MLA Kirit Patel/ ‘ભામાશા બનવાથી ચૂંટણી નથી લડી શકાતી મેનેજમેન્ટથી લડાય છે’ MLA કિરીટ પટેલનો દિગ્ગજ નેતાઓ પર કટાક્ષ

પાટણના MLA કિરીટ પટેલે દિગ્ગજ નેતાઓ પર કટાક્ષ કર્યો. કિરીટ પટેલે પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર અને રઘુ દેસાઈ પર કટાક્ષ કરતા કહ્યું કે ‘ચૂંટણી ભામાશા નથી લડતા મેનેજમેન્ટથી લડાય છે’.

Top Stories Gujarat Others
Beginners guide to 47 'ભામાશા બનવાથી ચૂંટણી નથી લડી શકાતી મેનેજમેન્ટથી લડાય છે' MLA કિરીટ પટેલનો દિગ્ગજ નેતાઓ પર કટાક્ષ

પાટણના MLA કિરીટ પટેલે દિગ્ગજ નેતાઓ પર કટાક્ષ કર્યો. કિરીટ પટેલે પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર અને રઘુ દેસાઈ પર કટાક્ષ કરતા કહ્યું કે ‘ચૂંટણી ભામાશા નથી લડતા મેનેજમેન્ટથી લડાય છે’. લોકસભા ચૂંટણીમાં પાટણની બેઠક મામલે ઉમેદવાર જાહેર ના કરાતા હાલમાં કોંગ્રેસની કારોબારી બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પાટણના ધારાસભ્ય કોંગ્રેસ નેતાએ બે દિગ્ગજ નેતાઓ પર પ્રહાર કર્યા હતા. કારોબારી બેઠકમાં તેમણે કહ્યું કે અહીં બે લોકોને ભામાશા કહેવાય છે. ચૂંટણી વખતે આ ભામાશા કહેતા હોય છે કે લોકો રૂપિયા લઈ જાવ, એક લાખ, પાંચ લાખ. લોકોએ રૂપિયા લીધા તોય હારી ગયા. આથી હું જાહેરમાં કહું છું કે મારી પાસે રૂપિયા લેવા માટે ના આવવું. કેમકે ચૂંટણી ભામાશાઓ નથી લડતા મેનેજમેન્ટથી લડાય છે. કિરીટ પટેલે જેને ભામાશા કહે છે તે રાજકીય વર્તુળોમાં તમામ લોકો સારી રીતે માહિતગાર છે.

નેતાઓ પર પ્રહાર

કારોબારી બેઠકમાં નેતાઓને આડેહાથ લેનાર કિરીટ પટેલે કહ્યું કે કોંગ્રેસમાં એવા કેટલા નેતાઓ છે જે રહે છે કોંગ્રેસમાં અને ખાનગીમાં ભાજપ સાથે હાથ મિલાવે છે. આથી હું આવા નેતાઓને ફૂટેલી તોપો કહું છું. ભાજપ તરફથી કોંગ્રેસના નેતાઓને પૈસા આપવામાં આવે છે મને પણ ચૂંટણીમાં આવા અનુભવો થયા છે. પરંતુ હું રૂપિયા લેતા નથી એટલે અમારું કામ દેખાતું નથી. ભાજપ કહે છે કે અમારી પાર્ટી મોટી છે પરંતુ ગુજરાતમાં વધુ ધારાસભ્યો અને મંત્રીઓ કોંગ્રેસ પાર્ટીના છે. અને આથી જ ભાજપ પોતાના કાર્યકરોને મહત્વ આપવાના બદલે કોંગ્રેસ નેતાઓને રૂપિયા આપી તોડવા પ્રયાસ કરે છે. આ જ બતાવે છે કે ભાજપ ડરી ગઈ છે અને ચૂંટણી જીતવા આ પ્રકારના હથકડાં અપનાવી રહી છે.

રાજીનામાની ચીમકી

પાટણના કોંગ્રેસ નેતા કિરીટ પટેલ હંમેશા વિવાદિત નેતા રહ્યા છે. પોતાની સમસ્યા પક્ષ સાથે ઓછી મીડિયા સાથે વધુ શેર કરતા હોવાનું રાજકીય વર્તુળોમાં ગણગણાટ થતો રહે છે. ડિસેમ્બર મહિનામાં તેમના રાજીનામાને લઈને પણ ચર્ચાનો દોર શરૂ થયો હતો. મીડિયા સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે તેઓ પાર્ટીના કેટલાક હોદેદારોથી નારાજ છે. આ મામલે તેમણે હાઈકમાન્ડને લેખિત રજૂઆત પણ કરી હોવાનો દાવો કર્યો હતો. ચૂંટણીમાં પૈસા લઈ પક્ષ વિરોધી પ્રવૃત્તિ થતી હોવાની તેમજ તે લોકો વિરુદ્ધ કાયદાકીય પગલા લેવા જણાવ્યું હતું. અને આ માંગ પૂરી ના કરતાં રાજીનામું આપવાની ચીમકી ઉચ્ચારી હતી.

વિવાદિત નિવેદન

કિરટી પટેલે ભૂતકાળમાં એક જાહેરસભામાં ચોંકાવનારું નિવેદન આપ્યું હતું. વિધાનસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસ કાર્યાલય ખાતે કારોબારી બેઠક યોજાઈ હતી. જેમાં હાર્દિક પટેલની હાજરીમાં નિવેદન આપતાં કહ્યું હતુ કે ચૂંટણી પહેલા એવું લાગે છે કે ભાજપનો સફાયો થઈ જશે પરંતુ સફાયો આપણો એટલે કે કોંગ્રેસનો થઈ જાય છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:Attack on BSF/ભારતમાં ઘૂસવાનો પ્રયાસ કરતા બાંગ્લાદેશીઓએ BSF પર હુમલો કર્યો, એક દાણચોરનું મોત

આ પણ વાંચો:Lok Sabha Elections 2024/PM મોદીની તસવીરો હટાવી દેવી જોઈએ, કાર્યકર્તાએ ચૂંટણી પંચને કાનૂની નોટિસ મોકલી

આ પણ વાંચો: Sabarmati Express Train/રાજસ્થાનમાં સાબરમતી એક્સપ્રેસને નડ્યો અકસ્માત, માલાગાડી સાથે ટક્કર થતા પાટા પરથી ઉતરી ટ્રેન, મુસાફરો ઇજાગ્રસ્ત