World Cup 2023 LIVE/ બાપ બાપ હોતા હૈ….. ટીમ ઇન્ડિયાનો સાત વિકેટે ભવ્ય વિજય

ભારત વિ પાકિસ્તાન, ICC વર્લ્ડ કપ 2023 લાઇવ સ્કોર અપડેટ્સ: વર્લ્ડ કપ 5 ઓક્ટોબરથી શરૂ થઈ ગયો છે. પરંતુ તેનો સૌથી મોટો હોબાળો આજે છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે ભારતને પાકિસ્તાનનો પડકાર છે.

Top Stories Sports
IND vs PAK, ICC World Cup 2023 Live: 8th match between India and Pakistan, will be held in Ahmedabad today

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારતે પાકિસ્તાનને ખરાબ રીતે હરાવ્યું. વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે ભારતનો આ સતત આઠમો વિજય છે. પાકિસ્તાનની ટીમ પ્રથમ રમત રમીને માત્ર 191 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી. આ પછી, ભારતીય ટીમે 30.3 ઓવરમાં એટલે કે 117 બોલ બાકી રહેતા સાત વિકેટે લક્ષ્યનો સરળતાથી પીછો કરી લીધો હતો.


પાકિસ્તાનની ટીમ

ભારતીય ટીમ

ખેલાડી રન બોલ 4 6 ખેલાડી રન બોલ 4

6

અબ્દુલ્લા શફીક
(LBW by મો. સિરાજ)
20 24 3 00 રોહિત શર્મા
(શાહિન આફ્રિદીના બોલમાં ઈફ્તિખાર અહેમદે કેચ પકડ્યો)
86 63 6 6
ઇમામ-ઉલ-હક
(પંડ્યાના બોલમાં કે.એલ. રાહુલે કેચ પકડ્યો)
36 38 06 00 શુભમન ગીલ
(શાહીન આફ્રિદીના બોલમાં શાદાબ ખાને કેચ પકડ્યો)
16 11 04 00
બાબર આઝમ
(મોહમ્મદ સિરાજે ક્લીન બોલ્ડ કર્યો)
50 58 07 00 વિરાટ કોહલી
(હસન અલીના બોલમાં મો. નવાઝે કેચ પકડ્યો)
16 18 3 0
મોહમ્મદ રિઝવાન
(બુમરાહે ક્લીન બોલ્ડ કર્યો)
49 69 07 00 શ્રેયાસ અય્યર* 53 62 3 2
સૌદ શકીલ
(કુલદીપ યાદવે LBW આઉટ કર્યો)
06 10 00 00 કે.એલ. રાહુલ* 19 29 2 0
ઈફ્તિખાર અહેમદ
(કુલદીપ યાદવે ક્લીન બોલ્ડ કર્યો)
04 04 01 00 હાર્દિક પંડ્યા
શાદાબ ખાન
(બુમરાહે ક્લીન બોલ્ડ કર્યો)
02 05 00 00 રવિન્દ્ર જાડેજા
મોહમ્મદ નવાઝ
(હાર્દિક પંડ્યાના બોલમાં બુમરાહએ કેચ પકડ્યો)
04 14 00 00 શાર્દુલ ઠાકુર
હસન અલી
(જાડેજાના બોલમાં સુભમન ગીલે કેસ પકડ્યો)
12 19 02 00 જસપ્રીત બુમરાહ
શાહીન આફ્રિદી* 02 10 00 00 કુલદીપ યાદવ
હરીસ રૌફ
(LBW by રવીન્દ્ર જાડેજા)
02 06 00 00 મોહમદ સિરાજ
Total = 191/10
એક્સટ્રા = 4
(b 1, lb 2,w 1)
Total = 192/03
એક્સટ્રા =2
(lb 1, w 1)

 

ટીમ ઇન્ડિયા

પાકિસ્તાની ટીમ

બોલર ઓવર મેડન રન વિકેટ રનરેટ બોલર ઓવર મેડન રન વિકેટ

રનરેટ

જસપ્રીત બુમરાહ 07 01 19 2 2.71 શાહીન આફ્રિદી 06 00 36 2 6.00
મોહમ્મદ સિરાજ 08 00 50 2 6.25 હસન અલી 06 00 34 1 5.66
હાર્દિક પંડ્યા 06 00 34 2 5.66 મો. નવાઝ 8.3 00 47 0 5.52
કુલદીપ યાદવ 10 00 35 2 3.50 હરીસ રૌફ 06 00 43 0 7.16
રવીન્દ્ર જાડેજા 9.5 00 37 2 3.86 શાબદ ખાન 04 00 31 0 7.75
શાર્દૂલ ઠાકુર 2 0 12 0 6.00

 


Live Score

→ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાજ્યના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરી ટીમ ઇન્ડિયાને શુભેચ્છા પાઠવી

→ જસપ્રીત બુમરાહ પ્લેયર ઓફ ધ મેચ જાહેર થયો, 7 ઓવરમાં 2.71ની રન રેટથી 19 રન આપી 2 વિકેટ આંચકી, એક ઓવર મેડન નાખી, રોજર બિન્ની બરાબરી કરી

→ રોહિત શર્માએ 63 બોલમાં 6 સિક્સ અને 6 ચોગ્ગાની મદદથી 86 રન બનાવ્યાં

→ 30મી ઓવર: 30.3 બોલમાં ભારતનો સાત વિકેટે વિજય,

→ 29મી ઓવર: ભારતે 29મી ઓવરના અંતે ત્રણ વિકેટ ગુમાવી 182 રન કર્યા, શ્રેયાસ અય્યરે 48 રન, કે.એલ.રાહુલે 14 રન બનાવ્યાં

→ 28મી ઓવર: ભારતે 28મી ઓવરના અંતે ત્રણ વિકેટ ગુમાવી 176 રન કર્યા, શ્રેયાસ અય્યરે 47 રન, કે.એલ.રાહુલે 9 રન બનાવ્યાં

→ 27મી ઓવર: ભારતે 27મી ઓવરના અંતે ત્રણ વિકેટ ગુમાવી 170 રન કર્યા, શ્રેયાસ અય્યરે 45 રન, કે.એલ.રાહુલે 5 રન બનાવ્યાં

→ 26મી ઓવર: ભારતે 26મી ઓવરના અંતે ત્રણ વિકેટ ગુમાવી 168 રન કર્યા, શ્રેયાસ અય્યરે 44 રન, કે.એલ.રાહુલે 4 રન બનાવ્યાં

→ 25મી ઓવર: ભારતે 25મી ઓવરના અંતે ત્રણ વિકેટ ગુમાવી 165 રન કર્યા, શ્રેયાસ અય્યરે 41 રન, કે.એલ.રાહુલે 4 રન બનાવ્યાં

→ 24મી ઓવર: ભારતે 24મી ઓવરના અંતે ત્રણ વિકેટ ગુમાવી 162 રન કર્યા, શ્રેયાસ અય્યરે 39 રન, કે.એલ.રાહુલે 3 રન બનાવ્યાં

→ 23મી ઓવર: ભારતે 23મી ઓવરના અંતે ત્રણ વિકેટ ગુમાવી 161 રન કર્યા, શ્રેયાસ અય્યરે 38 રન, કે.એલ.રાહુલે 3 રન બનાવ્યાં

