Not Set/ આપણા સ્વાસ્થ્યની કાળજી આપણે જ રાખવી જોઇએ, સરેરાશ આયુષ્યમર્યાદા વધારવામાં પણ ગુજરાત સફળ

ગુજરાતીમાં કહેવત છે કે પહેલું સુખ તે જાતે નર્યા.  આ ઉક્તિને સાર્થક કરવા આરોગ્યવિભાગે કમર કસી છે. તારીખ-7-એપ્રિલ- વર્લ્ડ્ હેલ્થ ડે તરીકે સમગ્ર વિશ્વમાં ઉજવાય છે.

India Trending
health આપણા સ્વાસ્થ્યની કાળજી આપણે જ રાખવી જોઇએ, સરેરાશ આયુષ્યમર્યાદા વધારવામાં પણ ગુજરાત સફળ
  • તંદુરસ્ત અને વધુ સારા સમાજના નિર્માણની થીમ
  • નશીલા પદાર્થનું સેવનના કારણે અનેક રોગનો ભરડો
  • તબીબી સંશોધનોના કારણે રોજ નિયંત્રણમાં લાવી શકાયાં
  • ગ્રામ્ય વિસ્તારમાં આરોગ્યસેવા સુદ્રઢ બનાવવા સરકાર કટિબદ્ધ
  • 2021-22ના બજેટમાં આરોગ્ય હેતુ 11 હજાર કરોડની જોગવાઇ
  • કોરોનાને નાથવામાં ગુજરાતમાં ત્રણ T ની અપનાવાઇ રણનીતિ
  • આપણે સૌ સાથે મળી તંદુરસ્ત સમાજનું નિર્માણ કરીએ
  • ગુજરાત સહિત દેશવાસીઓનો સંકલ્પ એ જ આરોગ્ય દિનની ઉજવણી

@અરુણ શાહ, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ

ગુજરાતીમાં કહેવત છે કે પહેલું સુખ તે જાતે નર્યા.  આ ઉક્તિને સાર્થક કરવા આરોગ્યવિભાગે કમર કસી છે. તારીખ-7-એપ્રિલ- વર્લ્ડ્ હેલ્થ ડે તરીકે સમગ્ર વિશ્વમાં ઉજવાય છે. ત્યારે તંદુરસ્ત સમાજના નિર્માણની થીમ સાથે ગુજરાતમાં વિશ્વ આરોગ્ય દિનની ઉજવણી કરવામાં આવે છે. વિશ્વ આરોગ્ય સંસ્થા એ તારીખ-7-એપ્રિલ વિશ્વ આરોગ્ય દિન તરિકે ઉજવણી કરવાનો નિર્ણય કર્યો છે.

Complete Checkup Package (Male) | Health Checkup Packages

વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા દર વર્ષે અલગ-અલગ થીમ સાથે સાતમી એપ્રિલ વિશ્વ આરોગ્ય દિન તરીકે ઉજવવામાં આવે છે. બુધવારે સાતમી એપ્રિલ વિશ્વ આરોહગ્ય દિનની ઉજવણી કોરોના ગ્રહણના કારણે સાદગીપૂર્ણ રીતે ઉજવવામાં આવી છે. વર્ષ-2021ના વિશ્વ આરોગ્ય સંસ્થાની થીમ છે. વઘુ સારા અને તંદુરસ્ત સમાજનું નિર્માણ. સ્વસ્થ અને તંદુરસ્ત સમાજનું નિર્માણ ત્યારે જ થઇ શકે , જ્યારે દેશની દરેક વ્યક્તિ પોતાનું સ્વાસ્થ્ય સુખાકારી જાળવવા કટિબદ્ધ બને. પ્રાચીન સમયમાં સુયોગ્ય આહાર , નૈસર્ગિક વાતાવરણ , યોગાસન અને વ્યાયામના કારણે લોકોની સ્વાસ્થય સુખાકારી જળવાઇ રહેતી હતી. પરંતુ હવે જીવન શૈલી બદલાઇ છે. ઔદ્યોગિત વિકાસ , રસાયણ અને જંતુનાશક દવાના બેફામ ઉપયોગ બેઠું જીવન અને નશીલા પદાર્થના સેવનના કારણે આજે કોરોના ઉપરાંત અનેક રોગોએ પણ ભરડો લીધો છે. વૈશ્વિક સ્તરે તબીબી વિજ્ઞાનક્ષેત્રે થયેલી શોધના પરિણામે જીવલેણ રોગને નિયંત્રણમાં લેવામાં સફળતા સાંપડી છે. નાગરિકોના આરોગ્યને જાળવવા ગુજરાતનું તબીબી ક્ષેત્ર અત્યાધુનિક સાધનો અને સુવિધાથી સજ્જ છે.

ગુજરાતમાં આરોગ્યકેન્દ્રોની આજની સ્થિતિ

પેટાઆરોગ્યકેન્દ્રો –   9231

પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો – 1477

શહેરી આરોગ્ય કેન્દ્રો  – 321

સામુદાયિક આરોગ્ય કેન્દ્રો – 348

ગુજરાતમાં વર્તમાન સમયમાં જ્યારે કોરોનાએ કહેર વર્તાવ્યો છે. ત્યારે પણ કોરોના સામે ઝઝૂમવા સરકાર – વહીવટીતંત્ર અને નાગરિકોના સંયુક્ત સંકલનથી કોરોના દર્દીઓની સારવારમાં કોરોના વોરિયર્સની ભૂમિકા ભજવાતાં કોરોનાને નિયંત્રણમાં લેવા ટ્વેન્ટી ફોર બાય સેવા કાર્યરત છે, સરકારે કોરોના સામેનો જંગ જીતવા ત્રણ T ની ફોર્મય્યુલા અપનાવી છે. જેમાં ટેસ્ટીંગ – ટ્રેસીંગ અને ટ્રીટમેન્ટને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા કોરોના અને કોરોના સિવાયના રોગને પણ નિયંત્રણમાં લેવા હેતુ જ સ્વસ્થ સમાજ – તંદુરસ્ત સમાજની થીમ સાથે  વિશ્વ આરોગ્ય દિનની ઉજવણી કરવામાં આવી છે. ત્યારે આપણે પણ તેમાં ભાગીદાર બનીને સ્વસ્થ સમાજનું નિર્માણ કરવાનો સંકલ્પ સાકાર કરીશું ત્યારે જ સાચ અર્થમાં વિશ્વ આરોગ્ય દિનની ઉજવણી સાર્થક થશે.