Heart Attack/ શિયાળામાં બ્લડ પ્રેશર વધતા હાર્ટએટેકનું જોખમ ટાળવા કરો આ ઉપાય

શિયાળામાં ખાંસી, શરદી, નબળી રોગપ્રતિકારક શક્તિ, સાંધાનો દુખાવા સાથે હાઈ બ્લડ પ્રેશર પણ જોવા મળે છે. હાઈ બ્લડ પ્રેશર વધતા હાર્ટએટેકનું જોખમ વધે છે. 

Top Stories Lifestyle
Mantay 11 શિયાળામાં બ્લડ પ્રેશર વધતા હાર્ટએટેકનું જોખમ ટાળવા કરો આ ઉપાય

શિયાળાની ઋતુ લોકોને વધુ પસંદ હોય છે. પરંતુ જેમ-જેમ ઠંડી વધવા લાગે છે તેમ સ્વાસ્થ્ય સમસ્યામાં પણ વધારો થાય છે. શિયાળાની ઋતુ સાથે ખાંસી, શરદી, નબળી રોગપ્રતિકારક શક્તિ, સાંધાનો દુખાવો અને અસ્થમા વગેરે જેવી સામાન્ય બીમારીઓ પણ આવે છે. જો કે આ સિવાય હાઇપરટેન્શન જેવી સ્વાસ્થ્ય સમસ્યા લોકોને શિયાળામાં વધુ પરેશાન કરે છે, સામાન્ય રીતે ઉનાળામાં હાઈ બ્લડ પ્રેશર ઘટે છે અને શિયાળામાં આ સમસ્યા વધી જાય છે. શિયાળામાં હાઈ બ્લડ પ્રેશર મોટાભાગે રક્ત પરિભ્રમણમાં સમસ્યાઓનું કારણ બને છે અને બ્લડ પ્રેશર વધતા હાર્ટએટેકનું જોખમ વધે છે.

નિષ્ણાતોના મતે, ઠંડીનું વાતાવરણ અથવા આ હવામાનમાં ફેરફારની સીધી અસર બ્લડ પ્રેશર પર પડે છે. 65 અને તેથી વધુ ઉંમરના લોકો હવામાન સંબંધિત બ્લડ પ્રેશરમાં વધઘટ અનુભવે તેવી શક્યતા વધુ હોય છે.

શિયાળાની ઋતુમાં શરીરની ધમનીઓ અને નસો સંકોચાઈ જાય છે. પરિણામે, શરીરના અન્ય ભાગોમાં લોહી પહોંચાડવા માટે વધુ બળની જરૂર પડે છે અને તેના કારણે હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા થાય છે.  વધતું વજન પણ હાઈ બ્લડ પ્રેશરનું કારણ હોઈ શકે છે. વધુમાં, વધુ પડતું મીઠું ખાવાથી પણ બ્લડ પ્રેશર વધી શકે છે. સિગારેટ અને આલ્કોહોલનું સેવન પણ હાઈ બ્લડ પ્રેશરનું કારણ બની શકે છે. જો તમને પહેલાથી જ બ્લડ પ્રેશરની સમસ્યા છે, તો ડૉક્ટરની સલાહ લો અને સમય-સમય પર તમારું બીપી તપાસતા રહો.

હાઈ બ્લડ પ્રેશર દૂર કરવા કરો ઉપાય

આહાર પર વધુ ધ્યાન આપો :  સારું સ્વાસ્થ્ય જાળવવા માટે આહાર સૌથી મહત્વપૂર્ણ છે, તેથી શિયાળામાં બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખવા માટે પૌષ્ટીક આહારનું સેવન કરવું જોઈએ. શિયાળામાં મોટાભાગે મોસમી ફળો અને શાકભાજીનું સેવન કરવાથી સારો લાભ મળશે. જો તમે પહેલેથી બ્લડ પ્રેશરની સમસ્યાથી પરેશાન છો તો ઓછી ચરબીવાળા ખોરાક, ફળો અને ડેરી ઉત્પાદનોનું વધુ સેવન કરો.

કોફીનો ઓછો ઉપયોગ : નિષ્ણાતોના મતે વધુ પડતા કોફીના સેવનથી બ્લડ પ્રેશર અનિયંત્રિત થઈ જાય છે જેનાથી હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા થઈ શકે છે.

ફાસ્ટ ફૂડ ન ખાઓ : ફ્રોઝન પિઝામાં ચીઝ, ટોમેટો સોસ વગેરે જેવી ઘણી વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે જેમાં ખાંડ, સંતૃપ્ત ચરબી અને સોડિયમ વધુ માત્રામાં હોય છે. તેના બદલે, તમે તમારા મનપસંદ શાકભાજી અને ઓછા સોડિયમ ચીઝનો ઉપયોગ કરીને ઘરે પિઝા બનાવી શકો છો.

ટ્રાન્સ ચરબી અને પ્રોસેસ્ડ ખોરાક : ટ્રાન્સ ફેટ અને પ્રોસેસ્ડ ફૂડ્સ જેવા કે ડોનટ્સ, કૂકીઝ, કેક વગેરેથી દૂર રહેવું જોઈએ. આ વસ્તુઓમાં જોવા મળતી ટ્રાન્સ ફેટ શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલનું સ્તર વધારે છે અને સારા કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડે છે, જેનાથી બ્લડ પ્રેશર વધવાનો ખતરો વધી જાય છે.

દરરોજ કસરત કરો : શિયાળામાં બ્લડ પ્રેશર કંટ્રોલ કરવા માટે દરરોજ કસરત કરો. ઉપરાંત, દરરોજ કસરત કરવાથી તમારું સ્વાસ્થ્ય સારું રહે છે અને તમારું વજન નિયંત્રણમાં રહે છે.