→ 22મી ઓવર: ભારતે 22મી ઓવરના અંતે ત્રણ વિકેટ ગુમાવી 157 રન કર્યા, રોહિત શર્માએ 86 રન, શ્રેયાસ અય્યરે 35 રન બનાવ્યાં ,શાહિન આફ્રિદીના બોલમાં ઈફ્તિખાર અહેમદે રોહિત શર્માને (86)કેચ પકડ્યો

→ 21મી ઓવર: ભારતે 21મી ઓવરના અંતે ત્રણ વિકેટ ગુમાવી 154 રન કર્યા, રોહિત શર્માએ 85 રન, શ્રેયાસ અય્યરે 35 રન બનાવ્યાં,

→ 20મી ઓવર: ભારતે 20મી ઓવરના અંતે બે વિકેટ ગુમાવી 142 રન કર્યા, રોહિત શર્માએ 80 રન, શ્રેયાસ અય્યરે 28 રન બનાવ્યાં

→ 19મી ઓવર: ભારતે 19મી ઓવરના અંતે બે વિકેટ ગુમાવી 129 રન કર્યા, રોહિત શર્માએ 68 રન, શ્રેયાસ અય્યરે 27 રન બનાવ્યાં, રોહિત શર્મા-શ્રેયાસ અય્યરે 50 રનની પાર્ટનરશીપ પુરી કરી

→ 18મી ઓવર: ભારતે 18મી ઓવરના અંતે બે વિકેટ ગુમાવી 126 રન કર્યા, રોહિત શર્માએ 67 રન, શ્રેયાસ અય્યરે 25 રન બનાવ્યાં

→ 17મી ઓવર: ભારતે 17મી ઓવરના અંતે બે વિકેટ ગુમાવી 118 રન કર્યા, રોહિત શર્માએ 66 રન, શ્રેયાસ અય્યરે 18 રન બનાવ્યાં
(રોહિત શર્માએ શાબદ ખાન સામે અત્યાર સુધીમાં 96 બોલમાં 124 રન બનાવ્યા જેમાં બે વખત આઉટ થયો જ્યારે, 7 ચોગા અને 7 છગ્ગા ફટકાર્યા)

→ 16મી ઓવર: ભારતે 16મી ઓવરના અંતે બે વિકેટ ગુમાવી 116 રન કર્યા, રોહિત શર્માએ 65 રન, શ્રેયાસ અય્યરે 17 રન બનાવ્યાં

→ 15મી ઓવર: ભારતે 15મી ઓવરના અંતે બે વિકેટ ગુમાવી 111 રન કર્યા, રોહિત શર્માએ 5મી સિક્સ ફટકારી 61 રન બનાવ્યા, અય્યરે 16 રન બનાવ્યાં

→ 14મી ઓવર: ભારતે 14મી ઓવરના અંતે બે વિકેટ ગુમાવી 101 રન કર્યા, રોહિત શર્માએ 52 રન, શ્રેયાસ અય્યરે 15 રન બનાવ્યાં

→ 13મી ઓવર: ભારતે 13મી ઓવરના અંતે બે વિકેટ ગુમાવી 96 રન કર્યા, રોહિત શર્માએ 49 રન, શ્રેયાસ અય્યરે 13 રન બનાવ્યાં

→ 12મી ઓવર: ભારતે 12મી ઓવરના અંતે બે વિકેટ ગુમાવી 88 રન કર્યા, રોહિત શર્માએ 47 રન, શ્રેયાસ અય્યરે 7 રન બનાવ્યાં

→ 11મી ઓવર: ભારતે 10મી ઓવરના અંતે બે વિકેટ ગુમાવી 79 રન કર્યા, રોહિત શર્માએ 46 રન, શ્રેયાસ અય્યરે 1 રન બનાવ્યાં

→ 10મી ઓવર: ભારતે 10મી ઓવરના અંતે બે વિકેટ ગુમાવી 79 રન કર્યા, હસન અલીના પાંચમાં બોલમાં મો. નવાઝે વિરાટ કોહલીનો કેચ પકડ્યો

→ 9મી ઓવર: ભારતે 9મી ઓવરના અંતે એક વિકેટ ગુમાવી 77 રન કર્યા, રોહિત શર્માએ 44 રન, વિરાટ કોલહીએ 15 રન બનાવ્યાં, કેપ્ટન રોહીત શર્મા ફુલ ફોર્મમાં, મેચની ત્રીજી સિક્સ મારી

→ 8મી ઓવર: ભારતે 8મી ઓવરના અંતે એક વિકેટ ગુમાવી 63 રન કર્યા, રોહિત શર્માએ 31 રન, વિરાટ કોલહીએ 14 રન બનાવ્યાં, રોહીત શર્માએ મેચની બીજી સિક્સ મારી, કરિયરની 300મી સિક્સ પુરી કરી

→ 7મી ઓવર: ભારતે 7મી ઓવરના અંતે એક વિકેટ ગુમાવી 54 રન કર્યા, રોહીત શર્માએ મેચની પહેલી સિક્સ મારી, કોહલીએ બે ચોગ્ગા ફટકાર્યા

→ છઠ્ઠી ઓવર: ભારતે છઠ્ઠી ઓવરના અંતે એક વિકેટ ગુમાવી 39 રન કર્યા,પાકિસ્તાની બોલરો આક્રમક, છઠ્ઠી ઓવરમાં માત્ર 1 રન આપ્યો

→ પાંચમી ઓવર: ભારતે પાંચમી ઓવરના અંતે એક વિકેટ ગુમાવી 38 રન કર્યા

→ ચોથી ઓવર: ભારતે ચોથી ઓવરના અંતે એક વિકેટ ગુમાવી 31 રન કર્યા

→ ત્રીજી ઓવર: ભારતે ત્રીજી ઓવરના અંતે એક વિકેટ ગુમાવી 23 રન કર્યા

→ બીજી ઓવર: શાહીન આફ્રિદીની બીજી ઓવરના પાંચમાં બોલમાં શાદાબ ખાને શુભમન ગીલનો કેચ પકડ્યો,ભારતનો સ્કોર 22/00

→ પ્રથમ ઓવર: ભારતનો દાવ ચોગ્ગાથી શરૂ થયો

192 રનના ટાર્ગેટનો પીછો કરતા ભારતે ચોગ્ગાથી શરૂઆત કરી હતી. રોહિતે શાહીનના પહેલા બોલ પર ચોગ્ગો ફટકાર્યો હતો. જે બાદ ગિલે પણ ચોગ્ગા સાથે પોતાનું ખાતું ખોલાવ્યું હતું. પ્રથમ ઓવરમાં 10 રન થયા હતા.

1 ઓવર પછી ભારતનો સ્કોર – 10/0, રોહિત 5 અને ગિલ 4 રન બનાવીને ક્રીઝ પર છે.


→ 43મી ઓવર: પાકિસ્તાનની ટીમ ભારત સામે 191 રનમાં સમેટાઈ ગઈ છે. રવીન્દ્ર જાડેજાએ 43મી ઓવરના પાંચમા બોલ પર હરિસ રૌફને એલબીડબલ્યુ આઉટ કર્યો હતો. જાડેજાનો બોલ હરિસને સીધો તેના પેડ પર વાગ્યો હતો.

→  ટીમ ઈન્ડિયા તરફથી પાંચ બોલરોએ બે-બે વિકેટ લીધી હતી. જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ, હાર્દિક પંડ્યા, કુલદીપ યાદવ અને રવિન્દ્ર જાડેજાએ બે-બે વિકેટ લીધી હતી. બોલરોમાં શાર્દુલ ઠાકુર એકમાત્ર એવો હતો જેને એક પણ સફળતા મળી ન હતી.

