Not Set/ રાજસ્થાન સંકટ/ SC એ HC નાં આદેશ પર રોક લગાવવાની કરી મનાઇ, શુક્રવારે ફરી થશે સુનાવણી

  પાયલોટ જૂથનાં ધારાસભ્યોને રાજસ્થાન હાઈકોર્ટથી મળેલ તાત્કાલિક રાહત સામે સ્પીકરની અરજીની સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી થઈ. સચિન પાયલોટ દ્વારા સ્પીકર સી.પી. જોશી વતી એડવોકેટ કપિલ સિબ્બલ અને એડવોકેટ હરીશ સાલ્વેએ દલીલ કરી હતી. સુનાવણી બાદ સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટનાં આદેશને રોકવાનો ઈનકાર કરી દીધો હતો. હવે આ મામલે શુક્રવારે સુનાવણી થશે. આપને જણાવી દઈએ કે, […]

India
8e7af11c695cb832b2374f75f2775466 3 રાજસ્થાન સંકટ/ SC એ HC નાં આદેશ પર રોક લગાવવાની કરી મનાઇ, શુક્રવારે ફરી થશે સુનાવણી
 

પાયલોટ જૂથનાં ધારાસભ્યોને રાજસ્થાન હાઈકોર્ટથી મળેલ તાત્કાલિક રાહત સામે સ્પીકરની અરજીની સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી થઈ. સચિન પાયલોટ દ્વારા સ્પીકર સી.પી. જોશી વતી એડવોકેટ કપિલ સિબ્બલ અને એડવોકેટ હરીશ સાલ્વેએ દલીલ કરી હતી. સુનાવણી બાદ સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટનાં આદેશને રોકવાનો ઈનકાર કરી દીધો હતો.

હવે આ મામલે શુક્રવારે સુનાવણી થશે. આપને જણાવી દઈએ કે, હાઇકોર્ટે પાઇલટ જૂથનાં ધારાસભ્યોની અરજીની સુનાવણી કરતી વખતે 24 જુલાઈ સુધી સ્પીકરની કાર્યવાહી પર રોક લગાવી હતી, ત્યારબાદ સ્પીકરે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો છે. વળી સચિન પાયલોટે પણ આ કેસમાં એક અરજી કરી હતી અને કેન્દ્ર સરકારને પણ પક્ષ બનાવવાની માંગ કરી હતી. સુનાવણી દરમિયાન કપિલ સિબ્બલે કહ્યું કે, કોર્ટ નિર્ણયનો સમય વધારવા માટે સ્પીકરને નિર્દેશ ન આપી શકે. જ્યાં સુધી સ્પીકર ધારાસભ્યોની સદસ્યતા અંગે અંતિમ નિર્ણય લે ત્યાં સુધી કોર્ટમાં દખલ થવી જોઈએ નહીં. તેમણે કહ્યું કે ગૃહને ક્યારે, શું અને કેવી રીતે કરવાની જરૂર છે, તે સ્પીકર નિર્ણય લેશે. તેમણે પોતાની આ વાતને સાબિત કરવા માટે અગાઉનાં ઘણા આદેશો પણ ટાંક્યા. સિબ્બલે કહ્યું કે પાર્ટીએ બેઠક માટે એક વ્હિપ જારી કર્યો હતો, પરંતુ પાયલોટ કેમ્પે તેમા ભાગ લીધો ન હતો. તેઓ સરકારને અસ્થિર કરવા સતત પ્રયાસ કરી રહ્યા છે. જે બાદ ચીફ વ્હીપે સ્પીકરને પાઇલટ અને કોંગ્રેસનાં 18 ધારાસભ્યોની સદસ્યતા રદ કરવા માટે અરજી આપી હતી. જેના પર સ્પીકરે નિર્ણય લેવાનો હતો, પરંતુ હાઇકોર્ટે સ્ટે આપ્યો હતો.

સુનાવણી દરમિયાન ન્યાયાધીશ અરૂણ મિશ્રાએ પૂછ્યું કે, સ્પીકર ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાનાં કયો આધાર છે. સિબ્બલે કહ્યું કે, પાયલોટ કેમ્પ ગેહલોત સરકારને હટાવવા માટે સતત કાવતરું કરી રહ્યું છે. ન તો તેમનો ફોન આવી રહ્યો છે કે ન તો પાર્ટીનાં નેતાઓ સાથે વાત કરી રહ્યા છે. પાર્ટીએ તેમને ઇમેઇલ દ્વારા નોટીસ મોકલી હતી. આ હોવા છતા, તે નોટીસનો જવાબ આપવાને બદલે મીડિયામાં નિવેદન આપતા રહ્યા. સિબ્બલની દલીલ પર ન્યાયાધીશ મિશ્રાએ કહ્યું કે જો કોઈ ધારાસભ્ય પાર્ટીની બેઠકમાં નહીં આવે તો શું તેઓને ગેરલાયક ઠરાવવામાં આવશે. જો પક્ષને કોઈ નેતા પર વિશ્વાસ ન હોય તો શું તેને અવાજ ઉઠાવતા અટકાવી શકાય છે? ધારાસભ્યો લોકોનાં પ્રતિનિધિ હોય છે, લોકશાહીમાં આ રીતે અસંમતિ રોકવી યોગ્ય નથી. તેમણે કહ્યું કે પાર્ટીમાં હોય ત્યારે ધારાસભ્યોને ગેરલાયક ઠરાવી શકાતા નથી, જો આવું થાય તો તે એક ચલણ બની જશે અને કોઈ અવાજ ઉઠાવશે નહીં. જસ્ટિસ મિશ્રાએ સિબ્બલને પૂછ્યું કે સ્પીકર કોર્ટમાં કેમ આવે છે, તે તો તટસ્થ છે. જેના પર સિબ્બલે કહ્યું કે તે માત્ર પાર્ટીની બેઠકની જ વાત નથી, અહીં સરકારને પાડવાની વાત છે. આ સિવાય કોઈ ન્યાયિક સત્તા ધારાસભ્યોની યોગ્યતા અંગે નિર્ણય લઈ શકે નહીં. આ અધિકાર ફક્ત સ્પીકરનો છે.

સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું હતું કે, સ્પીકરને હાઈકોર્ટ દ્વારા 24 જુલાઇ સુધી માત્ર રાહ જોવા માટે કહેવામાં આવ્યું છે. જેના પર સિબ્બલે કહ્યું હતું કે, નિર્દેશશબ્દને હુકમથી હટાવવો જોઈએ, કોર્ટ આમ કરી શકે નહીં. આના પર સુપ્રીમ કોર્ટે પૂછ્યું કે શું તમને ફક્ત એક જ શબ્દથી સમસ્યા છે. ઓર્ડરને બધે વિનંતી કહેવામાં આવે છે. બાદમાં કોર્ટે કહ્યું કે આ કેસમાં લાંબી સુનાવણી જરૂરી છે. તેઓ હાઈકોર્ટનાં આદેશને રોક લગાવશે નહીં. આ કેસની સુનાવણી શુક્રવારે ફરી થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.