ઘટાડો/ નીતિશ કુમાર પેટ્રોલ-ડીઝલ પર વેટ ઘટાડશે,બિહારમાં પેટ્રેાલ વધુ સસ્તું મળશે

મોદી સરકાર બાદ હવે નીતિશ કુમારે પણ સામાન્ય લોકોને દિવાળીની ભેટ આપવાની તૈયારી કરી લીધી છે. પેટ્રોલ અને ડીઝલના ભાવ પર વેટ ઘટાડવામાં આવશે

Top Stories
nitis kumar નીતિશ કુમાર પેટ્રોલ-ડીઝલ પર વેટ ઘટાડશે,બિહારમાં પેટ્રેાલ વધુ સસ્તું મળશે

મોદી સરકાર બાદ હવે નીતિશ કુમારે પણ સામાન્ય લોકોને દિવાળીની ભેટ આપવાની તૈયારી કરી લીધી છે. પેટ્રોલ અને ડીઝલના ભાવ પર વેટ ઘટાડવામાં આવશે. પેટ્રોલ પર 1 રૂપિયા 30 પૈસા અને ડીઝલ પર 1 રૂપિયા 90 પૈસાની રાહત આપવાની તૈયારી છે. આ પહેલા કેન્દ્રની મોદી સરકારે પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટી ઘટાડવાની જાહેરાત કરી હતી. કેન્દ્ર સરકાર તરફથી પેટ્રોલમાં 5 રૂપિયા અને ડીઝલમાં 10 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. બંને રાહતો બાદ બિહારના લોકોને પેટ્રોલ 6.30 રૂપિયા અને ડીઝલ 11.90 રૂપિયા સસ્તું મળશે.

 

In Bihar there will be further reduction of state VAT by 1.30 Rs.on Petrol and 1.90 Rs .on Diesel apart from Rs5 & 10 Rs reduction on excise duty .Effectively Petrol will be cheaper by Rs.6.30 & Diesel by 11.90 in Bihar.@ABPNews @ANI @ZeeBiharNews @News18Bihar

— Sushil Kumar Modi (@SushilModi) November 3, 2021

પૂર્વ ડેપ્યુટી સીએમ અને રાજ્યસભા સાંસદ સુશીલ મોદીએ ટ્વિટ કરીને બિહારમાં વેટ ઘટાડવાની માહિતી શેર કરી હતી. તેમણે લખ્યું કે બિહારમાં પેટ્રોલ પર વેટ 1.30 રૂપિયા અને ડીઝલ પર 1.90 રૂપિયાનો ઘટાડો થશે. એક્સાઈઝ ડ્યુટીમાં રૂ. 5 અને રૂ. 10ના ઘટાડા બાદ બિહારમાં પેટ્રોલ રૂ. 6.30 અને ડીઝલ રૂ. 11.90 સસ્તું થશે.