Amazing/ જુવો કઈ રીતે ITBP અને સૈન્ય જવાનો કરી રહ્યા છે ‘રેસ્ક્યૂ ઓપરેસન’ આ વિડીયોમાં…

ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં આવેલા ઋષિગંગામાં ગ્લેશિયર તૂટવાથી આવેલી કૂદરતી હોનારત દરમિયાન ભારતીય ભૂમીદળ, એરફોર્સ, નેવી, આઈટીબીપી અને એનડીઆરએફના જાંબાઝ જવાન

India Videos
itbp જુવો કઈ રીતે ITBP અને સૈન્ય જવાનો કરી રહ્યા છે 'રેસ્ક્યૂ ઓપરેસન' આ વિડીયોમાં...

ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં આવેલા ઋષિગંગામાં ગ્લેશિયર તૂટવાથી આવેલી કૂદરતી હોનારત દરમિયાન ભારતીય ભૂમીદળ, એરફોર્સ, નેવી, આઈટીબીપી અને એનડીઆરએફના જાંબાઝ જવાન જે રીતે યુદ્ધના ધોરણે બચાવ કામગીરી કરી રહ્યા છે. તે કામગીરી જોતાં તેમને સો-સો તોપોની સલામી આપવાનું મન અને માન થાય છે.

દેશનાં આ સશસ્ત્ર દળો અલગ અલગ ટૂકડીઓનાં ફક્ત પોતાનાં જહાજો અને હેલીકોપ્ટર દ્વારા તાત્કાલિક એનડીઆરએફની ટીમોને ઘટનાસ્થળે એરલિફ્ટ કરીને દિવસ-રાત યુદ્ધ સ્તર પર રાહત-બચાવ કાર્ય કરી રહી છે. ગ્લેશિયર તૂટવાથી આવેલા પૂરમાં ફસાયેલા શક્ય તમામ લોકોને રેસ્ક્યુ કરી તેમના જીવ બચાવવામાં આવી રહ્યા છે.

ITBP – આઇટીબીપી અને અન્ય એજન્સીઓ બચાવ કામગીરી ચાલુ હોવાથી તપોવન ટનલની અંદર પાઈપો અને વાયરના છૂટક છેડા કાપી રહ્યા છે. ટનલના અધિકારીઓ પણ અંદરની ટનલને સરખી કરવામાં મદદ કરી રહ્યા છે. આઇટીબીપી, એનડીઆરએફ, સૈન્ય અને સ્થાનિક વહીવટીતંત્રના વરિષ્ઠ અધિકારીઓ, એજન્સીઓની બેઠક આજે આગળની કાર્યવાહીનો નિર્ણય લેવા માટે થવાની છે, જો કે રેસ્ક્યુ કાર્ય તો અવિરત રીતે ચાલી જ રહ્યું છે. ત્યારે આવો તમે પણ જુએ આપણા જવાનો કેવી રીતે કરી રહ્યા છે રેસ્ક્યુ આ વીડિયોનાં માધ્યમથી…

જુઓ આ વીડિયો

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કેગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છેબાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોયચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…