનો લાભ?

પેટીએમએ શરૂ કરેલી આ કેશબેક ઓફર હેઠળ જો કોઈ ગ્રાહક ગેસ સિલિન્ડર નોંધાવે છે, તો તેને 800 રૂપિયા સુધીનું કેશબેક મળી શકે છે. આપને જણાવી દઈએ કે, પેટીએમની આ ઓફર 30 એપ્રિલ 2021 સુધી છે. એટલે, આ આખા મહિનામાં તમને સસ્તો એલપીજી સિલિન્ડર ખરીદવાની તક મળશે. આ ઑફરનો લાભ લેવા માટે તમે નીચેની મુજબ પ્રક્રિયા અનુસરો..

  •  જો તમારા મોબાઇલમાં Paytm App ન હોય તો, સૌ પ્રથમ તમારા મોબાઇલમાં પ્લે-સ્ટોર પરથી ડાઉનલોડ કરો.
  •  ત્યારબાદ તમારી ગેસ એજન્સીથી સિલિન્ડરનું બુકિંગ કરવવા માટે, પેટીએમ એપ્લિકેશનમાં Show more પર ક્લિક કરો
  •  હવે Recharge and Pay Bills પર ક્લિક કરો.
  •  ત્યારબાદ book a cylinderના વિકલ્પ પરથી તમારા ગેસ પ્રોવાઇડરને પસંદ કરો.
  •  બુકિંગ કરતા પહેલા FIRST LPGનો પ્રોમો કોડ દાખલ કરો.
  •  બુકિંગના 24 કલાકમાં તમને કેશબેકનું સ્ક્રેચ કાર્ડ મળશે. જેનો ઉપયોગ 7 દિવસની અંદર કરવાનો રહેશે.

આ પણ વાંચો-  ATMમાંથી ફાટેલી નોટ નીકળે તો કેવી રીતે બદલાવવી? ન બદલી આપનાર પર થશે દંડ

આ પણ વાંચો-  કઠોળ પલાળવાનું ભૂલી જાવ તો બાફવામાં ઉમેરો આ ચીજ, ખૂબ કામની 15 રસોઈ ટિપ્સ

આ પણ વાંચો-  Tips / ઢોકળા બનાવવા માટેની Tips, અજમાવશો તો કામ થઈ જશે સરળ

આ પણ વાંચો- રોજ સવારે 2 અખરોટને પલાળીને નિયમિત ખાવાના ફાયદા

આ પણ વાંચો-  ઝીણી દેખાતી ખસખસ, ઘણી બીમારીઓ સામે લડવામાં મદદરૂપ

આ પણ વાંચો-  હોટેલોમાં જ્યારે ભોજન બાદ બિલ આવે, ત્યારે સાથે વરિયાળી અને ખાંડ શા માટે અપાય છે?

આ પણ વાંચો-  લીલું લસણ ખાવા થી મટે છે આ શરીરની તકલીફ, જાણો કેવી રીતે