Not Set/ કોરોના સંકટમાં આવ્યા રાહતના સમાચાર, સરકારે 30 કરોડ વેક્સિનનો આપ્યો ઓર્ડર

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે હૈદરાબાદ સ્થિત રસી ઉત્પાદક કંપની બાયોલોજિકલ-ઇ સાથે એન્ટી કોવિડ -19 એન્ટિ  રસીના 300 કરોડ ડોઝનું ઉત્પાદન અને સંગ્રહ કરવા માટેના કરારને અંતિમ રૂપ આપ્યું છે.

Top Stories India
A 46 કોરોના સંકટમાં આવ્યા રાહતના સમાચાર, સરકારે 30 કરોડ વેક્સિનનો આપ્યો ઓર્ડર

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે હૈદરાબાદ સ્થિત રસી ઉત્પાદક કંપની બાયોલોજિકલ-ઇ સાથે એન્ટી કોવિડ -19 એન્ટિ  રસીના 300 કરોડ ડોઝનું ઉત્પાદન અને સંગ્રહ કરવા માટેના કરારને અંતિમ રૂપ આપ્યું છે. આ માટે મંત્રાલય 1,500 કરોડની એડવાન્સ ચુકવણી કરી રહ્યું છે. મંત્રાલયે ગુરુવારે એક નિવેદનમાં જણાવ્યું છે કે આ રસી ડોઝનું ઉત્પાદન અને સંગ્રહ આ વર્ષે ઓગસ્ટથી ડિસેમ્બરની વચ્ચે કરવામાં આવશે. બાયોલોજિકલ-ઇ  ની કોવિડ -19 એન્ટિ રસી પ્રથમ તબક્કો અને બીજા તબક્કા ના પરીક્ષણોમાં સારા પરિણામો બતાવ્યા પછી હાલમાં ત્રીજા તબક્કોની ક્લિનિકલ ટ્રાયલ્સમાં છે.

મંત્રાલયનું કહેવું છે કે વેક્સીનનું નિર્માણ અને સ્ટોરેજ બાયોલોજિકલ-ઇના માધ્યમથી ઓગસ્ટથી ડિસેમ્બર 2021 સુધી કરી દેવામાં આવશે. માર્ચ-એપ્રિલ મહિનામાં જ્યારે ભારત કોવિડની બીજી લહેરના પ્રકોપ સામે સંઘર્ષ કરી રહ્યું હતું તે દરમિયાન રસીકરણની નીતિને લઈ કેન્દ્ર સરકારને આકરી ટીકાનો સામનો કરવો પડ્યો, જેને ધ્યાને રાખી સરકારે આ પગલું ભરવાનો નિર્ણય લીધો છે. આ પહેલા સરકારને આ જ કારણથી પોતાના વેક્સીન મૈત્રી કાર્યક્રમ હેઠળ વિદેશ મોકલવામાં આવી રહેલી વેક્સીનને રોકવી પડી હતી જેથી ભારતમાં વેક્સીનની અછતને દૂર કરી શકાય.

કેન્દ્ર સરકારે પોતાના એક નિવેદનમાં કહ્યું કે,બાયોલોજિકલ-ઇની વેક્સિન હાલ ફેઝ-3ના ક્લીનિકલ ટ્રાયલમાંથી પસાર થઇ રહીં છે, આ પહેલા ફેઝ-1 અને 2માં વેક્સિનના સારા પરિણામ જોવા મળ્યાં હતા. વેક્સિન આગામી થોડા મહિનમાં ઉપલબ્ધ થશે.

કેન્દ્ર સરકાર પણ દેશમાં વેક્સિનની અછત ના સર્જાય એના માટે ઝડપથી આ વેક્સિન ઉત્પાદન કરતી કંપનીને સપોર્ટ કરી રહી છે. આ તમામ સરકારનાં કાર્યોનો મુખ્ય ઉદ્દેશ ફક્ત એટલો જ છે કે દેશમાં કોરોના મહામારીને પરાસ્ત કરવા માટે ઝડપથી લોકોનું વેક્સિનેશન હાથ ધરાય. આ તમામ વેક્સિનના ડોઝ અંગે સંશોધન કરવા અને અન્ય ઉત્પાદનમાં સહાયતા કરવા માટે સરકારે આ કંપનીને ક્લિનિકલ ટ્રાયલ માટે 100 કરોડ રૂપિયાની સહાયતા કરી છે.

content image da9b0961 4530 42e2 a691 d794c9d56e2d કોરોના સંકટમાં આવ્યા રાહતના સમાચાર, સરકારે 30 કરોડ વેક્સિનનો આપ્યો ઓર્ડર

ઉલ્લેખનયી છે કે ભારત બાયોટેકની કોવેક્સિન અને સીરમ ઇન્સ્ટીટ્યુટ ઓફ ઇન્ડિયાની કોલિશીલ્ડ અત્યારે દેશમાં ઉપલબ્ધ છે. જ્યારે રશિયાની સ્પૂતનિક V પણ ટૂંક સમયમાં ઉપલબ્ધ થશે. સરકારનો ટાર્ગેટ છે કે ઓગસ્ટ સુધીમાં દરરોજ એક કરોડ લોકોને રસી લગાવામાં આવે. એટલું જ નહીં કેટલીક વિદેશી રસી ઉત્પાદક જેવા કે ફાઇઝર અને મોડર્ના સાથે પણ વાતચીત ચાલી રહીં છે.