Not Set/ દેશનો સૌથી જૂનો પક્ષ જો બે વર્ષથી ઈનચાર્જ અધ્યક્ષથી ગાડુ ગબડાવે તો પછી ભવ્ય ભૂતકાળ ધરાવતો આ પક્ષ ભવિષ્યમાં ઈતિહાસ બની શકે છે

આ વખતે કોરોના નડે છે પરંતુ પાંચ રાજ્યોની ચૂંટણી જાહેર થઈ તે પહેલા દેશમાં કોરોનાની પહેલી લહેર પૂર્ણ થઈ હતી છતાં પ્રમુખપદની ચૂંટણી કેમ ટાળી ? આ પાંચેય રાજ્યોમાં આ આસામ સિવાય બાકીના ચાર રાજ્યોમાં તો કોંગ્રેસને ગઠબંધનના સહારે લડવાનું હતું ?

India Trending
bullock cart 2 દેશનો સૌથી જૂનો પક્ષ જો બે વર્ષથી ઈનચાર્જ અધ્યક્ષથી ગાડુ ગબડાવે તો પછી ભવ્ય ભૂતકાળ ધરાવતો આ પક્ષ ભવિષ્યમાં ઈતિહાસ બની શકે છે

‘કોંગ્રેસ અધ્યક્ષ પદ’ તારીખ પે તારીખ જેવો ઘાટ

@હિંમતભાઈ ઠક્કર, ભાવનગર 

દેશના સૌથી જૂના અને પરાજય એ જેની આદત બની ગઈ છે અને આઠથી વધુ રાજ્યોમાં જેની લોકપ્રતિનિધિ સંખ્યા તળિયે ગયેલી છે. અમૂક રાજ્યોમાં તો ખાતું પણ નથી ખૂલતું અથવા ધારાસભાઓમાં સભ્યસંખ્યા સિંગલ ડિજીટથી આગળ પણ નથી વધતી તે કોંગ્રેસની હાલત ક્યારે સુધરશે ? તે તો ઠીક પણ અત્યારે જે સ્થિતિ છે – હાલત છે તે યથાવત રહી તો તેને ઈતિહાસ બનતા વાર નહિ લાગે તેવો ભય નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે. ઘણા એમ કહે છે કે કોંગ્રેસ પાસે નેતાઓની ફોજ છે. કાર્યકરો કરતા નેતાઓ વધારે છે. આજ વાત નડે છે. જાે કે રાષ્ટ્રીય મોરચે એવું છે કે આ પક્ષ પાસે કઈ શક્તિશાળી નેતા આજે નહિ વર્ષોથી નથી તેના માટે તો તેને એક જ પરિવાર પર આધાર રાખવો પડે છે અને હવે આ (નહેરૂ-ગાંધી) પરિવારનો કરિશ્મા લોકો પર રહ્યો નથી. બીજુ બધુ તો ઠીક પણ બે વર્ષથી આ પક્ષ ઈન્ચાર્જ રાષ્ટ્રીય પ્રમુખથી ચાલે છે.

himmat thhakar 1 દેશનો સૌથી જૂનો પક્ષ જો બે વર્ષથી ઈનચાર્જ અધ્યક્ષથી ગાડુ ગબડાવે તો પછી ભવ્ય ભૂતકાળ ધરાવતો આ પક્ષ ભવિષ્યમાં ઈતિહાસ બની શકે છે

૨૦૧૪માં કોંગ્રેસનો ઐતિહાસિક બેઠકો મેળવનાર અને ૧૯૮૯માં ૨૦૦ના આંકડે પહોંચી જનાર આ પક્ષ ૧૯૯૧માં ફરી ૨૪૦ થી વધુ બેઠકો સાથે સત્તા પણ મેળવી હતી. જ્યારે ૧૯૯૬, ૧૯૯૮ અને ૧૯૯૯માં આ પક્ષ ફરી ધબડકાના માર્ગે ધકેલાઈ તેનો આંક ૧૨૫ આસપાસ થઈ ગયો હતો. ૨૦૦૪માં ૧૫૦ આસપાસ બેઠક મેળવી ગઠબંધન મેળવી સત્તા પાછી મેળવી. ૨૦૦૯માં ૨૧૦ બેઠકો પ્રાપ્ત કરી સત્તા જાળવી પણ ખરી પરંતુ ૨૦૧૪માં આ આંક ૪૪ની સપાટીએ નીચે ઉતરી ગયો. ૨૦૧૮માં કોંગ્રેસના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે રાહુલ ગાંધીની વરણી થઈ ત્યારબાદ પણ છત્તીસગઠ, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં કોંગ્રેસનું શાસન આવતા થોડો ઓક્સિજન મળ્યો પરંતુ અંતે સ્થિતિ બદલાઈ. ૨૦૧૯માં કોંગ્રેસને માત્ર ૫૨ બેઠકો મળી જે મુખ્ય વિરોધ પક્ષ તરીકે સત્તાવાર માન્યતા પ્રાપ્ત કરવા કરતાં પણ બે ઓછી હતી. ભલે યુપીએની સંખ્યા વધારે હતી પણ ભાજના રાજમાં કોંગ્રેસના હાથમાં મુખ્ય વિપક્ષનું સ્થાન પણ ન જાય તે સ્વાભાવિક હતું. કારણ કે દેશની લોકશાહીના નિયમોને ભાજપના મોવડીઓ માનતા નથી તેવું વિશ્લેષકો કહે છે.

