Not Set/ છારા નગર ઘર્ષણ મામલો : મેટ્રો કોર્ટે આ 8 શખ્સો સામે જાહેર કર્યું સમન્સ

26 મી જુલાઈની મોડી રાત્રે અમદાવાદના છારા નગર વિસ્તારમાં થયેલી પોલીસ અને સ્થાનિકો વચ્ચેની હિંસાનો મામલો થયો હતો. મેટ્રો કોર્ટે જેસીપી અશોક યાદવ, ડીસીપી શ્વેતા શ્રીમાળી અને પીઆઇ વિરાણી , પીએસઆઇ ડી.કે. મોરી, પીએસઆઇ ઢીલોન, ડીજી પટેલ સહીત 8 સામે સમન્સ જાહેર કર્યું છે. આ મામલે 11મી ઓક્ટોબરે આરોપીઓને હાજર રહેવા મેટ્રો કોર્ટે આદેશ કર્યો છે. જણાવી […]

Top Stories Gujarat
DjWN3vjVsAAicQ9 છારા નગર ઘર્ષણ મામલો : મેટ્રો કોર્ટે આ 8 શખ્સો સામે જાહેર કર્યું સમન્સ

26 મી જુલાઈની મોડી રાત્રે અમદાવાદના છારા નગર વિસ્તારમાં થયેલી પોલીસ અને સ્થાનિકો વચ્ચેની હિંસાનો મામલો થયો હતો. મેટ્રો કોર્ટે જેસીપી અશોક યાદવ, ડીસીપી શ્વેતા શ્રીમાળી અને પીઆઇ વિરાણી , પીએસઆઇ ડી.કે. મોરી, પીએસઆઇ ઢીલોન, ડીજી પટેલ સહીત 8 સામે સમન્સ જાહેર કર્યું છે.

આ મામલે 11મી ઓક્ટોબરે આરોપીઓને હાજર રહેવા મેટ્રો કોર્ટે આદેશ કર્યો છે. જણાવી દઈએ કે છારા નગર પોલીસ દમનના મામલામાં પોલીસે કુલ 29 જેટલા આરોપીઓ વિરુદ્ધમાં પોલીસ ઉપર અત્યાચાર ગુજારવાનો અને રાયોટિંગ સહિતની કલમો મુજબનો કેસ દાખલ કરીને તેમની ધરપકડ કરી હતી. ધરપકડ કર્યા બાદ તેમને મેજિસ્ટ્રેટની સમક્ષ રજુ કર્યા હતા. દરમિયાન કોર્ટે તમામને જ્યુડીશિયલ કસ્ટડીમાં મોકલી દેવાનો હુકમ કર્યો હતો.

જણાવી દઈએ કે છારા નગરમાં ચાલતુ દારૂબંધીની રેડ કરવા ગયેલી પોલીસ પર હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં પીએસઆઈ સાથે હુમલામાં 4 પોલીસકર્મી ઇજાગ્રસ્ત થયાં છે. તેમજ પીએસઆઈને સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.