ગીર સોમનાથ જિલ્લાના ઉના ખાતે પૂર્વ ધારાસભ્યના રુદ્રાક્ષ સિનેમા ગૃહના ઉદ્ઘાટન અને ઉના વિધાનસભાના કાર્યકરોના સંમેલન પ્રસંગે આવેલા સીઆર પાટીલે સભા ગજવી હતી.દ્વારકામાં છેલ્લા ત્રણ દિવસથી ગેર કાયદેસર બાંધકામો તોડવાને લઈ પણ પાટીલ બોલ્યા હતા. પાટીલે લોકોને સંબોધતા કહ્યું કે દ્વારકા કૃષ્ણની નગરી છે જ્યાં બીજું કોઈ ગેર કાયદેસર બાંધકામ હોવું ન જોઈએ. અને એટલેજ વડા પ્રધાન અને મુખ્યમંત્રીની સૂચનાથી દ્વારકા પ્રશાસન દ્વારા ગેર કાયદેસર બાંધકામો તોડી પાડયા છે. અને હજુ પણ ઘણું બધું થશે. જેના માટે લોકોએ સોશિયલ મીડિયાના માધ્યમથી દ્વારકા પ્રસાશન અને સરકારનો આભાર વ્યક્ત કરવો જોઈએ.
આ કાર્યક્રમમાં પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલ સાહેબે સંબોધન કરતા જણાવ્યું કે, બેટ દ્વારકામાં ગેરકાયદેસર બાંધકામ વઘી ગયું હતું તેના પર રાજય સરકારે કડકાઇથી કાર્યવાહી કરી છે. રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ તેમજ રાજયના ગૃહમંત્રી હર્ષભાઇ સંઘવીના સુચનથી જિલ્લા વહિવટી તંત્ર અને પોલીસ અઘિકારીશ્રીઓએ ગેર કાયદેસર બાંધકામ દુર કર્યા છે. બેટ દ્વારકા કૃષ્ણની ભૂમિ છે અંહી કોઇ ગેરપ્રવૃતિ ચાલે જ નહી. ગેરકાયદે બાંઘકામને દુર કરવાની સરકારની કામગીરી બદલ આપ સૌ તેમને અભિનંદન પાઠવજો. કોંગ્રેસને 27 વર્ષથી ગુજરાતમાંથી જાકારો મળ્યો છે આ વખતની વિધાનસભાની ચૂંટણીમાં પણ ગુજરાતની જનતા કોંગ્રેસને જાકારો આપશે. વર્ષ 2017ની ચૂંટણીમાં કોંગ્રેસ કહેતી હતી કે વિકાસ ગાંંડો થયો છે પરંતુ હવે તો કોંગ્રેસ ગાંડી થઈ છે.
આ કાર્યક્રમમાં સાંસદશ્રી રાજેશભાઇ ચુડાસમા, પ્રદેશ મંત્રીશ્રી રઘુભાઇ હુંબલ, પ્રદેશ ઉપાધ્યક્ષ ઝવેરીભાઇ ઠકરાર, જિલ્લા પ્રમુખ માનસિંહ પરમાર, પુર્વ ઘારાસભ્ય ગોવિદભાઇ પરમાર, કે.સી.રાઠોડ, જિલ્લા પંચાયત પ્રમુખ રામીબેન વાજા સહિત કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
