Loksabha Election 2024/ લોકસભા ચૂંટણીની તારીખ સપ્તાહના અંતમાં જાહેર થવાની સંભાવના, ચૂંટણી પંચ આપશે માહિતી

લોકસભા ચૂંટણીની તારીખ આ સપ્તાહના અંતમાં જાહેર થવાની સંભાવના છે. ચૂંટણી પંચ 16 અથવા 17મી માર્ચે પ્રેસ કોન્ફરન્સ સંબોધન કરી ચૂંટણીનું સમયપત્રક જાહેર કરી શકે છે.

Top Stories India Politics
YouTube Thumbnail 2024 03 12T133455.316 લોકસભા ચૂંટણીની તારીખ સપ્તાહના અંતમાં જાહેર થવાની સંભાવના, ચૂંટણી પંચ આપશે માહિતી

લોકસભા ચૂંટણીની તારીખ આ સપ્તાહના અંતમાં જાહેર થવાની સંભાવના છે. ચૂંટણી પંચ 16 અથવા 17મી માર્ચે પ્રેસ કોન્ફરન્સ સંબોધન કરી ચૂંટણીનું સમયપત્રક જાહેર કરી શકે છે.  ચૂંટણીની તારીખો લઈને ચર્ચાઈ રહ્યું છે કે 7 થી 8 તબક્કામાં મતદાન થઈ શકે છે. જે અંતર્ગત પ્રથમ તબક્કો 17મી એપ્રિલથી શરૂ થઈ શકે છે અને અંતિમ તબક્કાનું મતદાન 26 થી 28મી મે વચ્ચે થવાનું અનુમાન છે. મહત્વનું છે કે 16 જૂન 2024ના રોજ 17મી લોકસભાનો કાર્યકાળ પૂરો થઈ રહ્યો છે. આથી જૂન પહેલા ચૂંટણી યોજાય અને તેના પરિણામો પણ આવી જાય માટે જૂન પહેલા તબક્કાવાર ચૂંટણી અને પરિણામો ઘોષિત થાય તેવું ચૂંટણી પંચનું આયોજન રહેશે.

Utility News: How to make election card at home before Lok Sabha elections Find out what documents are required | Voter ID Card: લોકસભા ચૂંટણી પહેલા ઘરે બેઠા કેવી રીતે બનાવશો ચૂંટણી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિતશાહનું ગૃહરાજ્ય ગુજરાત હોવાના નાતે લોકસભા ચૂંટણી વધુ ચર્ચાસ્પદ બની છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં છેલ્લી બે ટર્મથી ભાજપ મોટી સફળતા મેળવી છે. આ વખતે પીએમ મોદીએ 370નો મહત્વાકાંક્ષી લક્ષ્યાંક રાખતા લોકસભા ચૂંટણી વધુ રસપ્રદ બની રહેશે. ગુજરાતમાં 17મી એપ્રિલે મતદાનની શક્યતા દેખાઈ રહી છે જ્યારે હિન્દી ભાષી રાજ્યોમાં 17મી એપ્રિલે મતદાન થઈ શકે છે.

લોકસભા ચૂંટણીમાં સંભવત સાતથી આઠ તબક્કાઓ એપ્રિલ અને મે મહિના દરમ્યાન પૂર્ણ કરવામાં આવે તેવી શકયતા છે. જ્યારે મતોની ગણતરી 28 થી 30મી મે વચ્ચે કરવામાં આવી શકે છે. ઉલ્લેખનીય છે કે ભારતની લોકસભા ચૂંટણી પર ફક્ત દેશ અને વિપક્ષના લોકો નહી પરંતુ પાડોશી દેશો સિવાય વિશ્વના અગ્રણી દેશોની નજર હોય છે. ચૂંટણી પંચ આ સપ્તાહના અંત સુધીમાં ચૂંટણીની તારીખો અને પરિણામોના શિડ્યુલ અંગે જાહેરાત કરી શકે છે.

વર્ષ 2014માં લોકસભાની ચૂંટણી નવ તબક્કામાં યોજાઈ હતી જ્યારે વર્ષ 2019માં સાત તબક્કામાં મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ હતી. પીએમ મોદી વન નેશન વન ઇલેક્શન ફોર્મ્યુલામાં માને છે. પરંતુ તે તત્કાલ સંભવ ના હોવાથી ધીમે-ધીમે તબક્કાની સંખ્યા ક્રમશઃ ઘટાડવામાં આવી રહી છે. ત્યારે હવે 2024માં યોજનાર લોકસભા ચૂંટણીમાં સંભવત પાંચ કે છ તબક્કામાં ચૂંટણી યોજાય તેવી સંભાવનાને નકારી શકાઈ નહી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ 

આ પણ વાંચોઃ 

આ પણ વાંચોઃ