India will have to pay huge price for govt's cowardly actions: Rahul Gandhi | Business Standard News

૨૦૧૯માં કોંગ્રેસનો ધબડકો થતાં તેની જવાબદારી સ્વીકારે છે તેમ કહી રાહુલ ગાંધીએ કોંગ્રેસના અધ્યક્ષપદેથી રાજીનામું આપ્યું. ૨૦૧૯ના મે માસના અંતમાં શ્રીમતી સોનિયા ગાંધીએ પોતે ઈન્ચાર્જ રાષ્ટ્રીય અધ્યક્ષા તરીકે સુકાન સંભાળ્યું. ત્યારબાદ ત્રણ વખત ચૂંટણીની તારીખો જાહેર થઈ પરંતુ પરિણામ મોટું મીંડુ આવ્યું. ઈનચાર્જ શાસન ચાલુ રહ્યું. છ માસ પહેલા કોંગ્રેસ વર્કિગ કમિટીની જે બેઠક મળેલી તેમાં પાંચ રાજ્યોની વિધાનસભાઓની ચૂંટણી પૂર્ણ થયા બાદ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી કરવાનું નક્કી કરેલું અને ૭મી જૂને કોંગ્રેસના અધ્યક્ષપદ માટે ફોર્મ ભરવાનું અને ૨૩મી જૂને ચૂંટણી યોજવાનો કાર્યક્રમ પણ નક્કી કરવામાં આવ્યો હતો. જાે કે સોમવારે યોજાયેલી કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં કેટલાક સભ્યોની માગણીથી કોરોનાના કારણે હમણાં ચૂંટણી યોજવી નથી તેવું નક્કી કર્યુ. નવી તારીખ હવે પછી જાહેર કરાશે તેવા નિર્ણય સાથે સર્વસંમતિથી કોંગ્રેસના અધ્યક્ષપદની ચૂંટણીમાં વધુ એક તારીખ પડી.

कांग्रेस पार्टी ने CWC की बैठक 10 मई को बुलाई, चुनावी नतीजों और कोरोना पर होगी चर्चा - Congress Working Committee to meet on May 10 over Assembly election results and COVID19 situation - AajTak

આમ ૧૩૮ વર્ષ કરતાં વધુ જૂની પાર્ટી માટે રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણીમાં તારીખ પડી અને નિર્ણયો લેવામાં પાછી પડતી કોંગ્રેસ માટે વધુ એકવાર ‘તારીખ પે તારીખ’ જેવી સ્થિતિનું નિર્માણ થયું. કોંગ્રેસના વિરોધીઓ અને રાજકીય વિશ્લેષકોને એમ કહેવાનો મોકો મળ્યો કે બે વર્ષથી આ પક્ષ પોતાના રાષ્ટ્રીય અધ્યક્ષ પણ નક્કી કરી શકતો નથી. આ સૌથી મોટી કમનસીબી ન કહેવાય તો બીજું શું કહેવાય ?

Indira Gandhi Birth Anniversary : 7 rare images of first woman prime minister of India