→ 42મી ઓવર: પાકિસ્તાને 42મી ઓવરના અંતે 9 વિકેટ ગુમાવી 190 રન બનાવ્યાં

→ 41મી ઓવર: જાડેજાના બોલમાં સુભમન ગીલે હસન અલીનો કેસ પકડ્યો,પાકિસ્તાને 41મી ઓવરના અંતે 9 વિકેટ ગુમાવી 189 રન બનાવ્યાં

→ 40મી ઓવર: હાર્દિક પંડ્યાના બોલમાં બુમરાએ મોહમ્મદ નવાઝનો કેચ પકડ્યો

→ 39મી ઓવર:  પાકિસ્તાને 39મી ઓવરના અંતે 7 વિકેટ ગુમાવી 182 રન બનાવ્યાં

→ 38મી ઓવર: પાકિસ્તાને 38મી ઓવરના અંતે 7 વિકેટ ગુમાવી 176 રન બનાવ્યાં

→ 37મી ઓવર: પાકિસ્તાને 37મી ઓવરના અંતે 7 વિકેટ ગુમાવી 174 રન બનાવ્યાં

→ 36મી ઓવર: પાકિસ્તાને 36મી ઓવરના અંતે 7 વિકેટ ગુમાવી 172 રન બનાવ્યાં

→  જસપ્રીત બુમરાહએ શાદાબ ખાને (2 રન) આઉટ કર્યો

→ 35મી ઓવર: પાકિસ્તાને 35મી ઓવરના અંતે 6 વિકેટ ગુમાવી 170 રન બનાવ્યાં

→ 34મી ઓવર: 34 ઓવર પછી પાકિસ્તાનનો સ્કોર- 168/6

→  જસપ્રીત બુમરાહએ મોહમ્મદ રિઝવાને (49 રન) આઉટ કર્યો

→ 33મી ઓવર: 33 ઓવર પછી પાકિસ્તાનનો સ્કોર- 166/5

→  કુલદીપનો ડબલ ધડાકો: ભારતના સ્ટાર સ્પિનર ​​કુલદીપ યાદવે પહેલા સઈદ શકીલને આઉટ કર્યો હતો. હવે તેણે ઈફ્તિખારને ક્લીન બોલિંગ કરીને પાકિસ્તાનને પાંચમો ઝટકો આપ્યો હતો.

→ 32 મી ઓવર: પાકિસ્તાને 32મી ઓવરના અંતે ત્રણ વિકેટ ગુમાવી 162 રન બનાવ્યાં,મોહમ્મદ રિઝવાને 48 રન બનાવ્યાં, સૌદ શકીલે 6 રન બનાવ્યા

→  ભારતને ચોથી વિકેટ મળી: કુલદીપ યાદવે સઈદ શકીલને LBW આઉટ કરીને ભારતને ચોથી સફળતા અપાવી હતી. ફિલ્ડ અમ્પાયરે આના પર આઉટ આપ્યો ન હતો. પરંતુ રોહિત શર્માના સફળ ડીઆરએસના કારણે ભારતને વિકેટ મળી હતી.

→ 31મી ઓવર: પાકિસ્તાને 31મી ઓવરના અંતે ત્રણ વિકેટ ગુમાવી 157 રન બનાવ્યાં, મોહમ્મદ રિઝવાને 47 રન બનાવ્યાં, સૌદ શકીલે 2 રન બનાવ્યા

→ 30મી ઓવર: પાકિસ્તાને 30મી ઓવરના અંતે ત્રણ વિકેટ ગુમાવી 156 રન બનાવ્યાં
મોહમ્મદ રિઝવાને 47 રન બનાવ્યાં, સૌદ શકીલે 1 રન બનાવ્યા

→ મોહમ્મદ સિરાજે પાકિસ્તાનને સૌથી મોટો ઝટકો આપ્યો હતો. તેણે 30 ઓવરના ચોથા બોલ પર પાકિસ્તાની કેપ્ટન બાબર આઝમને ક્લીન બોલ્ડ કર્યો હતો.

→ 29મી ઓવર: પાકિસ્તાને 29મી ઓવરના અંતે બે વિકેટ ગુમાવી 150 રન બનાવ્યાં, બાબર આઝમે 50 રન બનાવ્યાં, મોહમ્મદ રિઝવાને 43 રન બનાવ્યાં

→ 28મી ઓવર: પાકિસ્તાને 28મી ઓવરના અંતે બે વિકેટ ગુમાવી 144 રન બનાવ્યાં, બાબર આઝમે 45 રન બનાવ્યાં, મોહમ્મદ રિઝવાને 42 રન બનાવ્યાં

→ 27મી ઓવર: પાકિસ્તાને 27મી ઓવરના અંતે બે વિકેટ ગુમાવી 131 રન બનાવ્યાં, બાબર આઝમે 37 રન બનાવ્યાં, મોહમ્મદ રિઝવાને 37 રન બનાવ્યાં

→ 26મી ઓવર: પાકિસ્તાને 26મી ઓવરના અંતે બે વિકેટ ગુમાવી 129 રન બનાવ્યાં, બાબર આઝમે 36 રન બનાવ્યાં, મોહમ્મદ રિઝવાને 36 રન બનાવ્યાં

→ 25મી ઓવર: પાકિસ્તાને 25મી ઓવરના અંતે બે વિકેટ ગુમાવી 125 રન બનાવ્યાં, બાબર આઝમે 35 રન બનાવ્યાં, મોહમ્મદ રિઝવાને 33 રન બનાવ્યાં

→ 24મી ઓવર: પાકિસ્તાને 24મી ઓવરના અંતે બે વિકેટ ગુમાવી 123 રન બનાવ્યાં,બાબર આઝમે 34 રન બનાવ્યાં, મોહમ્મદ રિઝવાને 32 રન બનાવ્યાં

→ 23મી ઓવર: પાકિસ્તાને 23મી ઓવરના અંતે બે વિકેટ ગુમાવી 120 રન બનાવ્યાં, બાબર આઝમે 33 રન બનાવ્યાં, મોહમ્મદ રિઝવાને 30 રન બનાવ્યાં

→ 22મી ઓવર: પાકિસ્તાને 22મી ઓવરના અંતે બે વિકેટ ગુમાવી 114 રન બનાવ્યાં, બાબર આઝમે 32 રન બનાવ્યાં, મોહમ્મદ રિઝવાને 21 રન બનાવ્યાં

→ 21મી ઓવર: પાકિસ્તાને 21મી ઓવરના અંતે બે વિકેટ ગુમાવી 105 રન બનાવ્યાં, બાબર આઝમે 31 રન બનાવ્યાં, મોહમ્મદ રિઝવાને 17 રન બનાવ્યાં

→  20મી ઓવર: પાકિસ્તાને 20મી ઓવરના અંતે બે વિકેટ ગુમાવી 103 રન બનાવ્યાં, બાબર આઝમે 30 રન બનાવ્યાં, મોહમ્મદ રિઝવાને 16 રન બનાવ્યાં

→19મી ઓવર: પાકિસ્તાને 19મી ઓવરના અંતે બે વિકેટ ગુમાવી 102 રન બનાવ્યાં, બાબર આઝમે 30 રન બનાવ્યાં, મોહમ્મદ રિઝવાને 15 રન બનાવ્યાં

→18મી ઓવર: પાકિસ્તાને 18મી ઓવરના અંતે બે વિકેટ ગુમાવી 96 રન બનાવ્યાં, બાબર આઝમે 25 રન બનાવ્યાં, મોહમ્મદ રિઝવાને 14 રન બનાવ્યાં

→ 17મી ઓવર: રોહિતે શાર્દુલ ઠાકુરને અટેક પર મૂક્યું. બાબરે પ્રથમ બોલ પર ચાર રન બનાવ્યા હતા. તેના પછીના બે બોલ પર બે સિંગલ્સ બનાવવામાં આવ્યા હતા. આ ઓવરમાં કુલ 6 રન થયા હતા.

