Not Set/ ટેસ્ટ શ્રેણીમાં ટીમ ઇન્ડિયાની થયેલી હાર અંગે કપિલ દેવે કહ્યું કઈક ખાસ, વાંચો..

નવી દિલ્હી, ભારત અને ઈંગ્લેંડ વચ્ચે રમાઈ રહેલી પાંચ ટેસ્ટ શ્રેણી ટીમ ઇન્ડિયા ૧-૩થી હારી ચુકી છે, ત્યારે ભારતના પૂર્વ કેપ્ટન અને મહાન ઓલરાઉન્ડર કપિલ દેવે ભારતીય ટીમના ટેસ્ટ સિરીઝમાં થયેલી હાર અંગે એક નિવેદન આપ્યું છે. કપિલ દેવનું માનવું છે કે, ભારત અને યજમાન ટીમ ઈંગ્લેંડ વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ સિરીઝ મહેમાન ટીમ માટે મૌકો ચૂકવાની […]

Trending Sports
maxresdefault 2 ટેસ્ટ શ્રેણીમાં ટીમ ઇન્ડિયાની થયેલી હાર અંગે કપિલ દેવે કહ્યું કઈક ખાસ, વાંચો..

નવી દિલ્હી,

ભારત અને ઈંગ્લેંડ વચ્ચે રમાઈ રહેલી પાંચ ટેસ્ટ શ્રેણી ટીમ ઇન્ડિયા ૧-૩થી હારી ચુકી છે, ત્યારે ભારતના પૂર્વ કેપ્ટન અને મહાન ઓલરાઉન્ડર કપિલ દેવે ભારતીય ટીમના ટેસ્ટ સિરીઝમાં થયેલી હાર અંગે એક નિવેદન આપ્યું છે.

કપિલ દેવનું માનવું છે કે, ભારત અને યજમાન ટીમ ઈંગ્લેંડ વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ સિરીઝ મહેમાન ટીમ માટે મૌકો ચૂકવાની એક કહાની છે. યજમાન ટીમ સામે ભારતીય ટીમને ઘણીવાર આગળ નીકળવા માટે મૌકો મળ્યો પરંતુ મહેમાન ટીમ તેનો ફાયદો ઉઠાવવામાં નાકામ રહી છે“.

jeg9lcpg india team ટેસ્ટ શ્રેણીમાં ટીમ ઇન્ડિયાની થયેલી હાર અંગે કપિલ દેવે કહ્યું કઈક ખાસ, વાંચો..
sports-former captain kapil dev india england test-series-missed-opportunities team india

ટીમ ઇન્ડિયા મૌકો ઉઠાવવામાં રહી નાકામ :  કપિલ દેવ

વર્ષ ૧૯૮૩ વર્લ્ડકપ ચેમ્પિયન ટીમના કેપ્ટન કપિલ દેવે જણાવ્યું, ” સાઉથમ્પ્ટન ખાતે રમાયેલી ચોથી ટેસ્ટ મેચમાં ટીમ ઇન્ડિયા પાસે ઈંગ્લેંડની ટીમને પછાડવાનો મૌકો હતો, જયારે તેઓએ ૬ વિકેટ માત્ર ૮૬ રનમાં જ ગુમાવી દીધી હતી. પરંતુ ત્યારબાદ યજમાન ટીમના ખેલાડીઓએ આ સ્કોર ૨૪૬ રન સુધી પહોચાડ્યો હતો. તેનાથી ખબર પડે છે કે ભારતીય ટીમ સાઉથમ્પ્ટનમાં મૌકો ઉઠાવવામાં નાકામ રહી છે.

ભારતીય ટીમ માત્ર કોહલી પર જ નિર્ભર : કપિલ દેવ

1494498434 ટેસ્ટ શ્રેણીમાં ટીમ ઇન્ડિયાની થયેલી હાર અંગે કપિલ દેવે કહ્યું કઈક ખાસ, વાંચો..

કેપ્ટન વિરાટ કોહલી અંગે જણાવતા તેઓએ કહ્યું, “ભારતીય ટીમ એક હદ સુધી માત્ર કેપ્ટન વિરાટ કોહલી પર જ નિર્ભર રહે છે અને આ બીજું કારણ છે કે, એક ટીમ માટે તેના ખેલાડીઓ પ્રદર્શન કરી રહ્યા નથી”.

તેઓએ વધુમાં જણાવ્યું, “આ યોગ્ય નથી કે તમે માત્ર કોહલી પર જ નિર્ભર રહો. એક ટીમ તરીકે ભારત પ્રદર્શન કરી શક્યું નથી. માત્ર ચોથી ટેસ્ટ જ નહિ, પરંતુ પ્રથમ ટેસ્ટમાં પણ ટીમ ઇન્ડિયા વિજય પ્રાપ્ત કરી શકતી હતી પરંતુ તે મૌકો ચુકી ગયા હતા”.

ભારતનું ફાસ્ટ બોલિંગ આક્રમણ રહ્યું સફળ : કપિલ દેવ

ભારતના મહાન દિગ્ગજ ઓલરાઉન્ડરે કહ્યું, “હું ટીમના પ્લેઈગ ઇલેવનમાં ક્યાં ખેલાડીનો સમાવેશ કરવામાં આવે તેની સાથે મને કોઈ નિસ્બત નથી, પરંતુ હું ખુશ છું કે ભારતીય ટીમનું ફાસ્ટ બોલિંગ આક્રમણ સફળ રહ્યું છે”.

મહત્વનું છે કે, પાંચ ટેસ્ટ મેચની શ્રેણીની પ્રથમ બે ટેસ્ટમાં ટીમ ઇન્ડિયાના થયેલા પરાજય બાદ ત્રીજી મેચમાં વિરાટબ્રિગેડે પલટવાર કર્યો હતો. પરંતુ ત્યારબાદ સાઉથમ્પ્ટનટેસ્ટમાં ટીમ ઇન્ડિયાને યજમાન ટીમ તરફથી હારનો સ્વાદ ચાખવો પડ્યો હતો.