IND VS PAK/ પાકિસ્તાન વિરુદ્ધ ભારતીય કેપ્ટન રોહિત શર્માએ છગ્ગાઓનો વરસાદ કર્યો!!

અમદાવાદમાં ભારતે પાકિસ્તાનને 191 રનના સ્કોર પર ઓલઆઉટ કરી દીધું હતું.

Top Stories Sports
YouTube Thumbnail 2023 10 14T193819.375 પાકિસ્તાન વિરુદ્ધ ભારતીય કેપ્ટન રોહિત શર્માએ છગ્ગાઓનો વરસાદ કર્યો!!

અમદાવાદમાં ભારતે પાકિસ્તાનને 191 રનના સ્કોર પર ઓલઆઉટ કરી દીધું હતું. આ પછી ભારતીય કેપ્ટન રોહિત શર્માએ શાનદાર બેટિંગ કરી હતી. રોહિતે અડધી સદી ફટકારી હતી. આ ઇનિંગમાં તેમણે સિક્સર અને ફોર ફટકારી હતી. રોહિતે અમદાવાદમાં બેટિંગ કરતાં એક ખાસ રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. તેમણે ODI ક્રિકેટમાં 300 સિક્સર પૂરી કરી હતી.

જોકે, રોહિત શર્મા સતત બીજી મેચમાં સદી ફટકારવામાં ચૂકી ગયો છે. રોહિત 86 રન બનાવીને આઉટ થયો હતો. ઈફ્તિખાર અહેમદે શાહીન આફ્રિદીના બોલ પર કેચ પકડ્યો હતો. રોહિતે પોતાની ઇનિંગમાં છ ચોગ્ગા અને છ છગ્ગા ફટકાર્યા હતા.

પાકિસ્તાન સામે રોહિતનો સર્વશ્રેષ્ઠ સ્કોર 140 રન રહ્યો છે. જો આપણે તેના ઓવરઓલ ODI પ્રદર્શન પર નજર કરીએ તો, રોહિતે 253 ODI મેચોમાં 10243 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 31 સદી અને 52 અડધી સદી ફટકારી છે. રોહિતે બેવડી સદી પણ ફટકારી છે. તેનો શ્રેષ્ઠ ODI સ્કોર 262 રન છે.

ઉલ્લેખનીય છે કે, ભારતીય બોલરોએ પાકિસ્તાન સામે શાનદાર પ્રદર્શન કર્યું હતું. જસપ્રીત બુમરાહે 7 ઓવરમાં 1 મેડન સાથે 19 રન આપ્યા અને 2 વિકેટ લીધી. મોહમ્મદ સિરાજે 50 રનમાં 2 વિકેટ લીધી હતી. હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા અને કુલદીપ યાદવે પણ 2-2 વિકેટ લીધી હતી.


whatsapp ad White Font big size 2 4 પાકિસ્તાન વિરુદ્ધ ભારતીય કેપ્ટન રોહિત શર્માએ છગ્ગાઓનો વરસાદ કર્યો!!


આ પણ વાંચો: World Cup 2023 LIVE/ ભારતે 19મી ઓવરના અંતે બે વિકેટ ગુમાવી 129 રન કર્યા, શ્રેયાસ અય્યરે 50 રનની પાર્ટનરશીપ

આ પણ વાંચો: જુઓ વીડિયો/ ઇમામને આઉટ કરતા પહેલા હાર્દિકે બોલને શું કહ્યું, જાણો વાયરલ VIDEOનું સમગ્ર સત્ય

આ પણ વાંચો: Israel Hamas War/ ગાઝા પટ્ટીમાં ઈઝરાયલની એર સ્ટ્રાઈક, હમાસનો કમાન્ડર અબુ મુરાદ ઠાર