પાલનપુરઃ છેલ્લા કેટલાક સમયથી રાજ્યમાં હાર્ટ અટેકના કિસ્સામાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. ત્યારે ગુજરાતમાં વધુ એક હાર્ટ એટક બાદ મોતના સમાચાર સામે આવ્યા છે.
બનાસકાંઠાના પાલનપુરમાં એક 20 વર્ષીય યુવતીનું હાર્ટ એટેક આવતા મોત નીપજ્યું છે. યુવતી ખેતરમાં કામ કરી રહી હતી ત્યારે અચાનક ઢળી પડી હતી.
આ બનાવની મળતી વિગત અનુસાર પાલનપુરના આકેસણમાં 20 વર્ષની યુવતી ભૂમિકા મોરનું હાર્ટ એટેકને કારણે મોત થયું છે. ખેતરમાં યુવતી ઘાસચારો વાઢતા સમયે અચાનક છાતીમાં દુ:ખાવો ઉપડ્યો હતો અને અચાનક ઢળી પડી હતી, જે બાદ તેને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી.
જોકે, યુવતીને સારવાર મળે તે પહેલા જ ફરજ પર હાજર તબીબોએ તેને મૃત જાહેર કરી હતી. 20 વર્ષીય યુવતીના મોતને પગલે પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.
બનાસકાંઠા જિલ્લામાં નાની વયે હાર્ટ એટેકને કારણે અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.
આ પણ વાંચોઃ Surat/ફરી BRTS બસે આધેડને અડફેટે લીધો, લોકોએ ડ્રાઇવરને જાહેરમાં લમધાર્યો
આ પણ વાંચોઃ Murder/રાજકોટમાં લુખ્ખાતત્વો બેફામ, પૈસાની લેતી દેતીમાં યુવકને છરીના ઘા ઝીંકી રહેંસી નાખ્યો
આ પણ વાંચોઃ Mass Suicide/સુરતમાં પરિવારનો સામૂહિક આપઘાત, સાતના મોત