Not Set/ સૌથી નાનો સિરિયલ કિલર, ૩ લોકોને 8વર્ષની જ ઉંમરે ઉતાર્યા મોતનેઘાટ

બિહાર, ઘણીવાર આપણે વાંચ્યું કે જોયું હશે સિરિયલ કિલર વિષે, ઘણાબધા એવા સિરિયલ કિલરના તેમના ભયંકર કિસ્સાઓથી આપણે વાકેફ હોઈશું. વાત કરીએ બિહારના બેગુસરાયના મુસહરી ગામમાં એક પછી એક બે માસૂમોની હત્યા થઈ હતી જેના કારણે ખુબ જ ચકચાર મચી ગઈ હતી. ૮ વર્ષનો માસૂમ લાગતો અમરદીપ જેને જોઇને કોઈ ના કહી શકે કે આ […]

India
2aa3b69c73cbf1cd84f90c5783ea18b547eaf113 સૌથી નાનો સિરિયલ કિલર, ૩ લોકોને 8વર્ષની જ ઉંમરે ઉતાર્યા મોતનેઘાટ

બિહાર,

ઘણીવાર આપણે વાંચ્યું કે જોયું હશે સિરિયલ કિલર વિષે, ઘણાબધા એવા સિરિયલ કિલરના તેમના ભયંકર કિસ્સાઓથી આપણે વાકેફ હોઈશું. વાત કરીએ બિહારના બેગુસરાયના મુસહરી ગામમાં એક પછી એક બે માસૂમોની હત્યા થઈ હતી જેના કારણે ખુબ જ ચકચાર મચી ગઈ હતી.

૮ વર્ષનો માસૂમ લાગતો અમરદીપ જેને જોઇને કોઈ ના કહી શકે કે આ એક સીરીયલ કિલર હશે. અમરદીપે બિસ્કિટની લાલચમાં દરેક ગુનાને  કબૂલ કરતો હતો. પોલીસ ઓફિસરનું કહેવું હતું કે અમે આજ સુધી આવો કેસ ક્યારે નહોત જોયો.

વર્ષ ૨૦૦૭નો આ મામલો છે જયારે બિહારના બેગુસરાયના મુસહરી ગામમાં બે માસૂમની હત્યા થઈ ગઈ હતી. માસૂમ બાળકનો ક્રિમીનલ છે કોણ તેના વિષે કોઈને નહોતી ખબર પડતી, પરંતુ થોડાક જ સમયની અંદર ગામમાં વધુ એકવાર બાળકની હત્યા થઈ ગઈ. હવે ગામના લોકોમાં ભારે ચકચાર મચી ગઈ હતી કે કોણ છે હત્યાનો અંજામ આપનાર.?

વર્ષ ૧૯૯૮માં એક મજૂર પરિવારમાં જન્મ લેનાર બાળક અમરદીપ સદા છે તેવી ખબર પડતા જ ગામમાં લોકો હકેબકે રહી ગયાં. એક રીપોર્ટ પ્રમાણે અમરદીપે સગી બહેનનો જીવ અતિશય ક્રુરતાથી લીધો હતો, રીપોર્ટ પ્રમાણે જયારે એને આ ગુના વિષે પૂછવામાં આવ્યું કે કેમ આવું કર્યું તો તે કહેતો મને મજા આવતી હતી. એવું પણ જાનાવવામાં આવી રહ્યું છે કે તેને પોલીસના ઠપકાથી કોઈ ફર્ક જ નહોતો પડતો. જયારે તેની ધરપકડ કરવામાં આવી ત્યારે તેનો છેલ્લો શિકાર પડોશમાં રહેતી છ વર્ષની માસૂમ બાળકી હતી, તેના માથા પર પથ્થર વડે ત્યાં સુંધી મારવામાં આવ્યું જ્યાં સુંધી તેના શ્વાસ બંધ ન થયા, હત્યા પછી લાશને ખેતરમાં ક્યાંક દાટી દીધી હતી. અમરદીપના ત્રણેય શિકાર માસૂમ બાળકો જ હતા.

જયારે આ કેસની સુનાવણી કરવામાં આવી ત્યારે માનવામાં આવ્યું કે હત્યા સમયે બાળકને સાચા-ખોટામાં કોઈ સમજ નહોતી, એટલે તેને બાળસુધાર  કેન્દ્રમાં મોકલી દેવામાં આવ્યો.