લોકસભા ચૂંટણી/ આંધ્રમાં NDAની સીટ વહેંચણીની ફોર્મ્યુલા ફાઈનલ, TDP 17 સીટો પર અને ભાજપ 6 પર ચૂંટણી લડશે

લોકસભાની ચૂંટણી માટે રાજકીય પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. બીજી તરફ ભાજપ દક્ષિણમાં પોતાનો કિલ્લો મજબૂત કરવા માટે પ્રાદેશિક પક્ષો સાથે વાત કરી રહી છે

Top Stories India
13 2 આંધ્રમાં NDAની સીટ વહેંચણીની ફોર્મ્યુલા ફાઈનલ, TDP 17 સીટો પર અને ભાજપ 6 પર ચૂંટણી લડશે

દેશમાં આગામી સામાન્ય ચૂંટણીને હવે થોડો જ સમય બાકી છે. લોકસભાની ચૂંટણી માટે રાજકીય પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. બીજી તરફ ભાજપ દક્ષિણમાં પોતાનો કિલ્લો મજબૂત કરવા માટે પ્રાદેશિક પક્ષો સાથે વાત કરી રહી છે. હવે એવી માહિતી આવી રહી છે કે આંધ્રમાં BJP, ચંદ્રબાબુ નાયડુની તેલુગુ દેશમ પાર્ટી (TDP) અને પવન કલ્યાણની પાર્ટી જનસેનાએ આગામી લોકસભા અને વિધાનસભા ચૂંટણી એકસાથે લડવાનો નિર્ણય કર્યો છે. ત્રણેય પક્ષો વચ્ચે સીટ વહેંચણીની ફોર્મ્યુલા પર સહમતિ બની છે. આંધ્રપ્રદેશમાં ટીડીપી 17 લોકસભા સીટો પર, ભાજપ 6 સીટો પર અને પવન કલ્યાણની પાર્ટી જનસેના 2 સીટો પર ચૂંટણી લડશે.

લોકસભાની ચૂંટણી ઉપરાંત વિધાનસભાની ચૂંટણી માટે પણ ત્રણેય પક્ષો વચ્ચે ગઠબંધન થયું છે. વિધાનસભા ચૂંટણીમાં TDP 144 સીટો પર, BJP 10 અને JSP 21 સીટો પર ચૂંટણી લડશે. સીટ શેરિંગ ફોર્મ્યુલા પર માહિતી આપતા ચંદ્રબાબુ નાયડુએ કહ્યું કે આજે અમરાવતીમાં બીજેપી, ટીડીપી અને જેએસપીએ સીટ શેરિંગ માટે જબરદસ્ત ફોર્મ્યુલા બનાવી છે. હું આંધ્રપ્રદેશના મારા લોકોને નમ્રતાપૂર્વક આ ગઠબંધન પર તેમના આશીર્વાદ આપવા અને તેમની સેવા કરવા માટે અમને ઐતિહાસિક આદેશ આપવાનું આહ્વાન કરું છું.