Ioc Session/ પીએમ મોદીએ પાકિસ્તાન સામેની જીત બદલ ટીમ ઈન્ડિયાને અભિનંદન પાઠવ્યા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શનિવારે આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિના 141મા સત્રનું ઉદ્ઘાટન કર્યું હતું.

Top Stories India
YouTube Thumbnail 2023 10 14T212427.868 પીએમ મોદીએ પાકિસ્તાન સામેની જીત બદલ ટીમ ઈન્ડિયાને અભિનંદન પાઠવ્યા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શનિવારે આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિના 141મા સત્રનું ઉદ્ઘાટન કર્યું હતું. આ ઈવેન્ટનું આયોજન મુંબઈના જિયો વર્લ્ડ સેન્ટરમાં કરવામાં આવ્યું હતું, જ્યાં રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરપર્સન નીતા અંબાણી સહિત અનેક હસ્તીઓ હાજર રહી હતી.

પીએમ મોદીએ કહ્યું કે, ભારતમાં આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિનું 141મું સત્ર યોજવું ખૂબ જ ખાસ છે. 40 વર્ષ પછી ભારતમાં IOC સત્રનું આયોજન કરવું અમારા માટે ખૂબ જ ગર્વની વાત છે.

પીએમ મોદીએ ભારતીય ટીમને અભિનંદન પાઠવ્યા હતા

આ દરમિયાન વડાપ્રધાન મોદીએ ભારતીય ક્રિકેટ ટીમને તેની જીત માટે અભિનંદન પાઠવ્યા હતા. પીએમ મોદીએ કહ્યું કે અમદાવાદમાં વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમમાં ભારતે ખૂબ જ શાનદાર જીત નોંધાવી છે. વાસ્તવમાં ભારતીય ટીમે પાકિસ્તાન સામે સાત વિકેટે જીત મેળવી હતી.

પીએમ મોદીએ કહ્યું કે, ભારતમાં, રમતગમત એ આપણી સંસ્કૃતિ અને જીવનશૈલીનો એક મહત્વપૂર્ણ ભાગ છે. જો તમે ભારતના ગામડાઓમાં જાવ તો તમને જોવા મળશે કે દરેક તહેવાર રમત-ગમત વિના અધૂરો છે.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે ગત ઓલિમ્પિકમાં ઘણા ભારતીય એથ્લેટિક્સે સારું પ્રદર્શન કર્યું હતું. તાજેતરમાં પૂર્ણ થયેલી એશિયન ગેમ્સમાં ભારતે ઐતિહાસિક પ્રદર્શન કર્યું છે. તે પહેલા યોજાયેલી વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સમાં પણ આપણા યુવા એથ્લેટીક્સે નવા રેકોર્ડ બનાવ્યા છે.


whatsapp ad White Font big size 2 4 પીએમ મોદીએ પાકિસ્તાન સામેની જીત બદલ ટીમ ઈન્ડિયાને અભિનંદન પાઠવ્યા


આ પણ વાંચો: World Cup 2023 LIVE/ બાપ બાપ હોતા હૈ….. ટીમ ઇન્ડિયાનો સાત વિકેટે ભવ્ય વિજય

આ પણ વાંચો: ICC World Cup 2023/ ભારત-પાકિસ્તાન મેચમાં દેખાયા ગુલાબી રંગના બોર્ડ, તેની પાછળનું કારણ છે ખાસ

આ પણ વાંચો: IND VS PAK/ પાકિસ્તાન વિરુદ્ધ ભારતીય કેપ્ટન રોહિત શર્માએ છગ્ગાઓનો વરસાદ કર્યો!!