કૃષિ આંદોલન/ PM મોદીનું દિલ માત્ર ઉદ્યોગપતિઓ માટે જ ધડકે છે : ખેડૂત મહાપંચાયતમાં પ્રિયંકા ગાંધીનો તંજ

ઉત્તર પ્રદેશના સહારનપુરમાં કોંગ્રેસ મહામંત્રી પ્રિયંકા ગાંધી વાડ્રાએ ખેડૂત મહાપંચાયતને સંબોધન કર્યું હતું. આ દરમિયાન તેમણે કહ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું દિલ તો ઉદ્યોગપતિઓ માટે જ ધડકે છે.

Top Stories India Trending
priyanka gandhi and pm modi PM મોદીનું દિલ માત્ર ઉદ્યોગપતિઓ માટે જ ધડકે છે : ખેડૂત મહાપંચાયતમાં પ્રિયંકા ગાંધીનો તંજ

ઉત્તર પ્રદેશના સહારનપુરમાં કોંગ્રેસ મહામંત્રી પ્રિયંકા ગાંધી વાડ્રાએ ખેડૂત મહાપંચાયતને સંબોધન કર્યું હતું. આ દરમિયાન તેમણે કહ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું દિલ તો ઉદ્યોગપતિઓ માટે જ ધડકે છે. તેમણે કહ્યું કે, ફક્ત પૈસાવાળા લોકોને જ કૃષિ કાયદાથી ફાયદો થશે. સહારનપુરમાં ખેડૂત મહાપંચાયતમાં પ્રિયંકા ગાંધી વાડરાએ કહ્યું હતું કે, સરકારે બનાવેલા કૃષિ કાયદાઓ રાક્ષસ જેવા કાયદા છે જે ખેડૂતોને મારવા માગે છે. પહેલો કાયદો ભાજપ નેતૃત્વના પુંજીપતિઓ માટે જમાંખોરીનો દરવાજો ખોલશે.

આઝાદી / અળખામણા થયેલા ગુલામ નબી આઝાદનો ‘આઝાદી’ બાદ કોંગ્રેસને માર્મીક ટોણો

Image result for pm modi and businessmans

ખેડૂત મહાપંચાયતમાં પ્રિયંકા ગાંધીએ મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા અને કહ્યું હતું કે “ખેડૂતોણે બદનામ કરવામાં આવી રહી છે.” આજે ખેડૂતોને દેશદ્રોહી કહેવામાં આવી રહ્યા છે. પીએમ મોદીએ આખી દુનિયાની મુસાફરી કરી પરંતુ તે ખેડૂતોની વચ્ચે આવ્યા નહીં. “તેમણે કહ્યું કે” મોદી સરકાર બધુ વેચવા માંગે છે. ફક્ત થોડા પુંજીપતિઓને જ આ લાભ થશે. ”

મંતવ્ય / નગર નિગમ ચૂંટણીઓમાં અનિવાર્ય મતદાન પ્રાવધાન કેટલું જરૂરી ?

Image result for priyanka gandhi and pm modi

તમારી જમીનનું આંદોલન છે- પ્રિયંકા

વડા પ્રધાન મોદી પર નિશાન સાધતા પ્રિયંકાએ કહ્યું કે,- 56 ઇંચની છાતીની અંદર એક નાનું હૃદય છે જે ફક્ત કેટલાક ઉદ્યોગપતિઓ માટે જ ધબકી રહ્યું છે. 16,000 કરોડના 2 વિમાન લીધાં છે અને સંસદના બ્યુટિફિકેશનમાં 20,000 કરોડ ખર્ચ કર્યા છે, પરંતુ આજદિન સુધીમાં ખેડૂતોના 15,000 કરોડ ચૂકવ્યા નથી. તેણે કહ્યું, જાગો, તમે જેની પાસે અપેક્ષા કરો છો તે તમારા માટે કંઈ કરશે નહીં. હવે તમે સમજ્યા, જે લોકો તમને આ મોટા વચનો આપે છે તેના શબ્દો ખોટા છે.

બજેટ સત્ર / રાષ્ટ્રપતિના અભિભાષણ પર PM મોદીનું સંસદમાં સંબોધન – કોંગ્રેસ પાર્ટીને કહ્યું કન્ફ્યુઝ પાર્ટી

Image result for priyanka gandhi and pm modi

પ્રિયંકાએ અપીલ કરી હતી અને કહ્યું હતું કે આ તમારી જમીનનું આંદોલન છે. પીછેહઠ ન કરો. બીલ પાછા ન આવે ત્યાં સુધી લડત ચાલુ રાખો . જ્યારે કોંગ્રેસની સરકાર આવશે, ત્યારે આ તમામ બિલ પરત લેવામાં આવશે. તમને ટેકાના ભાવની સંપૂર્ણ કિંમત મળશે. અમે તમને ધર્મ અને બ જાતિના નામે તોડશે નહીં કે તમને વહેંચીશું નહીં, અમે તમને એક સુત્રે જોડીને રાખીશું.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કેગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છેબાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોયચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…