17 ઓવર પછી પાકિસ્તાનનો સ્કોર- 90/2

→16મી ઓવર: 16 ઓવર અંતે પાકિસ્તાનનો સ્કોર – 84/2, બાબર 19 રન અને રિઝવાન 8 રન સાથે રમી રહ્યો છે.

→ 15મી ઓવર: પાકિસ્તાને 14મી ઓવરના અંતે પાકિસ્તાનનો સ્કોર 79-2, ક્રિઝ પર હાજર બાબર-રિઝવાન

→ 14મી ઓવર : પાકિસ્તાને 14મી ઓવરના અંતે બે વિકેટ ગુમાવી 79 રન બનાવ્યાં, બાબર આઝમે 16 રન બનાવ્યાં, મોહમ્મદ રિઝવાને 6 રન બનાવ્યાં

→ 13મી ઓવર : પાકિસ્તાને 13મી ઓવરના અંતે બે વિકેટ ગુમાવી 75 રન બનાવ્યાં, બાબર આઝમે 16 રન બનાવ્યાં, મોહમ્મદ રિઝવાને 2 રન બનાવ્યાં.

→ 12મી ઓવરઃ પાકિસ્તાને 12મી ઓવરના અંતે બે વિકેટ ગુમાવી 74 રન બનાવ્યાં

→ પાકિસ્તાને 12.3 બોલમાં 73 રનમાં બીજી વિકેટ ગુમાવી
ઇમામ-ઉલ-હક આઉટ, પંડ્યાના બોલમાં વિકેટ કિપર રાહુલે કેચ પકડ્યો

→ 11મી ઓવર:  પાકિસ્તાને 11મી ઓવરના અંતે એક વિકેટના નુકસાને 60 રન બનાવ્યાં
અબ્દુલ્લા શફીકે 32 રન બનાવ્યા, બાબર આઝમે 15 રન બનાવ્યાં

→ 10મી ઓવરઃ પાકિસ્તાને 11મી ઓવરના અંતે એક વિકેટના નુકસાને 60 રન બનાવ્યાં, અબ્દુલ્લા શફીક 25 રનમાં આઉટ, બાબર આઝમે 14 રન બનાવ્યાં

→ નવમી ઓવર : નવમી ઓવરના અંતે પાકિસ્તાને એક વિકેટના નુકસાને 48 રન બનાવ્યાં

→ આઠમી ઓવર: આઠમી ઓવરના અંતે એક વિકેટના નુકસાને પાકિસ્તાને 41 રન બનાવ્યાં, છેલ્લા બોલે મોહમ્મદ સિરાજે અબ્દુલ્લા શફીક (20)ની વિકેટ લીધી.

→ સાતમી ઓવર : સાતમી ઓવરના અંતે પાકિસ્તાને 37 રન બનાવ્યાં

→ છઠ્ઠી ઓવર: છઠ્ઠી ઓવરના અંતે પાકિસ્તાને 37 રન બનાવ્યાં.

→ અબ્દુલ્લા શફીકે 18, ઇમામ-ઉલ-હક 18 રન બનાવ્યા

→ પાંચમી ઓવર : પાંચ ઓવરના અંતે પણ ભારતને એક પણ વિકેટ મેળવવામાં સફળતા નહીં.

→ ચોથી ઓવર : ચોથી ઓવરના અંતે પાકિસ્તાને એક પણ વિકેટ ગુમાવ્યા વગર 23 રન બનાવ્યા, જસપ્રીત બુમરાહે એક પણ રન આપ્યો નહીં

→ ત્રીજી ઓવર : ત્રીજી ઓવરના અંતે પાકિસ્તાને એક પણ વિકેટ ગુમાવ્યા વગર 23 રન બનાવ્યા

→ બીજી ઓવર : બીજી ઓવરના અંતે પાકિસ્તાને એક પણ વિકેટ ગુમાવ્યા વગર 17 રન બનાવ્યા

→ પ્રથમ ઓવર : પ્રથમ ઓવરના અંતે પાકિસ્તાને એક પણ વિકેટ ગુમાવ્યા વગર ચાર રન બનાવ્યાં


 

2.10 PM:પાકિસ્તાનનો સ્કોર 1 ઓવરમાં 4/0

ઓપનર અબ્દુલ્લા શફીકે પ્રથમ ઓવરનો અંત સુંદર ચાર રન સાથે કર્યો અને પાકિસ્તાનની શરૂઆત થઈ. મોહમ્મદ સિરાજ બીજા છેડેથી ચાલુ રહેશે

પાકિસ્તાન 

અબ્દુલ્લા શફીક 4

ઇમામ-ઉલ-હક 0

ભારતની બોલિંગ 

જસપ્રિત બુમરાહ 0/4 (1)

2.10 PM: પાકિસ્તાન સ્કોર

પાકિસ્તાને પ્રથમ ઓવરમાં 4 રન બનાવ્યા છે. જસપ્રિત બુમરાહે પ્રથમ 5 બોલમાં અબ્દુલ્લા શફીકને ડોટ્સ ફેંક્યા હતા. શફીકે છેલ્લા બોલ પર ચોગ્ગો ફટકાર્યો હતો.

2.08 PM: મેચ શરૂ 

ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ શરૂ થઈ ગઈ છે. જસપ્રીત બુમરાહ ભારત તરફથી પ્રથમ ઓવર ફેંકી રહ્યો છે. પાકિસ્તાન માટે અબ્દુલ્લા શફીક અને ઈમામ ઉલ હકની જોડી મેદાનમાં છે.

1.59 PM: રાષ્ટ્રગીત માટે બને ટીમો તૈયાર 

રાષ્ટ્રગાન બાદ હવે ગેમ ને આગળ વધારવામાં આવશે બધા જ લોકો ગેમને લઈને ખુબ જ ઉત્સાહિત દેખાઈ રહ્યા છે

/

1.58 PM પ્લેયર ઇન ફોકસ – શુભમન ગિલ

શુભમન ગિલ અત્યાર સુધી માત્ર 35 વનડે રમ્યો છે અને તેણે 1 બેવડી સદી, 6 સદી અને 9 અડધી સદી ફટકારી છે. આજે ગિલનું વર્લ્ડ કપ ડેબ્યુ છે. તેની ODI એવરેજ 102.84ના સ્ટ્રાઈક રેટ સાથે અકલ્પનીય 66.10 છે.

1.55 PM: શુભમન ગિલ પાછો ફર્યો!

શુભમન ટીમમાં પાછો ફર્યો છે. ઇશાન કિશન આઉટ થયો છે.

