Bollywood/ શાહરૂખ ખાનના પુત્ર આર્યનની સંભાળ રાખશે હવે આ વ્યક્તિ..જાણો..

બોલિવુડ સુપર સ્ટાર શાહરૂખ ખાને આર્યનના જામીન બાદ મોટો નિર્ણય લીધો છે. સુત્રોના જણાવ્યા અનુસાર કિંગખાને પુત્ર આર્યન ખાનની જવાબદારી તેના બોડીગાર્ડ રવિને સોંપી છે

Top Stories Entertainment
1 13 શાહરૂખ ખાનના પુત્ર આર્યનની સંભાળ રાખશે હવે આ વ્યક્તિ..જાણો..

છેલ્લા ઘણા સમયથી બોલીવુડમાં કિંગખાન એટલે કે બોલીવુડના બાદશાહ શાહરૂખ ખાન ચર્ચાનો વિષય છે. પરંતુ આ વખતે તે પોતાની હીટ ફિલ્મોના કારણે નહીં પરંતુ પુત્ર આર્યનખાનના કારણે છે. આર્યનની ડ્રગ્સ કેસમાં અટકાયત થતા જાણે રાતોરાત બોલીવુડ પર આફતઆવી હોય તેવુ વાતાવરણ સર્જાયુ હતું. સાથે જ શાહરૂખ-ગૌરીના દુઃખમાં સાથ આપવા પણ અનેક કલાકારો આવી પહોંચ્યા હતા. હવે શાહરૂખે પોતાના પુત્ર આર્યનની જવાબદારી પોતાના વિશ્વાસુ વ્યક્તિને આપી છે.

ar શાહરૂખ ખાનના પુત્ર આર્યનની સંભાળ રાખશે હવે આ વ્યક્તિ..જાણો..

બોલિવુડ સુપર સ્ટાર શાહરૂખ ખાને આર્યનના જામીન બાદ મોટો નિર્ણય લીધો છે. સુત્રોના જણાવ્યા અનુસાર કિંગખાને પુત્ર આર્યન ખાનની જવાબદારી તેના બોડીગાર્ડ રવિને સોંપી છે. ઉલ્લેખનીય છે કે, આર્યનના રવિ સાથે ઘણા સારા સંબંધો છે. કદાચ આજ કારણોસર શાહરૂખે પુત્રની જવાબદારી તેને આપી છે.

sa 2 શાહરૂખ ખાનના પુત્ર આર્યનની સંભાળ રાખશે હવે આ વ્યક્તિ..જાણો..

આ ઉપરાંત પણ બાદશાહએ એક અન્ય નિર્ણય પણ કર્યો છે. હકીકતમાં રવિ શાહરૂખ ખાન સાથે તેના તમામ શૂટિંગ પર જાય છે. પરંતુહવે તે શૂટિંગ પર નહીંજાય અને આર્યનની સાથે જ રહેશે. ઉલ્લેખનીય છે કે રવિ શાહરૂખ ખાનનો બોડીગાર્ડ છે પરંતુ હવે કિંગખાન પોતાના માટેનવો બોડીગાર્ડ શોધી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે આર્યનખાન 2 ઓક્ટોબરના રોજ ડ્રગ્સના કેસમાં ફસાયા બાદ વિવાદમાં આવ્યો હતો. અને તે 24 દિવસ સુધી જેલમાં રહ્યો હતો. ડ્રગ્સ કેસમાં બોમ્બે હાઈકોર્ટે આર્યન ખાનને રાહત આપી છે.

sa11 શાહરૂખ ખાનના પુત્ર આર્યનની સંભાળ રાખશે હવે આ વ્યક્તિ..જાણો..

આજે આર્યન ખાનનો જન્મદિવસ છે પરંતુ ગઇકાલે તેને  આખો દિવસ એનસીબી ઓફિસમાં વિતાવ્યો હતો. શુક્રવારે આર્યનની છ કલાક સુધી પુછપરછ કરવામાં આવી હતી. એનસીબી સમક્ષ સાપ્તાહિક હાજરી એ બોમ્બે હાઈકોર્ટ દ્વારા આર્યનના જામીન માટે મુકેલી 14શરતો પૈકીની એક છે. ક્રુઝ ડ્રગ્સ કેસની તપાસ હવે એનસીબીની વિશેષ ટીમ દ્વારા કરવામાં આવી રહી છે. આ ટીમે અત્યાર સુધીમાં 12 થી વધુ લોકોના નિવેદનો નોંધ્યા છે.