કોંગ્રેસે ભૂતકાળમાં પણ પડકાર જીલ્યા છે. કટોકટી બાદ ૧૯૭૭માં યોજાયેલી લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસની તાકાત ૩૭૦માંથી ઘટીને માત્ર ૧૫૦ થઈ ગઈ હતી. મોટાભાગના રાજ્યો પણ ગુમાવ્યા હતા. આમ છતાં ૧૯૮૦માં કોંગ્રેસ ફરી બેઠી પણ થઈ અને સત્તા પણ કબ્જે કરી અને ગુમાવેલા રાજ્યો પણ પાછા મેળવ્યા. ઈંદિરા ગાંધીના કરિશ્માઈ નેતૃત્વનો આ પ્રભાવ હતો તો સાથોસાથ ૧૯૮૦ બાદ આ પક્ષમાં નેતાગીરીની બીજી કેડર ન ઉભી થવાની જે નબળાઈ ઘૂસી ગઈ તેના કારણે રાજ્ય કક્ષાએ માત્ર હજુરીયા જેવા હાજી હા કરનારા સુબાઓ જેવા નેતાઓ રહ્યા. પક્ષનું સંગઠન નબળું પડી ગયું. જૂથબંધી પર લગામ રાખે તેવો કોઈ નેતા ન રહ્યો. ભલે શ્રીમતી સોનિયા ગાંધી અધ્યક્ષા બન્યા પછી કોંગ્રેસને ૨૦૦૪ અને ૨૦૦૯માં સત્તા મળી પરંતુ પક્ષના સંગઠનની હાલત તો ખરાબ જ હતી અને તેના કારણે દેશના અર્થતંત્રને વૈશ્વિક મંદિ સામે પણ ટકાવી રાખનાર મૌન રહી અસરકારક નિર્ણયો લેનારા અને સાથોસાથ ગઠબંધનના પડકાર વચ્ચે ટકી રહેલા વડાપ્રધાન મ્યા પરંતુ ૨૦૧૪માં કોંગ્રેસનું એક અર્થમાં કહીએ તો પતન થયું. તમિલનાડુમાં તો ૧૯૬૨ બાદ શાસન નથી. જ્યાં દર વર્ષે શાસન આવતું હતું તે કેરળમાં આ વખતે ડાબેરીઓને તક ન મળી. ભૂતકાળનો ગઢ આસામ ગુમાવ્યા. પ્રાદેશિક પક્ષો મજબૂત બનવાનો જેક્રમ ૭૦ના દાયકાથી શરૂ થયેલો જે આજની તારીખમાં પણ યથાવત છે. સત્તા વગર ન રહી શકનારા કોંગ્રેસીઓ પક્ષ પલ્ટા કરી રહ્યા છે તેને કોઈ રોકનાર નથી. ઈશાન ભારતના ત્રણ રાજ્યો આસામ, મીઝોરમ અને મણિપુરમાં શાસન ભાજપનું છે છતાં મુુખ્યમંત્રીઓ પૂર્વ કોંગ્રેસીઓ છે. પશ્ચિમ બંગાળમાં સત્તાની હેટ્રીક કરનાર ટીએમસીના મમતા બેનરજીનું મૂળ રાજકીય ગૌત્ર કોંગ્રેસ જ છે પણ દુઃખની વાત એ છે કે મમતા બેનરજી જેવો લડાયક નેતા હાલની કોંગ્રેસમાં શોધવો પડે તેમ છે.

Mamata Banerjee trying hard for image makeover, Opinions & Blogs News | wionews.com

જે કોંગ્રેસી નેતાઓએ આજથી આઠ માસ પહેલા કોંગ્રેસના કાયમી અધ્યક્ષ હોવા જાેઈએ તેવી માગણી કરી તેવા ૨૩ પૈકી મોટા ભાગના નેતાઓને અત્યારે હાંસિયામાં ધકેલી દેવામાં આવ્યા છે. જેમાં કોંગ્રેસી મોવડીઓ ખાસ કરીને ગાંધી પરિવારના કેસો લડનાર અને વખતોવખત કોંગ્રેસને આર્થિક સહયોગ પણ આપી રહેલા કપીલ સીબ્બલ, રાજ્યસભાના પૂર્વ નેતા ગુલામનબી આઝાદ સહિતના નેતાઓની લાંબી ફૌજ છે. જેમને તાજેતરની ચૂંટણીમાં સ્ટાર પ્રચારક તરીકે પણ ઉપયોગ કરવામાં આવ્યો નહોતો. હવે પક્ષ ગમે તે હોય તેને કાયમી પ્રમુખ તો હોવો જ જાેઈએ. કાયમી પ્રમુખપદ વગરનો અને સંગઠનવિહોણો પક્ષ ચૂંટણી ક્યાંથી જીતી શકે ?

આ વખતે કોરોના નડે છે પરંતુ પાંચ રાજ્યોની ચૂંટણી જાહેર થઈ તે પહેલા દેશમાં કોરોનાની પહેલી લહેર પૂર્ણ થઈ હતી છતાં પ્રમુખપદની ચૂંટણી કેમ ટાળી ? આ પાંચેય રાજ્યોમાં આ આસામ સિવાય બાકીના ચાર રાજ્યોમાં તો કોંગ્રેસને ગઠબંધનના સહારે લડવાનું હતું ? પછી સંગઠનની ચૂંટણી કરતાં કોણ રોકવાનું હતું ? પરંતુ તે વખતે પણ તારીખ પડી અને આ વખતે પણ તારીખ પડી. કોને શું કહેવું ?