1.44 PM: ઇન્ડિયા-પાકિસ્તાન ટીમ 

55294mceclip1 બાપ બાપ હોતા હૈ..... ટીમ ઇન્ડિયાનો સાત વિકેટે ભવ્ય વિજય

1.42 PM : પાકિસ્તાન પ્લેઈંગ ઈલેવન

અબ્દુલ્લા શફીક, ઈમામ-ઉલ-હક, બાબર આઝમ (સી), મોહમ્મદ રિઝવાન (ડબલ્યુ), સઈદ શકીલ, ઈફ્તિખાર અહેમદ, શાદાબ ખાન, મોહમ્મદ નવાઝ, હસન અલી, શાહીન આફ્રિદી, હરિસ રઉફ.

1.40 PM : ભારતની પ્લેઈંગ 11

રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ સિરાજ અને જસપ્રિત બુમરાહ.

1.33 PM : ભારતે ટોસ જીતી લીધો

ભારતે ટોસ જીતી લીધો છે, ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ પાકિસ્તાન સામે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. ભારતે આ મેચમાં એક ફેરફાર કર્યો છે. ઈશાન કિશનને બહાર જવું પડ્યું અને શુભમન ગિલ પાછો ફર્યો.

1.27 PM : શાનદાર પ્રદર્શન મળ્યું જોવા 

1.25 PM: સુનિધિ ચૌહાણનો પરફોર્મન્સ

1.24 PM: શા માટે ઉદઘાટન સમારંભનું લાઇવ પ્રસારણ ન થયું?

“#INDvPAK રમત માટે આજે પ્રી-મેચ સમારંભનું ટેલિવિઝન પ્રસારણ કરવામાં આવશે નહીં કારણ કે તે ફક્ત સ્ટેડિયમના પ્રેક્ષકો માટે છે. અમે તમને બાકીની મેચ, હાઇલાઇટ્સ અને તેની વચ્ચેની દરેક વસ્તુ માટે કવર કર્યું છે,”

1.22 PM : અરિજિત સિંહ બનાવી રહ્યો છે માહોલ 

પ્રખ્યાત ગાયક અરિજિત સિંહ અમદાવાદમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેગા અથડામણ પહેલા મૂડ જોરદાર માહોલ બનાવ્યો છે.

1.20 PM: ટૉસ કરવામાં ગણતરી નો સમય જ બાકી 

વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની ટક્કર માટે ટૂંક સમયમાં ટોસ કરવમાં આવશે. કેપ્ટન રોહિત શર્મા અને બાબર આઝમ ટૂંક સમયમાં બહાર આવશે.

1.15 PM: 1:30 વાગ્યે ટોસ; ભારતનો પ્રથમ બેટિંગ કરવાનો ઈતિહાસ છે

ટોસ બપોરે 1:30 વાગ્યે થશે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં અત્યાર સુધીમાં 29 મેચ રમાઈ છે. એવા 16 પ્રસંગો હતા જ્યારે પ્રથમ બેટિંગ કરતી ટીમે મેચ જીતી હતી. પ્રથમ દાવ માટે સરેરાશ સ્કોર 237 અને બીજી ઈનિંગ માટે 206 છે તે જોતાં, ટોસ જીતનાર સુકાની પ્રથમ બોલિંગ કરવાનું પસંદ કરી શકે છે.  આ બંને વચ્ચે છેલ્લા સાત વર્લ્ડ કપ મુકાબલામાં ભારતે પાંચ વખત ટોસ જીત્યો હતો. માત્ર એક પ્રસંગ એવો હતો જ્યારે ભારતે બીજી બેટિંગ કરી હતી.

1.03 PM: અમદાવાદના પોલીસ કમિશનર

ICC વર્લ્ડ કપ | #INDvsPAKની સુરક્ષા વ્યવસ્થા અંગે , અમદાવાદના પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્ર સિંહ મલિક કહે છે, “…તમામ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, હોટેલો જ્યાં તેઓ રોકાયા છે અને સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે. લગભગ 2500 કર્મચારીઓ સ્ટેડિયમમાં તૈનાત છે. જો તમે તમામ વિસ્તારોને ક્લબ કરો તો અમે 7000 થી વધુ પોલીસ કર્મચારીઓને તૈનાત કર્યા છે. અમારી પાસે RAFની ત્રણ કંપની છે, જેમાંથી એક કંપનીમાં તૈનાત છે અને બાકીની બે સંવેદનશીલ વિસ્તારોમાં તૈનાત છે. NDRF, SDRF અને NSG ટીમો પણ અહીં છે…”

12.56 PM: સ્ટેડિયમમાં આયોજિત સમારોહ ટીવી પર બતાવવામાં આવશે નહીં

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત-પાકિસ્તાન મેચ પહેલા એક સમારોહનું આયોજન કરવામાં આવશે. આ સમારોહમાં બોલિવૂડ સિંગર અરિજીત સિંહ સહિત અનેક હસ્તીઓ હાજર રહેશે. આ સમારંભ સ્ટેડિયમમાં પહોંચેલા દર્શકો માટે જ છે. તેને ટીવી કે મોબાઈલ એપ પર ટેલિકાસ્ટ કરવામાં આવશે નહીં.

12.54 PM: નરેન્દ્ર મોદી સ્ટેડિયમની બહાર પાકિસ્તાની ચાહક જોવા મળ્યો

નરેન્દ્ર મોદી સ્ટેડિયમની બહાર કાસિમ નામના એક પાકિસ્તાની પ્રશંસકે કહ્યું, “આશા છે કે આ એક શાનદાર મેચ હશે.”

12.44 PM: ગુજરાત મંત્રી હર્ષ સંઘવી એ માન્યો આભાર 

ભારત અને પાકિસ્તાન વર્લ્ડ કપની ટક્કર પહેલા ગુજરાતના મંત્રી @sanghaviharsh એ કહ્યું કે “અમદાવાદની ધરતી પર એક ઐતિહાસિક મેચ શરૂ થવાની તૈયારીમાં છે. દેશભરમાંથી ક્રિકેટ ચાહકો શહેરમાં આવ્યા છે. અમે અને ક્રિકેટ એસોસિએશન સાથે મળીને આ ચાહકોને રેલ્વે સ્ટેશન અથવા એરપોર્ટથી સ્ટેડિયમ પહોંચવામાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે પ્રયાસો કર્યા છે.  હું BCCI અને ગુજરાત ક્રિકેટ એસોસિએશનનો આભાર માનું છું કારણ કે તેઓએ આ ચાહકો માટે પૂરતી વ્યવસ્થા કરી છે,”.

12.40 PM: સુધીર કુમાર ચૌધરીનું નિવેદન 

અમદાવાદમાં #INDvsPAK મેચ પહેલા, ટીમ ઈન્ડિયાના સમર્થક સુધીર કુમાર ચૌધરી કહે છે, “પાકિસ્તાન વર્લ્ડ કપમાં (ભારત સામે) 7 વખત હારી ગયું છે. તેઓ વર્લ્ડ કપમાં ભારત સામે ક્યારેય જીત્યા નથી અને આ ચાલુ રહેશે. આ મેચ  કે જેને ‘હાઈ-વોલ્ટેજ’ કહેવામાં આવે છે તે ભારત સરળતાથી જીતી જશે…”

12.38 PM: સલમાન ખાન પહોંચ્યા

અમદાવાદમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની ક્રિકેટ વર્લ્ડ કપ 2023ની મેચનો પ્રી-મેચ શો શરૂ થઈ ગયો છે. બોલિવૂડ મેગા સ્ટાર સલમાન ખાન સ્ટુડિયોમાં જોડાયો.

