પાલીતાણા/ નપામાં કોંગ્રેસના 31 ઉમેદવારના ફોર્મ રદ થવા મામલે HCએ કહ્યું, – ગુંડાગીરી નહિ જ ચાલે

નપામાં કોંગ્રેસના 31 ઉમેદવારના ફોર્મ રદ થવા મામલે HCએ કહ્યું, – ગુંડાગીરી નહિ જ ચાલે

Top Stories Gujarat Others
લગ્ન 19 નપામાં કોંગ્રેસના 31 ઉમેદવારના ફોર્મ રદ થવા મામલે HCએ કહ્યું, - ગુંડાગીરી નહિ જ ચાલે

આજરોજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મની ચકાસણી હાથ ધરવામાં આવી હતી. જેમાં પાલીતાણા ખાતે કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. એક સાથે ૩૧ ઉમેદવારના ફોર્મ રદ કરવામાં આવ્યા છે, જયારે માત્ર 5 ફોર્મ જ માન્ય રાખવામાં આવ્યા છે. એક સાથે મોટી સંખ્યામાં ફોર્મ રદ્દ કરવામાં આવતા કોંગ્રેસને મોટો ફટકો પડ્યો હતો.

પાલીતાણા નગરપાલિકા ચૂંટણીમાં કોંગ્રેસ ના 31 ફોર્મના મેન્ડેટ ના હોવાથી નિયમ અનુસાર રદ કરવામાં આવ્યા હતા.  અત્રે ઉલ્લેખનીય છે બે દિવસ પહેલા કોંગ્રેસના પ્રમુખ મેન્ડેટ જમા કરાવવા જતા હતા ત્યારે કોઈ ઇસમોએ મેન્ડેટ ફાડી નાખ્યા હતા. માત્ર 5 ફોર્મ જ માં મેન્ડેટ જમા થયા હતા.  જે ફોર્મ માન્ય રખાયા અને બાકીના રદ કરવામાં આવ્યા હતા.

ભાવનગરના પાલિતાણા નગર પાલિકામાં અજાણ્યા શખ્સ દ્વારા મેન્ડેટ ફાડી નાખવાનો વિવાદ હાઈકોર્ટમાં પહોંચ્યો હતો. તેમજ સમગ્ર બાબતને ગંભીરતાથી લઈને હાઈકોર્ટે તત્કાલ સુનાવણીની પરવાનગી આપી હતા. અને હવે આ મામલે  હાઈ કોર્ટે કોંગ્રેસની તરફેણમાં ચુકાદો આપ્યો છે. કોંગ્રેસની અપીલને કોર્ટ દ્વારા યોગ્ય ગણી આવતી કાલ 11 વાગ્યાં પહેલા ફોર્મ જમા કરાવવા મંજૂરી આપી છે. હાઇકોર્ટે અરજદારની રજૂઆતને સ્વીકારી હતી અને  સ્થાનિક ઇલેક્શન ઓફિસરનો હાઇકોર્ટે  ઉધડો લીધો હતો. અને કહ્યું હતું કે, ગુંડાગીરીને સ્વીકારી શકાય નહિ, મેન્ડેટને ફાડવું તે અયોગ્ય છે. ચૂંટણીમાં ફોર્મ ફરી ભરવા દેવા હાઇકોર્ટે આદેશ કર્યો

આ મુદ્દે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રવીણભાઈ રાઠોડ દ્વારા માહિતી આપી જણાવ્યું હતું કે મેન્ડેડ તૈયાર કરી તમામ ફોર્મ ચૂંટણી અધિકારીને આપવામાં આવશે. ઉલ્લેખનિય છે કે, ઉમેદવારીફોર્મ ભરવાના અંતિમ દિવસે જ શહેર કોંગ્રેસ પ્રમુખ કરણ મોરી મેન્ડેડ જમા કરવા માટે પહોંચ્યા હતા. ત્યારે કોંગ્રેસના ઉમેદવારના મેન્ડેડ કોઈ અજાણ્યા ઈસમ દ્વારા ફાડી નાખવામાં આવ્યા હતા.  જેને પગલે ચૂંટણી અધિકારીએ કોંગ્રેસમાં 31 ઉમેદવારના ફોર્મ અમાન્ય ગણ્યા હતા.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ 

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