TMC leader Shahjahan Shaikh/ સંદેશખાલી હિંસાના મુખ્ય આરોપી TMC નેતા શાહજહાં શેખની પોલીસે ધરપકડ કરી, 10 દિવસ પોલીસ કસ્ટડીમાં રહેશે

પશ્ચિમ બંગાળમાં સંદેશખાલી હિંસાના મુખ્ય આરોપી શાહજહાં શેખની ગુરુવારે ધરપકડ કરવામાં આવી હતી. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ના અધિકારીઓની ટીમ પર હુમલા બાદ તૃણમૂલ કોંગ્રેસ (TMC) નેતા શેખ ફરાર થઈ ગયો હતો.

Top Stories India Breaking News
YouTube Thumbnail 2024 02 29T113512.321 સંદેશખાલી હિંસાના મુખ્ય આરોપી TMC નેતા શાહજહાં શેખની પોલીસે ધરપકડ કરી, 10 દિવસ પોલીસ કસ્ટડીમાં રહેશે

પશ્ચિમ બંગાળમાં સંદેશખાલી હિંસાના મુખ્ય આરોપી શાહજહાં શેખની ગુરુવારે ધરપકડ કરવામાં આવી હતી. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ના અધિકારીઓની ટીમ પર હુમલા બાદ તૃણમૂલ કોંગ્રેસ (TMC) નેતા શેખ ફરાર થઈ ગયો હતો. કલકત્તા હાઈકોર્ટના આદેશ પર પોલીસે તેની ધરપકડ કરી હતી. આરોપીને બસીરહાટ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાં તેને દસ દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો.

પોલીસે જણાવ્યું કે શાહજહાં શેખ ઉત્તર 24 પરગણા જિલ્લાના મીનાખામાં એક ઘરમાં છુપાયો હતો, જ્યાંથી તેની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરી 14 દિવસની કસ્ટડી માંગી હતી. પરંતુ કોર્ટે દસ દિવસની પોલીસ કસ્ટડી મંજૂર કરી હતી.

પશ્ચિમ બંગાળના સંદેશખાલીના મુખ્ય આરોપી અને ટીએમસી નેતા શેખ શાહજહાંની ધરપકડ કરવામાં આવી છે. કોલકાતા હાઈકોર્ટના આદેશ પર બંગાળ પોલીસે તેની ધરપકડ કરી છે. સંદેશખાલીની મહિલાઓએ શાહજહાં શેખ અને તેના સમર્થકો પર યૌન શોષણ અને જમીન પચાવી પાડવાનો આરોપ લગાવ્યો છે. રાજ્યના એડવોકેટ જનરલની અરજી પર હાઈકોર્ટે ગયા સોમવારે શાહજહાં શેખની ધરપકડ કરવાનો આદેશ આપ્યો હતો. જસ્ટિસ ટીએસ શિવગનમની સિંગલ બેન્ચે 7 ફેબ્રુઆરીના તેના આદેશમાં ED અધિકારીઓ પરના હુમલાની તપાસ માટે સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) અને પશ્ચિમ બંગાળ પોલીસની સંયુક્ત વિશેષ તપાસ ટીમ (SIT)ની રચના પર રોક લગાવી હતી. બાદમાં કોર્ટને જાણવા મળ્યું કે શેખ લાંબા સમયથી ફરાર હતો. જે બાદ કોર્ટે નિર્દેશ આપ્યો હતો કે CBI અને ED શેખની ધરપકડ કરવા માટે સ્વતંત્ર છે.

આ પહેલા બુધવારે હાઈકોર્ટે દિલ્હીથી સંદેશખાલીની મુલાકાત લેવા આવેલી ફેક્ટ ફાઈન્ડિંગ ટીમને પરવાનગી આપી હતી. ગત રવિવારે સમિતિના પ્રતિનિધિઓએ સંદેશખાલી જવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ પોલીસે તેમને અધવચ્ચે જ અટકાવ્યા હતા. કમિટીએ હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો. આ પછી હાઈકોર્ટના જસ્ટિસ કૌશિક ચંદ્રાની ડિવિઝન બેંચે તેમને સંદેશખાલી જવાની મંજૂરી આપી હતી.

કાયદો અને વ્યવસ્થાને લઈને ભાજપના બે દિવસીય ધરણા , રાજ્યની વિપક્ષ ભાજપ આ મુદ્દે સરકાર પર સતત પ્રહારો કરી રહી છે. સંદેશખાલીમાં કાયદો અને વ્યવસ્થાની ખરાબ સ્થિતિ અને TMC નેતાઓના કથિત અત્યાચાર સામે તેમનો વિરોધ ચાલુ છે. પાર્ટીના રાજ્ય એકમના ટોચના નેતાઓએ બુધવારે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની પ્રતિમા પાસે ધરણા શરૂ કર્યા. આ દરમિયાન ભાજપના પ્રવક્તા સમિક ભટ્ટાચાર્યએ કહ્યું કે બંગાળમાં કાયદો અને વ્યવસ્થા સંપૂર્ણપણે પડી ભાંગી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અમિત શાહ ગાંધીનગર લોકસભા બેઠક પરથી ચૂંટણી લડશે! જાણો ગુજરાતમાં ટિકિટના દાવેદાર કોણ છે

આ પણ વાંચો:છેલ્લા ત્રણ વર્ષમાં 25 હજારથી વધુ લોકોએ કર્યો આપઘાત, જેમાંથી લગભગ 500 છે વિદ્યાર્થીઓ

આ પણ વાંચો:ગોપાલજી મંદિરની જમીન પર પાપીઓનો કબજો, ટ્રસ્ટે કરી ગૃહમંત્રીને ન્યાય માટે અરજી

આ પણ વાંચો:વિદેશી સામાનની વધુ તપાસ ન કરવા લાંચ લેતા કસ્ટમના બે અધિકારી સહિત 3 ઝડપાયા