12.37 PM: ભારતીય ટીમ સ્ટેડિયમ પહોંચી

મેચ માટે ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પહોંચી ગયા છે. ટોસ હવેથી બરાબર એક કલાક પછી થવાનો છે. આ પછી, બંને ટીમો વચ્ચેની મેચ બપોરે 2 વાગ્યાથી શરૂ થશે.

12.35 PM: મેચ બપોરે 2 વાગ્યાથી શરૂ થશે

ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ બપોરે 2 વાગ્યે શરૂ થશે. આ પહેલા ભારતના ત્રણ લોકપ્રિય ગાયકો પરફોર્મ કરશે. બીસીસીઆઈએ અરિજીત સિંહ, સુખવિંદર સિંહ અને શંકર મહાદેવનને આમંત્રણ આપ્યું છે.

12.32 PM: VIP મુવમેન્ટ શરૂ, ચાર્ટર્ડ પ્લેનથી આવી રહ્યાં છે ફેન્સ

અમદાવાદમાં વર્લ્ડકપ મેચને લઈને vip મુવમેન્ટ શરૂ થઇ ગઇ છે. એરપોર્ટ જનરલ એવીએશન પર વીઆઈપી મુવમેન્ટ શરૂ થઇ છે. એરપોર્ટ પર ચાર્ટર્ડ પ્લેન આવવાના શરૂ થઇ ગયા છે. ચાર્ટર્ડ પ્લેનમાં VIP મહેમાનો આવી રહ્યા છે, બપોરે 1:00 વાગ્યા સુધી જનરલ એવીએશન પર ચાર્ટર્ડ પ્લેનની અવરજવર રહેશે. આકાશ અંબાણી, લક્ષ્મી મિત્તલ સહિતના બીઝનેસમેનો પણ અમદાવાદ આવશે. કેટલીક કંપનીઓના વીઆઈપી મહેમાનો પણ ચાર્ટર્ડ પ્લેનથી અમદાવાદ આવી રહ્યા છે.

12.30 PM:રાજકોટમાં પણ ફેન્સમાં ઉત્સાહ 

અમદાવાદમાં ભારત-પાકિસ્તાન વચ્ચેની મેચનો ઉત્સાહ રાજકોટમાં પણ છવાયો છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રે અત્યાર સુધીમાં અનેક ક્રિકેટરો આપ્યા છે. સૌરાષ્ટ્રે ક્રિકેટરોની ભૂમિ કહેવામાં આવે છે. રાજકોટના માધવરાય સ્ટેડિયમમાં યુવા ક્રિકેટરોમાં આ મેચને લઇને જબરદસ્ત ઉત્સાહ છવાયો છે. જીતેગા ભાઈ જીતેગા ભારત જીતેગાના નારા પણ લાગી રહ્યાં છે. કેટલાય યુવાઓ હાથમાં તિરંગો લઇને ક્રિકેટરોમા ઉત્સાહ વધારી રહ્યાં છે.

12.27 PM: સુરતમાં યુવાઓમાં ટેટૂ છવાયું

સુરતમાં આજે ભારત અને પાકિસ્તાન વચ્ચેની ક્રિકેટ મેચને લઇને જબરદસ્ત ઉત્સાહભર્યો માહોલ છવાયો છે. યુવાવર્ગમાં અનેરો ઉત્સાહ છે. ચહેરા ઉપર ટેટૂ ચિતરાવીને ચીયરઅપ કરી રહ્યાં છે. તિરંગો, વર્લ્ડકપ સહિતના ટેટૂ ચહેરા પર અકિત કરાવી રહ્યાં છે. આર્ટિસ્ટ દ્વારા આજના દિવસે ફ્રી ઓફ કૉસ્ટ ડ્રૉ આઉટ કરી રહ્યાં છે

12.26 PM: અમદાવાદમાં કડક સુરક્ષા

ગુજરાત પોલીસે કહ્યું છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચેની હાઈવોલ્ટેજ મેચ માટે સુરક્ષા ખૂબ જ ચુસ્ત છે અને ગુજરાત પોલીસ તેના માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.

12.19 PM: ભૂતપૂર્વ ક્રિકેટર અને ભાજપના સાંસદ ગૌતમ ગંભીર

ભારત Vs પાકિસ્તાન ICC ક્રિકેટ વર્લ્ડ કપ મેચ પર, ભૂતપૂર્વ ક્રિકેટર અને ભાજપના સાંસદ ગૌતમ ગંભીર કહે છે, “પાકિસ્તાનની ટીમ પણ સારી ટીમ છે. તેમની પાસે મેચ વિનર પણ છે. મને ખાતરી છે કે ભારતીય ટીમ સતર્ક રહેશે. તેઓએ ક્વોલીટી 100 ઓવર માટે મેચ રમવી જોઈએ, તો જ તેઓ આ મેચ જીતી શકશે.”

12.14 PM: પ્રી-મેચ શો બપોરે 12.30 વાગ્યે થશે શરૂ

રમત શરૂ થાય તે પહેલાં, અમારી પાસે પ્રી-મેચ શો હશે જેમાં ગાયક અરિજીત સિંહ, સુખવિંદર સિંહ અને શંકર મહાદેવન પરફોર્મ કરશે. તે સમારોહ ભારતીય સમય અનુસાર બપોરે 12.30 વાગ્યે શરૂ થશે.

12.12 PM: કોહલી તોડી શકે છે સચિનનો રેકોર્ડ

ટીમ ઈન્ડિયાનો દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલી આ દિવસોમાં ઘાતક ફોર્મમાં છે. આ મેચમાં તે પાકિસ્તાન સામે વર્લ્ડ કપના ઈતિહાસમાં સૌથી વધુ રન બનાવનાર સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડી શકે છે. સચિનના નામે 5 મેચમાં 313 રન છે જ્યારે વિરાટ કોહલીએ પાકિસ્તાન સામે ત્રણ મેચમાં કુલ 193 રન બનાવ્યા છે.

12.10 PM: અમદાવાદમાં 2,000 CCTV કેમેરા લગાવાયા

“શહેરમાં લગભગ 2,000 સીસીટીવી કેમેરાનું નેટવર્ક પહેલેથી જ સ્થાપિત છે… અમે સ્ટેડિયમની આસપાસના મોટા જંકશન પર ટ્રાફિકની સરળ ગતિવિધિ માટે દેખરેખ રાખીએ છીએ… સ્ટેડિયમની અંદર હાઇ-ટેક સીસીટીવી પોર્ટેબલ સર્વેલન્સ પોલ લગાવવામાં આવ્યા છે…” DCP કંટ્રોલ રૂમ કોમલ વ્યાસે ANIને જણાવ્યું હતું.

12.05 PM: ભારત-પાક મેચ પહેલા જોરશોરથી કાર્યક્રમ યોજાશે.

અમદાવાદમાં આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે ભીષણ ક્રિકેટ જંગ ખેલાશે. પરંતુ, તે પહેલા અહીં રંગારંગ કાર્યક્રમ પણ યોજાશે, જેના માટે અરિજિત સિંહ અને અન્ય સ્ટાર્સ આવવા લાગ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આ કાર્યક્રમ 12:30 થી 1:10 સુધી ચાલશે. BCCI સેક્રેટરી જય શાહ પણ અમદાવાદમાં છે.

