israel hamas war/ ગાઝા પટ્ટીમાં ઈઝરાયલની એર સ્ટ્રાઈક, હમાસનો કમાન્ડર અબુ મુરાદ ઠાર

ઈઝરાયલ ડિફેન્સ ફોર્સિસ (IDF)એ શનિવારે દાવો કર્યો હતો કે ગાઝા પટ્ટીમાં રાતે કરવામાં આવેલા હવાઈ હુમલામાં પેલેસ્ટિનિયન આતંકી જૂથ હમાસના એક વરિષ્ઠ કમાન્ડરનું મોત થયું છે.

Top Stories World

ઈઝરાયલ-હમાસ યુદ્ધ વચ્ચે એક મોટા સમાચાર છે. ઈઝરાયલ ડિફેન્સ ફોર્સિસ (IDF)એ શનિવારે દાવો કર્યો હતો કે ગાઝા પટ્ટીમાં રાતે કરવામાં આવેલા હવાઈ હુમલામાં પેલેસ્ટિનિયન આતંકી જૂથ હમાસના એક વરિષ્ઠ કમાન્ડરનું મોત થયું છે. ઈઝરાયલી સૈન્યના જણાવ્યા મુજબ, હમાસના વાયુસેનાના વડા મુરાદ અબુ મુરાદ માર્યે ગયો છે અને હમાસના મુખ્યાલયને વાયુસેનાના વિમાનોએ નિશાન બનાવ્યું હતું, જ્યાંથી હમાસે તેની હવાઈ હુમલાની ગતિવિધિઓ હાથ ધરી હતી.

ઈઝરાયલી સેનાએ હમાસના હેડક્વાર્ટર પર હવાઈ હુમલો કર્યો

અહેવાલો અનુસાર IDFએ કહ્યું કે અબુ મુરાદે 7 ઓક્ટોબરે ઈઝરાયેલ પર હવાઈ હુમલામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. અબુ મુરાદ જ તે આતંકવાદીઓને હેન્ડલર તરીકે સૂચના આપી રહ્યો હતો જેઓ હેંગ ગ્લાઈડર દ્વારા ઈઝરાયલમાં પ્રવેશ્યા હતા અને મોટા પાયે નરસંહાર કર્યો હતો. ઈઝરાયલી દળોએ જણાવ્યું હતું કે મોડી રાત્રે થયેલા હવાઈ હુમલામાં હમાસનું મુખ્યાલય અને અન્ય ટાર્ગેટ પણ નાશ પામ્યા હતા.

ગાઝા પટ્ટીમાં હમાસના ઠેકાણાઓને નષ્ટ કર્યા બાદ હવે ઈઝરાયલે તેના જમીની હુમલાઓ શરૂ કરી દીધા છે. તેના તરફથી, 24 કલાકના અલ્ટીમેટમના અંત બાદ ઇઝરાયલી સેનાએ ગાઝા પટ્ટી તેમજ ઉત્તરી ગાઝા વિસ્તારમાં તેના સૈનિકોને જમીન પર ઉતાર્યા છે. આ સાથે ઈઝરાયલના સૈનિકોએ શનિવારે દરોડા દરમિયાન આ વિસ્તારોમાંથી 230 લોકોની ધરપકડ પણ કરી હતી.



આ પણ વાંચો: World Cup 2023 LIVE/ IND VS PAK: પાકિસ્તાનને મોટો ઝટકો, સિરાજે બાબરને ક્લીન બોલ્ડ કર્યો

આ પણ વાંચો: Garbo Song/ નવરાત્રીના એક દિવસ પહેલા PM મોદીએ લખેલું ‘ગરબો’ ગીત રિલીઝ, જુઓ વીડિયો

આ પણ વાંચો: IND VS PAK/ શર્મસાર પાકિસ્તાન, આખી ટીમ એકલા રોહિત શર્મા સાથે જીતવા સક્ષમ નથી