રાજનીતિમાં હાલના ઘટનાક્રમો જોતા લાગી રહ્યું છે કે ગુરુવારે એનડીએમાં ખુબ ગંભીર ચિંતન થવાનું છે. હકીકતમાં, ગઈ કેટલીક પેટા-ચુંટણીઓમાં ભાજપની હાર થવાથી એનડીએ પરેશાન છે. એટલે ભાજપે બધા સહયોગી દળોને ભેગા કરવા માટે ગુરુવારે પટનામાં એક ભોજન સમારંભનું આયોજન કર્યું છે. આ ભોજન સમારંભમાં એનડીએના બધા સહયોગી દળોને આમંત્રણ આપવામાં આવ્યું છે. પરંતુ ભોજન સમારંભ પહેલા એનડીએમાં ફૂટ પડતી નજરે ચડે છે.

હકીકતમાં ખબર આવી છે કે આરએલએસપી આ ભોજન સમારંભમાં શામેલ નહિ થાય. રાષ્ટ્રીય લોક સમતા પાર્ટીના અધ્યક્ષ ઉપેન્દ્ર કુશવાહે મહાભોજ પહેલા સાફ કરી દીધું હતું કે, તેઓ આ આયોજનમાં શામેલ થશે નહિ. ભાજપ માટે આ ચિંતા વધારવા વાળી વાત છે. કારણકે ફક્ત બિહાર જ નહી, પરંતુ આખા દેશમાંથી એનડીએના સહયોગી દળો આ મહાભોજ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે.

પેટા-ચૂંટણીમાં ભાજપની થયેલી હારથી એનડીએમાં સીટો માટેની ખેંચ-તાણ શરુ થઇ ગઈ છે. બિહારમાં આવી ખેંચ-તાણ રોકવા માટે ભાજપે એનડીએના સહયોગીઓ માટે મહાભોજ રાખ્યું છે. રીપોર્ટસ મુજબ, ઉપેન્દ્ર કુશવાહાનું કહેવાનું છે કે આ એનડીએની મીટીંગ નથી, આમાં મોટાભાગે જીલ્લા સ્તરના પદાધીકારીઓ અને રાજ્યના નેતાઓ ઉપસ્થિત રહેશે. એમનું કહેવાનું છે કે એમની રાજ્યના નેતાઓ સાથે નહિ, પરંતુ કેન્દ્રના નેતાઓ સાથે વાતચીત છે. તેઓ બિહારના પ્રમુખ સાથે વાત નથી કરતા.

ઉપેન્દ્ર કુશવાહાની માંગ છે કે જો એનડીએની બેઠક બોલાવશે તો તેઓ જરૂર આવશે. એમનું કહેવાનું છે કે જો પીએમ મોદી અને અમિત શાહ બેઠક બોલાવશે તો તેઓ જરૂર શામેલ થશે. જણાવી દઈએ કે ભાજપના આયોજનમાં બિહારના સીએમ નીતીશ કુમાર અને એનડીએ સહયોગીઓમાંથી 1000 નેતાઓ ઉપસ્થિત રહેશે.
જણાવી દઈએ કે આંઠ વર્ષ બાદ આટલી મોટી સંખ્યામાં બિહારમાં એનડીએ નેતાઓનો જમાવડો લાગશે. આ બેઠકમાં મુખ્યમંત્રી નીતીશ કુમાર, કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાન સહીત, બીજેપીના ભુપેન્દ્ર યાદવ,સુશીલ મોદી, બીજેપી પ્રદેશ અધ્યક્ષ નિત્યાનંદ રાય, અરુણ કુમાર, બધા સાંસદો, ધારાસભ્યો, પ્રદેશ પદાધિકારીઓ, બધા દળોના જીલ્લાધ્યક્ષ ઉપસ્થિત રહી શકે છે.
આ કાર્યક્રમમાં બધા સહયોગી દળના નેતાઓ સંબોધન કરશે અને સ્વાદિષ્ટ વ્યંજનોનું ભોજન કરશે.