11.42 PM: “ભારત જીતશે…”

ભારત VS પાકિસ્તાન વર્લ્ડ કપ મેચ પર કેન્દ્રીય રાજ્યમંત્રી અશ્વિની કુમાર ચૌબેએ કહ્યું, “મારી શુભેચ્છાઓ, ભારત જીતશે…”

11.08 PM: ક્રિકેટ પ્રેમીઓએ લગાવ્યા નારા 

અમદાવાદમાં આજે મેચને લઈને ક્રિકેટપ્રેમીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મેટ્રોમાં ભારે ભીડ જોવા મળી રહી છે સાથે સાથે તેઓ જીતેગા ભાઈ જીતેગા ના નારાથી મેટ્રો ગુંજી ઉઠ્યું છે.

10.45 PM: સુરક્ષાકર્મી તૈનાત 

અમદાવાદમાં આજે ભારત અને પાકિસ્તાન વચ્ચેની ICC ક્રિકેટ વર્લ્ડ કપ મેચ પહેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમની બહાર સુરક્ષા વધારી દેવામાં આવી છે.

IND vs PAK, ICC World Cup 2023 Live: 8th match between India and Pakistan, will be held in Ahmedabad today

10.39 AM: ચાહકોની જોરદાર ભીડ ઉમટી

આજે ભારત Vs પાકિસ્તાન મેચ પહેલા અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ક્રિકેટ ચાહકોની ભીડ ઉમટી છે. દરેક ક્રિકેટ પ્રેમીમાં એક અનેરી ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

10.19 AM:રોહિત શર્મા અને ઈશાન કિશન હાંસલ કરશે આ સિદ્ધિ

રોહિત શર્મા અને ઈશાન કિશન પાકિસ્તાન સામેની મેચમાં મોટી ઉપલબ્ધિઓ હાંસલ કરી શકે છે. રોહિત શર્મા ODI ક્રિકેટમાં પોતાની 300 સિક્સરથી 3 ડગલાં દૂર છે. ઈશાન કિશનને વનડેમાં 1000 રન પૂરા કરવા માટે વધુ 67 રનની જરૂર છે.

10.02 AM:અમદાવાદ મેટ્રોમાં ભીડ, રોહિત, વિરાટ અને હાર્દિકની ડીમાન્ડ 

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાનારી ભારત પાકિસ્તાન મેચને લઈને દર્શકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. લોકો સ્ટેડિયમ પહોંચવા લાગ્યા છે. અમદાવાદ મેટ્રોમાં પણ બ્લુ જર્સીમાં લોકોની ભીડ જોવા મળી રહી છે. ક્રિકેટ પ્રત્યેનો ઉત્સાહ એટલો છે કે લોકો મેટ્રોમાં જ ‘ભારત માતા કી જય’ અને ‘ભારત જીતેગા’ના નારા લગાવી રહ્યા છે.

9.54 AM: આજે કોણ હશે ગેમ ચેન્જર?

ભારત-પાકિસ્તાન વચ્ચે આજે રમાનારી મહાન મેચમાં કોણ ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે? ઈંગ્લેન્ડને 2019 વર્લ્ડ કપ ચેમ્પિયન બનાવનાર કેપ્ટન ઈયોન મોર્ગનનું માનવું છે કે જસપ્રીત બુમરાહ ગેમ ચેન્જર સાબિત થશે. બુમરાહ અત્યારે શાનદાર ફોર્મમાં છે. તેણે વર્લ્ડ કપ 2023માં અત્યાર સુધી 2 મેચમાં 6 વિકેટ લીધી છે.

9.45 AM: બાળકોમાં અનેરો ઉત્સાહ 

મુરાદાબાદ, ઉત્તર પ્રદેશમાં  શાળાના બાળકો દ્વારા આજે ભારત VS પાકિસ્તાન ICC ક્રિકેટ વર્લ્ડ કપ મેચ માટે ટીમ ઈન્ડિયાને ચીયર્સ કરવા માટે વર્લ્ડ કપની 20 ફૂટ લાંબી રંગોળી તૈયાર કરવામાં આવી છે.

9.42 AM: બેંગલુરુ, કર્ણાટક ક્રિકેટ પ્રેમી 

ભારત VS પાકિસ્તાન ICC વર્લ્ડ કપ 2023 પર એક ભારતીય ક્રિકેટ ચાહક કહે છે “અમારી એક યોજના છે કે અમે બધા એક રૂમમાં સાથે બેસીને ટીમ ઈન્ડિયાને ચીયર અપ કરીશું… હું ઈચ્છું છું કે તે એક નજીકની મેચ હોય જેથી ઉત્તેજના હોય પરંતુ છેલ્લી 4-5 ઓવરમાં ભારત પ્રભુત્વ મેળવશે અને તેઓ તેમની પાસે જશે,”

9.31 AM: શુબમન ગિલ પરત ફરશે?

ભારતીય ટીમના ઓપનર શુભમન ગિલ ડેન્ગ્યુમાંથી સાજા થઈ ગયા છે. પાકિસ્તાન સામેની હાઈવોલ્ટેજ મેચમાં શુભમન ગિલની વાપસીને લઈને સસ્પેન્સ છે. જોકે, ભારતીય કેપ્ટન રોહિત શર્માએ અપડેટ કર્યું હતું કે ગિલ 99 ટકા ફિટ છે. જો શુભમન ગિલ પ્લેઇંગ 11માં પરત ફરે છે, તો કોને બહાર બેસવું પડશે? નિષ્ણાતોનું કહેવું છે કે ભારતીય ટીમ પાસે કેએલ રાહુલના રૂપમાં સારો વિકેટકીપર બેટ્સમેન છે, તેથી શક્ય છે કે ઈશાન કિશન અથવા શ્રેયસ અય્યરમાંથી કોઈ એકને બહાર બેસવું પડે.

9.22 AM: અમરોહામાં ભારત-પાક મેચને લઈને કલાકારે સુંદર ચિત્ર બનાવ્યું

અમરોહા, યુપીમાં કલાકાર ઝહુબ ખાને આજે અમદાવાદમાં યોજાનારી ભારત અને પાકિસ્તાન ICC ક્રિકેટ વર્લ્ડ કપ મેચને લઈને 15 ફૂટ લાંબુ ચારકોલ ડ્રોઈંગ બનાવ્યું છે.

IND vs PAK, ICC World Cup 2023 Live: 8th match between India and Pakistan, will be held in Ahmedabad today

9.19 AM:પાકિસ્તાનના સુપર ફેન બશીર ચાચાએ કહ્યું- ભારત જીતશે તો મારી પત્ની ખુશ થશે.

આજે અમદાવાદમાં રમાઈ રહેલી મેચ જોવા પાકિસ્તાની ફેન ચાચા બશીર આવ્યા છે. આ તેમની ભારતની ત્રીજી મુલાકાત છે. મેચ અંગે તેણે કહ્યું કે જો ભારત જીતશે તો મારી પત્ની ખૂબ ખુશ થશે. અંકલ બશીરે પોતાના ટી-શર્ટ પર પણ લખ્યું છે – ‘મારી પત્ની તે દેશની છે જ્યાં ગંગા વહે છે’. વાસ્તવમાં બશીરની પત્ની હૈદરાબાદની છે. તેમના માતા-પિતા પણ હૈદરાબાદના છે, પરંતુ આઝાદી પછી તેઓ કરાચી રહેવા ગયા.

