Not Set/ સાબરકાંઠા/ લીલી અને લશ્કરી ઈયળોના પ્રકોપથી મગફળી – મકાઈનાં પાકમાં વ્યાપક નુકસાની

પહેલા ખેડૂતો સાબરકાંઠા જિલ્લામાં ખેંચાયેલા વરસાદથી ચિંતામાં હતા. હવે ઈયળોના પ્રકોપથી પરેશાન છે. સાબરકાંઠા જિલ્લાના વિવિધ તાલુકાના વિસ્તારોમાં લીલી અને લશ્કરી ઈયળોના પ્રકોપને લઈને મગફળીના અને મકાઈ ના પાકમાં વ્યાપક પ્રમાણમાં અસર વર્તાવા લાગી છે. પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાની પહોંચી રહી હોય ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવી રહ્યો છે.  સાબરકાંઠા જિલ્લામાં ગત વર્ષના પ્રમાણમાં […]

Gujarat Others
f7c5c5f47abbcb563d08cc10c4437a8c સાબરકાંઠા/ લીલી અને લશ્કરી ઈયળોના પ્રકોપથી મગફળી - મકાઈનાં પાકમાં વ્યાપક નુકસાની

પહેલા ખેડૂતો સાબરકાંઠા જિલ્લામાં ખેંચાયેલા વરસાદથી ચિંતામાં હતા. હવે ઈયળોના પ્રકોપથી પરેશાન છે. સાબરકાંઠા જિલ્લાના વિવિધ તાલુકાના વિસ્તારોમાં લીલી અને લશ્કરી ઈયળોના પ્રકોપને લઈને મગફળીના અને મકાઈ ના પાકમાં વ્યાપક પ્રમાણમાં અસર વર્તાવા લાગી છે. પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાની પહોંચી રહી હોય ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવી રહ્યો છે. 

સાબરકાંઠા જિલ્લામાં ગત વર્ષના પ્રમાણમાં મગફળીના પાકના વાવેતરમાં વધારો થયો છે તો બીજી બાજુ ખેડૂતોએ પણ વાવેતર કર્યુ ત્યારથી લઈને અત્યાર સુધી માત્ર ચિંતા જ માથા પર સવાર છે. હિંમતનગર તાલુકાના નવા ,ઘોરવાળા અને રામપુરા પંથકમાં મગફળીના પાકમાં વ્યાપક પ્રમાણમાં ઈયળનો પ્રકોપ વર્તાવા લાગ્યો છે.

ખેડૂતો લીલી, લશ્કરી અને કાબરી ઈયળોના એક સાગમટે શરુ થયેલા પ્રકોપને લઈને મોટા પ્રમાણમાં મગફળીના પાકનો નાશ થઈ રહ્યાની ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. ઈયળો પાંદડા અને જમીન નીચે મગફળીના પાક એમ બંને તરફથી કોરી ખાતી હોવાને લઈને પાકનો ઉતારો ઘટી જવાનો ડર ખેડૂતોને સતાવી રહ્યો છે. આ માટે ખેડૂતો એ પણ હવે પોતાની રીતે અનેક પ્રકારે પ્રયાસો શરુ કર્યા છે કે, જેથી પાકને બચાવી શકાય અને ઉત્પાદનને જાળવી શકાય. પરંતુ હાલ તો ઈયળોને નિયંત્રિત કરવી મુશ્કેલ લાગી રહી છે.

હિંમતનગર તાલુકાના ખેડૂતો ઈયળોનો પ્રકોપને લઈ મગફળીના પાકની સિઝનને પારાવાર નુકસાન પહોંચાડશે જેને લઈ ખેડૂત મુંઝવણમાં મુકાયો છે એક બાજુ દવાનો છંટકાવ કરવા છતાં પણ પાકમાં ઈયળો પર જોઈએ તેવુ નિયંત્રણ મળતુ નથી. હિમતનગર તાલુકાના  અંદાજે 15 ગામડાઓના ખેડૂતો ઈયળોના પ્રકોપને સહી રહ્યા છે. હિંમતનગરના નવા ,ઘોરવાળા , રામપુરા અને કણિયોલ પંથકના ગામડાઓમાં ઈયળોની અસર વર્તાઈ રહી છે.

વિસ્તારના ખેડૂતોએ મોંઘી દાટ દવાનો છંટકાવ કરીને પાકને બચાવવા માટેનો પ્રયાસ કર્યો છે, પરંતુ ખેડૂતોને મહામહેનતે તૈયાર કરાઈ રહેલા પાકથી હાથ ધોવા પડે તેવી ચિંતા વર્તાઈ રહી છે. પહેલા વરસાદ ખેંચાતા ખેડૂતોને વાવણી બાદ પાક નિષ્ફળ નિવડવાની ચિંતા વર્તાઈ રહી હતી કે સિંચાઈ વગર પાક સુકાઈ જશે તો બાદમાં હવે વરસાદી માહોલ શરુ થયો છે તે એક ચિંતામાંથી ઉઘરીને બીજી ચિંતામાં ખેડૂતો મુકાયા છે.

ખેડૂતો હાલતો મહામહેનતે તૈયાર થયેલ પાકમાં નુકશાન ન થાય તે માટે દવા નો છટકાવ કરી રહ્યા છે તેમ છતાં હજુ તેમને ઈયળો નો પ્રકોપ સતાવી રહ્યો છે અને દવા ના છટકાવ બાદ પણ જો ઈયળોથી પાક ને થતું નુકશાન અટકાવી શકાય તો તેમના માટે એક મોટી રાહત છે અને પાક માં પણ પૂરું ઉત્પાદન મળે તો દવા ના અને બિયારણ ના પૈસા નીકળે તેમ છે હવે એ તો કુદરત કરે તે ખરું પણ હાલ ઉત્પાદન યોગ્ય મળશે કે કેમ તે એક સવાલ છે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews