ક્રિકેટ/ હસીનું ઓસ્ટ્રેલિયા પરત ફરવાની આશા પર ફેરવાયુ પાણી, બીજો રિપોર્ટ પણ આવ્યો પોઝિટિવ

આઇપીએલની ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સનાં બેટિંગ કોચ માઇકલ હસી ચેન્નાઈમાં જ રહેશે જ્યાં સુધી કોરોના વાયરસનો આગામી રિપોર્ટ નેગેટિવ ન આવે. ગયા શનિવારે હસીની કોવિડ-19 ટેસ્ટ નેગેટિવ આવ્યો હતી

Sports
123 224 હસીનું ઓસ્ટ્રેલિયા પરત ફરવાની આશા પર ફેરવાયુ પાણી, બીજો રિપોર્ટ પણ આવ્યો પોઝિટિવ

આઇપીએલની ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સનાં બેટિંગ કોચ માઇકલ હસી ચેન્નાઈમાં જ રહેશે જ્યાં સુધી કોરોના વાયરસનો આગામી રિપોર્ટ નેગેટિવ ન આવે. ગયા શનિવારે હસીની કોવિડ-19 ટેસ્ટ નેગેટિવ આવ્યો હતી અને તે આ રોગથી સ્વસ્થ થઈ રહ્યા હતા, પરંતુ તાજેતરમાં તેનો બીજો ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. હવે તેને ભારતમાં થોડા વધુ દિવસો વિતાવવા પડશે અને ત્યારબાદ તેઓ માલદીવમાં બાકી ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ સાથે જોડાશે.

દાવો / શું ક્રિકેટમાં વિલો વુડનો શ્રેષ્ઠ વિકલ્પ બની શકશે વાંસના બેટ ? , મોટા શોટ માટે શ્રેષ્ઠ હોવાનો Uk ના સંશોધકોનો દાવો

હસી પહેલા ચેન્નાઈ સુપર કિંગ્સનાં બોલિંગ કોચ લક્ષ્મીપતિ બાલાજી સહિત અન્ય બે સભ્યો કોરોના વાયરસથી સંક્રમિત થયા હતાં. ઈન્ડિયન પ્રીમિયર લીગની 14 મી સીઝનનાં બાયો બબલમાં, કોવિડ-19 નાં કેટલાક કેસ નોંધાયા હતા, જે બાદ ગત સપ્તાહે ટી-20 લીગ અનિશ્ચિત સમય માટે સ્થગિત કરવામાં આવી હતી. આપને જણાવી દઈએ કે હાલમાં ઓસ્ટ્રેલિયાનાં 28 સભ્યો માલદીવમાં છે અને તેઓ સરકાર દ્વારા લાદવામાં આવેલા પ્રતિબંધની સમાપ્તિ માટે 15 મે સુધી રાહ જોઈ રહ્યા છે. તે પછી જ ઓસ્ટ્રેલિયાનાં બધા ખેલાડીઓ, રમતગમત સ્ટાફ અને કોમેંટેટર્સ ઘરે પાછા ફરશે. જણાવી દઇએ કે, ઓસ્ટ્રેલિયન સરકારે 15 મે સુધી ભારતથી પરત ફરનારા ખેલાડીઓ પર પ્રતિબંધ મૂક્યો છે.

IPL 2021 / જે બે ખેલાડીઓના કારણે IPl સ્થગિત કરવાનો નિર્ણય લેવાયો હતો, ક્વોરેન્ટાઇન પૂર્ણ કરી ઘરે પહોંચ્યા

નોંધપાત્ર વાત એ છે કે, કોવિડ-19 પોઝિટિવ હોવાનું માલુમ પડતાં માઈકલ હસીને 6 મે નાં રોજ ચેન્નાઈ ખાતે એરલિફ્ટ કરવામાં આવ્યો હતો. વળી આ કેસમાં, સીએસકેનાં સીઇઓ કાસી વિશ્વનાથને 7 મે નાં રોજ એક નિવેદનમાં કહ્યું હતું કે તેઓ એક વખત નેગેટિવ આવી ચુક્યા છે અને તેઓ ટૂંક સમયમાં માલદિવમાં અન્ય ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ સાથે જોડાશે.” હવે, ઓસ્ટ્રેલિયનનાં અહેવાલ મુજબ, માઇકલ હસી કોરોનાનાં બીજા ટેસ્ટમાં પોઝિટિવ જોવા મળ્યા છે. તાજેતરમાં હસીએ સિડની મોર્નિંગ હેરાલ્ડને આપેલા એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, હું સારી રીતે આરામ કરી રહ્યો છું અને મજબુત અનુભવ કરી રહ્યો છું. ચેન્નાઈ સુપર કિંગ્સે મારા માટે જે પણ કર્યુ છે અને કરી રહ્યુ છે, તેના માટે હું તેમની ખૂબ જ પ્રશંસા કરું છું.”

PCB / પાકિસ્તાની ક્રિકેટરની પીસીબીને આજીજી, કહ્યું – મારી મેચ ફીથી મારા ભાઈ ઉપર લાદવામાં આવેલા દંડને વસુલો

આપને જણાવી દઇએ કે, 4 મે નાં રોજ, બીસીસીઆઈએ આઇપીએલની આ સીઝનને અનિશ્ચિત સમય માટે સ્થગિત કરી દીધી હતી. કેકેઆરનાં બે ખેલાડીઓ વરુણ ચક્રવર્તી, સંદિપ વોરિયર, પ્રસિદ્ધ કૃષ્ણા, ટિમ સિફ્ફર્ટ કોરોના સંક્રમિત થયા હોવાનુ સામે આવ્યુ હતુ. હાલમાં, બીસીસીઆઈ આઇપીએલની બાકીની મેચોને ક્યારે ગોઠવી શકાય તે અંગે આયોજન કરવાનું વિચારી રહી છે. બીસીસીઆઈનાં અધ્યક્ષ સૌરવ ગાંગુલી માટે આ ખૂબ જ મુશ્કેલ પડકાર છે. તેમણે પહેલેથી જ સ્પષ્ટ કરી દીધું છે કે આઈપીએલની બાકીની મેચ ભારતમાં યોજાશે નહીં.

sago str 9 હસીનું ઓસ્ટ્રેલિયા પરત ફરવાની આશા પર ફેરવાયુ પાણી, બીજો રિપોર્ટ પણ આવ્યો પોઝિટિવ