9.11 AM: અરિજિત સિંહ અમદાવાદ પહોચ્યો 

ભારત-પાકિસ્તાન મેચ જોવા માટે દુનિયાભરમાંથી ક્રિકેટ પ્રેમીઓ આવી રહ્યા છે ત્યાં સિંગર અરિજિત સિંહ આજે ભારત VS પાકિસ્તાન ICC ક્રિકેટ વર્લ્ડ કપ મેચ માટે અમદાવાદ આવી પહોંચ્યા.તે પ્રી-મેચ સેરેમનીમાં પરફોર્મ કરવાનો છે. જ્યારે એરપોર્ટ પર પત્રકારોએ તેમના પર હુમલો કર્યો, ત્યારે તેઓ કોઈ જવાબ આપવા માટે અનિચ્છા જણાતા હતા. તેણે કહ્યું કે તે ભોજન કર્યા પછી તમામ જવાબો આપશે.

IND vs PAK, ICC World Cup 2023 Live: 8th match between India and Pakistan, will be held in Ahmedabad today

9.03 AM: શુભમન ફેંસ 

શુભમન ગિલના પોસ્ટરો સાથે ક્રિકેટ ચાહકો ભારત VS પાકિસ્તાન વર્લ્ડ કપ મેચ માટે અમદાવાદ પહોંચ્યા. પોસ્ટરમાં મિસ યુ લખેલું જોવા મળ્યું…

8.59 AM: કાનપુરમાં ભારતની જીત માટે IND vs PAK લાઇવ પૂજા

કાનપુર, યુપીમાં ભારતીય ક્રિકેટ ચાહકો પૂજા કરે છે અને ભારત વિરુદ્ધ પાકિસ્તાન ICC વર્લ્ડ કપ 2023 પહેલા ભારતના વિજય માટે પ્રાર્થના કરે છે.

8.48 AM: 1992 માં ભારત-પાકિસ્તાન WC એન્કાઉન્ટર

1992માં ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો. આમેર સોહેલના 62 અને જાવેદ મિયાંદાદના 40 રન ભારતના 216/7ના સ્કોર સાથે મેચ કરવા માટે પૂરતા ન હતા, જે તત્કાલીન કિશોર સચિન તેંડુલકરના અણનમ 54 રનથી મજબૂત બન્યા હતા. અજય જાડેજાએ 46 અને કપિલ દેવે 25 રન બનાવ્યા હતા.

તે મેચમાં મનોજ પ્રભાકર, કપિલ દેવ અને જવાગલ શ્રીનાથે 2-2 વિકેટ લીધી હતી જ્યારે સચિને 1 વિકેટ લીધી હતી. ભારતે 43 રનથી જીત મેળવી હતી જ્યારે સચિનને ​​મેન ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.

8.30 AM: 7000 સૈનિકો સુરક્ષા હેઠળ છે

ભારત-પાકિસ્તાન મેચ જોવા માટે દુનિયાભરમાંથી અનેક પ્રભાવશાળી લોકો અમદાવાદ પહોંચી રહ્યા છે. અમદાવાદમાં બે દિવસમાં 100થી વધુ ચાર્ટર્ડ પ્લેન લેન્ડ થવાની ધારણા છે. 7000થી વધુ જવાનો સુરક્ષામાં લાગેલા છે. અહીં અલગ સ્નિફર ડોગ્સ, એન્ટી ડ્રોન ટીમ અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ છે.

8.21 AM: અનુષ્કા શર્મા અમદાવાદ પહોચી

અભિનેત્રી અનુષ્કા શર્મા આજે અમદાવાદમાં ભારત Vs પાકિસ્તાન ICC ક્રિકેટ વર્લ્ડ કપ મેચ માટે અમદાવાદ આવી પહોચી છે.

IND vs PAK, ICC World Cup 2023 Live: 8th match between India and Pakistan, will be held in Ahmedabad today

8.09 AM: સચિન ઈઝ ઓન ધ ગ્રાઉન્ડ 

આજે ભારત વિ પાકિસ્તાન ICC ક્રિકેટ વર્લ્ડ કપ મેચ માટે અમદાવાદ પહોંચતા, ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર સચિન તેંડુલકર કહે છે, “હું અહીં ટીમને સમર્થન આપવા આવ્યો છું. આશા છે કે, અમને જે પરિણામ જોઈએ છે તે મળશે

7.45 AM: ક્રિકેટ ચાહકો ટીમ ઈન્ડિયાનો ઉત્સાહ વધારવામાં વ્યસ્ત છે

મહારાષ્ટ્ર: નાગપુરમાં ક્રિકેટ ચાહકો આજે પાકિસ્તાન સામેની ICC વર્લ્ડ કપ મેચ પહેલા ટીમ ઈન્ડિયાને ઉત્સાહ આપવા માટે એકઠા થયા હતા. આ ઉપરાંત વિદેશી ક્રિકેટ પ્રેમીઓ પણ પહોચી ગયા છે.

7.30 AM:પીસીબી ચીફ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં હાજર રહેશે

ભારત-પાકિસ્તાન મેચ જોવા માટે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ ઝકા અશરફ પણ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં હાજર રહેશે. આ માટે પીસીબી ચીફ એક દિવસ પહેલા જ અમદાવાદ પહોંચી ગયા છે. ત્યાં પહોંચ્યા બાદ તેણે પહેલા પાકિસ્તાની ટીમ સાથે ટીમ હોટલમાં મીટિંગ કરી હતી. એવા પણ સમાચાર છે કે બીસીસીઆઈના તમામ અધિકારીઓએ તેની સાથે ડિનર પણ કર્યું હતું. હવે ઝકા અશરફ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બેસીને ક્રિકેટની મજા લેતા જોવા મળશે.

7.10 AM :આ કલાકારો ભારત-પાકિસ્તાનની ટક્કર પહેલા પરફોર્મ કરશે

અમદાવાદમાં ભારત-પાકિસ્તાન વચ્ચેની ટક્કર પહેલા કેટલાક લાઈવ પરફોર્મન્સ થશે તેવા સમાચાર છે. આજે, જાણીતી હસ્તીઓ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ પહેલા પ્રદર્શન કરતા જોઈ શકાય છે, જેમાં અરિજીત સિંહ, શંકર મહાદેવન જેવા મોટા નામો સામેલ છે. આ કાર્યક્રમ બપોરે 12:30 થી 1:10 સુધી ચાલશે. અમિતાભ બચ્ચન, રજનીકાંત, સચિન તેંડુલકર પણ સ્ટેડિયમમાં હાજર હોવાના સમાચાર છે.

7.00 AM : ODI વર્લ્ડ કપમાં 8મી વખત ભારત Vs પાકિસ્તાન

ODI વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન 8મી વખત રમાશે. સવાલ એ છે કે કોણ જીતશે? આ પ્રશ્નનો જવાબ આપવા માટે, જો તમે છેલ્લી 7 મેચોના પરિણામો પર નજર નાખો તો, ભારત 100 ટકા જીત સાથે ઉપર હાથ ધરાવતું દેખાય છે. આનો અર્થ એ થયો કે ભારતે છેલ્લી સાત મેચ જીતી છે. જ્યારે પાકિસ્તાન પોતાના હાથ મીલાવી રહ્યું છે.