Not Set/ અમેરિકા : વિડીયો ગેમ પાછળ એટલું ગાંડુ થયું આ યુગલ કે પોલીસ આવી ગઈ અને પછી…

વિડીયો ગેમ પાછળ લોકો શું કરી બેસતા હોય છે તે વિચાર કલ્પના બહાર છે. વિડીયો ગેમ પાછળ ગાંડા થયેલા લોકોના પરાક્રમને લીધે પોલીસને દોડાદોડી થઇ ગઈ હતી. અમેરિકામાં ફ્લોરીડામાં આવો એક કિસ્સો સામે આવ્યો છે. અહી એક ઘરમાંથી અજીબોગરીબ અવાજ સંભળાતા પડોશીએ પોલીસને ફોન કર્યો હતો. પડોશીએ ઈમરજન્સી સર્વિસમાં ફોન કરીને કહ્યું કે તેની બાજુ […]

Top Stories World Trending
download 1 અમેરિકા : વિડીયો ગેમ પાછળ એટલું ગાંડુ થયું આ યુગલ કે પોલીસ આવી ગઈ અને પછી...

વિડીયો ગેમ પાછળ લોકો શું કરી બેસતા હોય છે તે વિચાર કલ્પના બહાર છે. વિડીયો ગેમ પાછળ ગાંડા થયેલા લોકોના પરાક્રમને લીધે પોલીસને દોડાદોડી થઇ ગઈ હતી.

અમેરિકામાં ફ્લોરીડામાં આવો એક કિસ્સો સામે આવ્યો છે. અહી એક ઘરમાંથી અજીબોગરીબ અવાજ સંભળાતા પડોશીએ પોલીસને ફોન કર્યો હતો.

પડોશીએ ઈમરજન્સી સર્વિસમાં ફોન કરીને કહ્યું કે તેની બાજુ વાળા મકાનમાં લોકો ઝઘડો રહ્યા છે અને તેમનો ઝઘડો સાંભળીને એવું લાગી રહ્યું છે કે ક્યાંક કોઈ અપ્રિય ઘટના ન બની જાય.

સુત્રોના જણાવ્યા પ્રમાણે કોલરે કહ્યું હતું કે જયારે તેની બહેન ઘરની બહાર સિગરેટ પી રહી હતી ત્યારે તેણે કઈક વિચિત્ર અવાજ સાંભળ્યા હતા. ઘરમાંથી કોઈક બોલી રહ્યું હતું કે બચાવો..બચાવો…મને ન મારો.. તો સામેથી એક પુરુષનો અવાજ આવી રહ્યો હતો કે તે મારી બંદુક કેમ લીધી છે.

જયારે પોલીસ તેની ટીમની સાથે ફરિયાદમાં જણાવેલ ઘરે પહોચી ત્યારે ત્યાનો નજરો કઈક અલગ જ હતો. આ ઘરમાં એક કપલ તેની દીકરી સાથે ગેમ રહી હતું. વિડીયો ગેમ ‘ કોલ ઓફ ડ્યુટી ‘ રમતી વખતે આં પ્રકારના અવાજ કરી રહ્યા હતા. પોલીસને ખાલી હાથે જ પાછા ફરવાનો વારો આવ્યો હતો.