Not Set/ ઓસામા બિન લાદેનનાં પુત્ર હમઝા બિન લાદેનનું મોત, રાષ્ટ્રપતિ ટ્રમ્પે કરી પુષ્ટિ

અલ કાયદાનાં સ્થાપક પૂર્વ વડા ઓસામા બિન લાદેનનો પુત્ર અને અલ કાયદાનાં નવા ચીફ હમઝા બિન લાદેનનું મોત થયું છે. હમઝા બિન લાદેનનાં મોતની પુષ્ટિ ખુદ યુએસ પ્રેસીડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા પણ કરવામાં આવી છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે ટ્વિટ કર્યું હતું કે અફઘાનિસ્તાન – પાકિસ્તાન સરહદ પર આતંકવાદ વિરોધી કાર્યવાહીનાં ભાગરૂપે હમઝા બિન લાદેન, અલ-કાયદાનાં વડા […]

Top Stories World
trum hamza 1.jpg1 1 ઓસામા બિન લાદેનનાં પુત્ર હમઝા બિન લાદેનનું મોત, રાષ્ટ્રપતિ ટ્રમ્પે કરી પુષ્ટિ
ભૂતપૂર્વ અલ-કાયદાનો વડા ઓસામા બિન લાદેનનો પુત્ર હમઝા બિન લાદેન ફાઇલ ફાઇલ

ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઇટ હાઉસ દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહ્યું છે કે હમઝા બિન લાદેનનાં મૃત્યુથી અલ-કાયદાને ન ફક્ત નુકસાન જ થયું છે, પરંતુ લાદેન પરિવારનાં અલ-કાયદા સાથેનાં સાંકેતિક સંબંધો પણ સમાપ્ત થયા છે. જેના કારણે અલ કાયદાની ઓપરેશનલ પ્રવૃત્તિઓને પણ નબળી પડી પડશે.

આ સમાચાર, સમાચાર એજન્સી એએફપી દ્વારા આપવામાં આવ્યા છે. જો કે, આ પહેલીવાર નથી જ્યારે હમઝા બિન લાદેનના મોતના સમાચાર સામે આવ્યા છે. અગાઉ,  મીડિયા અહેવાલોએ પણ ગયા મહિને દાવો કર્યો હતો કે યુએસને બાતમી મળી હતી કે ઓસામા બિન લાદેનનો પુત્ર મરી ગયો છે.
trum hamza ઓસામા બિન લાદેનનાં પુત્ર હમઝા બિન લાદેનનું મોત, રાષ્ટ્રપતિ ટ્રમ્પે કરી પુષ્ટિ

આ વર્ષે માર્ચમાં યુ.એસ.એ હમઝા બિન લાદેનના માથા પર 10 મિલિયન ડોલરનું ઇનામ જાહેર કર્યું હતું. અમેરિકાએ કહ્યું કે હમઝા તેના પિતાનાં મૃત્યુનો બદલો લેવા  અમેરીકા પર હુમલો કરવાની કાવતરું ઘડી રહ્યો છે. આ જોતા આટલા મોટા એવોર્ડની જાહેરાત કરવામાં આવી.

તે જ સમયે, સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે (યુએનએસસી) હમઝા બિન લાદેનને પ્રતિબંધ આંતકવાદીની સૂચિમાં સામેલ પણ કર્યો હતો. યુએન સિક્યુરિટી કાઉન્સિલ અને યુ.એસ. એ હમઝા પર સખત નિર્ણયો લીધા બાદ સાઉદી અરેબીયાએ પણ હમઝાની નાગરિકતા રદ કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.