Stock Market/ શેરબજાર મામૂલી ઘટાડા સાથે ખૂલ્યા બાદ સેન્સેક્સ અને નિફ્ટીના કારોબારમાં જોવા મળ્યો ઉછાળો

ભારતીય શેરબજારો મંગળવારે નજીવા ઘટાડા સાથે ખુલ્યા. જોકે, પાછળથી તેમાં વધારો થયો હતો. એશિયન શેરબજારોમાં ઘટાડાની અસર તેમના પર જોવા મળી હતી.

Top Stories Business
YouTube Thumbnail 2024 03 12T101247.978 શેરબજાર મામૂલી ઘટાડા સાથે ખૂલ્યા બાદ સેન્સેક્સ અને નિફ્ટીના કારોબારમાં જોવા મળ્યો ઉછાળો

ભારતીય શેરબજારો મંગળવારે નજીવા ઘટાડા સાથે ખુલ્યા. જોકે, પાછળથી તેમાં વધારો થયો હતો. એશિયન શેરબજારોમાં ઘટાડાની અસર તેમના પર જોવા મળી હતી. મંગળવારે સવારે BSE સેન્સેક્સ 28.84 પોઈન્ટ ઘટીને 73,473.80 પોઈન્ટ પર અને NSE નિફ્ટી 2.85 પોઈન્ટના ઘટાડા સાથે 22,329.80 પોઈન્ટ પર ખુલ્યો હતો. જોકે, બાદમાં સેન્સેક્સ અને નિફ્ટીમાં વધારો જોવા મળ્યો હતો. સવારે 9.55 વાગ્યા સુધીમાં સેન્સેક્સ 385.38 પોઈન્ટ વધીને 73,888.02 પોઈન્ટ પર પહોંચ્યો હતો. આ સાથે નિફ્ટીમાં 72.10 પોઈન્ટનો વધારો થયો છે અને તે 22,404.75 પોઈન્ટ પર પહોંચી ગયો છે.

ટીસીએસ, ઇન્ફોસીસ, એચસીએલ ટેક, વિપ્રો અને સન ફાર્મા શરૂઆતના કારોબારમાં સેન્સેક્સ પર ટોપ ગેઇનર હતા. આ સિવાય ITC, HUL, બજાજ ફિનસર્વ, નેસ્લે અને બજાજ ફાઇનાન્સ ટોપ લૂઝર બન્યા છે. આ ઉપરાંત નિફ્ટીમાં TCS, ટેક મહિન્દ્રા, BPCL, LTI માઇન્ડટ્રી અને ઇન્ફોસિસ ટોપ ગેઇનર્સ હતા અને ITC, HUL, HDFC લાઇફ, બ્રિટાનિયા અને બજાજ ફિનસર્વ ટોપ લુઝર હતા. બ્રિટિશ અમેરિકન ટોબેકો દ્વારા ITCમાં મોટો હિસ્સો વેચવાના સમાચારની અસર ITCના શેર પર દેખાઈ રહી છે.

ભારતીય શેરબજાર પર વૈશ્વિક બજારની અસર થઈ રહી છે. છતાં ભારત એક મજબૂત અર્થવ્યવસ્થા બનવા તરફ આગળ વધી રહ્યું છે. છેલ્લા ઘણા સમયથી બજારમાં મંદી ઓછી અને વધુ તેજી જોવા મળે છે. ભારતની અર્થવ્યસ્થામાં ઝડપી સુધારો થઈ રહ્યો છે. છતાં વર્લ્ડ બેંકે 2007માં ઓછી આવકવાળા દેશનો દરજ્જો આપ્યો છે. હાલમાં ભારતની અર્થવ્યવસ્થા જે ગતિએ આગળ વધી રહી છે તે જોતાં વર્ષ 2036માં ભારતનું અર્થતંત્ર ઉચ્ચ મધ્યમ આવક જૂથમાં પ્રવેશ કરશે. આઝાદી મળ્યાના 100મા વર્ષમાં ભારત 15 ટ્રિલિયન ડોલરના આંકડાને પાર કરી જશે. ઈન્ડિયા રેટિંગ્સ એન્ડ રિસર્ચએ આગાહી કરી છે કે નાણાકીય વર્ષ 2033 થી 2036 વચ્ચે ભારતીય અર્થવ્યવસ્થામાં આ મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અકસ્માત/મધ્યપ્રદેશના રાયસેનમાં ગમખ્વાર અકસ્માત, જાનૈયાઓ પર ટ્રક ફરી વળતા પાંચ લોકોના મોત

આ પણ વાંચો:Weather Updates/ફરી બદલાશે મોસમનો મિજાજ, UPમાં આ દિવસે પડશે વરસાદ; આ રાજ્યોમાં પણ IMD એલર્ટ

આ પણ વાંચો:લોકસભા ચૂંટણી/આંધ્રમાં NDAની સીટ વહેંચણીની ફોર્મ્યુલા ફાઈનલ, TDP 17 સીટો પર અને ભાજપ 6 પર ચૂંટણી લડશે