Not Set/ જાણો CM રુપાણીનાં સચિવ અશ્વિની કુમારે શું આપી જાણકારી?

CMના સચિવ અશ્વિની કુમાર દ્વારા આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના વિશે ખાસ માહિતી આપવામાં આવતા કહેવામાં આવ્યું કે, આત્મનિર્ભર ગુજરાત સહાય યોજનાનો લાભ રાજ્યનાં 10 લાખ લોકોને મળશે. ઉલ્લેખનીય થે કે, ગઇકાલે મુખ્યપ્રધાને આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના નામની મહત્વાકાંક્ષી યોજનાની જાહેરાત કરી હતી. જનજીવનને સામાન્ય કરવામાં યોજનાનો મહત્વનો ભાગ ભજવશે. નાના વેપારીઓ, ઓટો ડ્રાઇવર જેવા લોકોને યોજનામાં લાભ મળશે.   CMના સચિવ અશ્વિની કુમાર દ્વારા […]

Gujarat
c0702874cd4521eed3c20ddb8f893f06 જાણો CM રુપાણીનાં સચિવ અશ્વિની કુમારે શું આપી જાણકારી?

CMના સચિવ અશ્વિની કુમાર દ્વારા આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના વિશે ખાસ માહિતી આપવામાં આવતા કહેવામાં આવ્યું કે, આત્મનિર્ભર ગુજરાત સહાય યોજનાનો લાભ રાજ્યનાં 10 લાખ લોકોને મળશે. ઉલ્લેખનીય થે કે, ગઇકાલે મુખ્યપ્રધાને આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના નામની મહત્વાકાંક્ષી યોજનાની જાહેરાત કરી હતી. જનજીવનને સામાન્ય કરવામાં યોજનાનો મહત્વનો ભાગ ભજવશે. નાના વેપારીઓ, ઓટો ડ્રાઇવર જેવા લોકોને યોજનામાં લાભ મળશે.  

CMના સચિવ અશ્વિની કુમાર દ્વારા જણાવવામાં આવ્યું કે, NFSA કાર્ડના છેલ્લા આંકડા પ્રમાણે અનાજ વિતરણ કરવામાં આવી રહ્યું છે. રાશન કાર્ડનો છેલ્લો આંક એક ધરાવતા લોકોને 18 મે સુઘીમાં રાશન મળશે. જો કે, અમદાવાદ શહેરમાં NFSA કાર્ડ ધારકો માટે અનાજ મળશે નહીં. APL-1 મધ્યમવર્ગી કુટુંબોને રાશન પહોંચ્યું નથી તો લોકોને વધારાના 3.5 કિલો ઘઉં, 1.5કિલો ચોખા અપાશે અને 17 મે થી 26 મે વચ્ચે તેમને અનાજ મળશે. બાકી રહેલા લોકો માટે 27 મે સુધી અનાજ અપાશે. રાજ્ય સરકાર દ્વારા અનાજ વિતરણ કરવામાં આવે છે તેમાં ઘઉં, ચોખા, ખાંડ મે મહિનામાં આપવામા આવશે. NFSA નિયત દિવસે મળવા પાત્ર જથ્થો વિનામુલ્યે મળશે. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ અનાજ મળશે. અનાજ વિતરણ 17 મે થી શરૂ થશે.  એપ્રિલની જેમ જ અનાજ મફત આપવામાં આવશે

જાણો CM રુપાણીનાં સચિવ અશ્વિની કુમારે શું આપી જાણકારી મંતવ્ય ન્યૂઝની આ ખાસ રજૂઆતના માધ્યમથી……

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….