Not Set/ ઔરંગાબાદ દુર્ઘટના પર SC એ કહ્યુ- મજૂર પાટા પર સૂઈ જાય તો કોઇ શું કરી શકે?

મહારાષ્ટ્રનાં ઔરંગાબાદમાં રેલવે ટ્રેક ઉપર 16 પરપ્રાંતિય મજૂરોનાં મોતનાં મામલે સંબંધિત અરજી પર ટિપ્પણી કરતાં સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, જો કોઈ પાટા પર સૂઈ જાય તો શું કરી શકાય છે, અથવા કોઈ વ્યક્તિ કેવી રીતે કોઈને ચાલવામાં રોકી શકે છે. જસ્ટિસ એલ નાગેશ્વર રાવ અને જસ્ટિસ સંજય કૌલની કોર્ટે આ કેસમાં દાખલ કરેલી પીઆઈએલને […]

India
1bf657bcee86a08e053576db29e677bd ઔરંગાબાદ દુર્ઘટના પર SC એ કહ્યુ- મજૂર પાટા પર સૂઈ જાય તો કોઇ શું કરી શકે?
1bf657bcee86a08e053576db29e677bd ઔરંગાબાદ દુર્ઘટના પર SC એ કહ્યુ- મજૂર પાટા પર સૂઈ જાય તો કોઇ શું કરી શકે?

મહારાષ્ટ્રનાં ઔરંગાબાદમાં રેલવે ટ્રેક ઉપર 16 પરપ્રાંતિય મજૂરોનાં મોતનાં મામલે સંબંધિત અરજી પર ટિપ્પણી કરતાં સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, જો કોઈ પાટા પર સૂઈ જાય તો શું કરી શકાય છે, અથવા કોઈ વ્યક્તિ કેવી રીતે કોઈને ચાલવામાં રોકી શકે છે. જસ્ટિસ એલ નાગેશ્વર રાવ અને જસ્ટિસ સંજય કૌલની કોર્ટે આ કેસમાં દાખલ કરેલી પીઆઈએલને ફગાવી દીધી હતી અને કેન્દ્રને કામદારો માટે મફત પરિવહન અને આશ્રયની વ્યવસ્થા કરવાનો આદેશ આપવાનો ઇનકાર પણ કર્યો હતો.

ગત અઠવાડિયે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં ઔરંગાબાદમાં રેલ્વે પાટા પર મરી ગયેલા 16 મજૂરોનાં મોતનો મામલો ઉઠાવવામા આવ્યો હતો અને મજૂરોનાં પરિવહન અને આશ્રયની માંગ કરવામાં આવી હતી. જેને કોર્ટે નામંજૂર કરી દીધી હતી. અરજીની સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે જ્યારે તેઓ રેલ્વે પાટા પર સૂઈ જાય છે, ત્યારે કોઈ તેમને કેવી રીતે રોકી શકે છે?

સુપ્રીમ કોર્ટે કહ્યું કે, રાજ્ય સરકારો પરિવહનની વ્યવસ્થા કરી રહી છે, પરંતુ જો લોકો પગપાળા ચાલી રહ્યા છે તો આવી સ્થિતિમાં શું કરી શકાય છે. સરકાર માત્ર તેમને પગપાળા ન ચાલવાની વિનંતી કરી શકે છે. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, કોણ ચાલી રહ્યું છે અને કોણ નથી તેની દેખરેખ રાખવી કોર્ટ માટે અશક્ય છે. શું અમે સરકારની સૂચનાઓનું પાલન કરાવવા માટે જઈએ.

કેન્દ્ર સરકાર વતી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ હાજરી આપતાં કોર્ટમાં કહ્યું હતું કે, સરકાર પરપ્રાંતિય મજૂરોને પહેલેથી જ મદદ કરી રહી છે. કામદારો પણ તેમના ટર્ન આવવાની રાહ પણ નથી જોઇ રહ્યા અને પગપાળા તેમના ઘરે જવા લાગ્યા છે. બધાને જવું છે. તેઓએ ચાલવાને બદલે તેમના ટર્ન આવવાની રાહ જોવી જોઈએ. બધા રાજ્યો પરિવહનની વ્યવસ્થા કરી રહ્યા છે. આવી સ્થિતિમાં, લોકોએ રાહ જોવી જોઈએ પરંતુ તેઓ તેમના ટર્નની રાહ જોઇ રહ્યા નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.