Not Set/ ગુગલે ખાસ વૈજ્ઞાનિકો માટે લોન્ચ કયું નવું સર્ચ એન્જીન ‘ગુગલ ડેટાસેટ સર્ચ’

ગુગલ દ્વારા ગુરુવારે ખાસ સાયન્ટીફીક કમ્યુનીટી માટે નવું સર્ચ એન્જીન લોન્ચ કરવામાં આવ્યું હતું.આ સર્ચ એન્જીનનું નામ ‘ગુગલ ડેટાસેટ સર્ચ’ રાખવામાં આવ્યું છે જેથી ઓનલાઈન જે ડેટા હાજર છે એનો તેઓ આસાનીથી ઉપયોગ કરી શકે. આ ડેટાસેટ સર્ચ વૈજ્ઞાનિક, ડેટા જર્નાલિસ્ટ વગેરેને પોતાનાં કામ માટે જરૂરી માહિતી મેળવવામાં મદદરૂપ થશે અથવા તો એમની જીજ્ઞાશાને સંતોષવા […]

World Tech & Auto
mantavya news 5 ગુગલે ખાસ વૈજ્ઞાનિકો માટે લોન્ચ કયું નવું સર્ચ એન્જીન ‘ગુગલ ડેટાસેટ સર્ચ’

ગુગલ દ્વારા ગુરુવારે ખાસ સાયન્ટીફીક કમ્યુનીટી માટે નવું સર્ચ એન્જીન લોન્ચ કરવામાં આવ્યું હતું.આ સર્ચ એન્જીનનું નામ ‘ગુગલ ડેટાસેટ સર્ચ’ રાખવામાં આવ્યું છે જેથી ઓનલાઈન જે ડેટા હાજર છે એનો તેઓ આસાનીથી ઉપયોગ કરી શકે. આ ડેટાસેટ સર્ચ વૈજ્ઞાનિક, ડેટા જર્નાલિસ્ટ વગેરેને પોતાનાં કામ માટે જરૂરી માહિતી મેળવવામાં મદદરૂપ થશે અથવા તો એમની જીજ્ઞાશાને સંતોષવા માટે પણ મદદરૂપ થશે.

આ નવું સર્ચ એન્જીન ગુગલ સ્કોલરની જેમ જ કામ કરશે. ગુગલ સ્કોલર એ ગુગલ કંપનીનું પોપ્યુલર સર્ચ એન્જીન છે જે એકેડેમિક સ્ટડી અને રીપોર્ટસ માટે છે.

ગુગલ આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સ (AI) ના રીસર્ચ સાયન્ટીસ્ટ નતાશા નોયએ પોતાનાં બ્લોગ પોસ્ટમાં લખ્યું હતું કે, ‘ડેટાસેટ સર્ચ તમને ડેટા શોધવામાં મદદ કરશે એ ડેટા પછી ભલે ગમે ત્યાં હોય, કોઈ પબ્લીશરની સાઈટ પર હોય કે ડીજીટલ લાઈબ્રેરી પર કે કોઈ લેખકનાં અંગત વેબ પેજ પર હોય.’

mantavya news ગુગલે ખાસ વૈજ્ઞાનિકો માટે લોન્ચ કયું નવું સર્ચ એન્જીન ‘ગુગલ ડેટાસેટ સર્ચ’
Google launched a new search engine for scientific community

ડેટાસેટ બનાવા માટે ગુગલે ડેટા સેટ પ્રોવાઇડર માટે ગાઈડલાઇન્સ તૈયાર કરી હતી. આ ગાઈડલાઇન્સમાં જણાવવામાં આવ્યું હતું કે કઈ રીતે તેઓ ડેટા ડિસ્ક્રાઇબ કરે જેથી કંપની તેમનાં પેજ પરનું કન્ટેન્ટ સરળતાથી સમજી શકે. આ બાબતે નતાશાએ જણાવ્યું કે, ‘આ ગાઈડલાઇન્સમાં અમુક ડેટાસેટની માહિતીનો સમાવેશ કરવામાં આવ્યો છે જેવી કે કોને ડેટાસેટ બનાવ્યો છે, ક્યારે પબ્લીશ કરવામાં આવ્યો હતો, કઈ રીતે ડેટા એકત્રિત કરવામાં આવ્યો હતો, ડેટાનો ઉપયોગ કરવા માટેની શરતો વગેરે.’

ગુગલ આ બધી માહિતી એકઠી કરે છે અને એને લીંક કરે, ત્યારબાદ તેનું એનાલીસીસ કરે છે. ગુગલે જણાવ્યું કે, ‘અમે નાના મોટા દરેક ડેટાસેટ પ્રોવાઇડરને પ્રોત્સાહન આપીએ છીએ કે તેઓ આ કોમન સ્ટાન્ડર્ડ અપનાવે જેથી દરેક ડેટાસેટ આ રોબસ્ટ ઇકોસીસ્ટમનો ભાગ બની શકે.’

લોકો પર્યાવરણ અને સોશિયલ સાયન્સને લગતો ડેટા મેળવી શકે છે ઉપરાંત સરકારીતંત્રના ડેટા અને ન્યુઝ ઓર્ગેનાઈઝેશન દ્વારા આપવામાં આવતા ડેટાને પણ મેળવી શકે છે.આ સિવાય ગુગલે જણાવ્યું હતું કે, ડેટાસેટ સર્ચ વિવિધ ભાષાઓમાં કામ કરશે અને આવતાં સમયમાં બીજી ભાષાઓને પણ સપોર્ટ કરશે.