Not Set/ રશિયા-ચીનની નિકટતાથી અમેરીકા ગીનાયું, મદદગારી સિમિત કરી દેવા ઘમકી

અમેરિકાનાં વિદેશ મંત્રાલયનાં અધિકારી એલિસ વેલ્સે પોતાનાં એક નિવેદનમાં જણાવ્યું કે  અમેરીકા, ભારતની રક્ષા જરૂરિયાતો પૂરી કરવા તૈયાર છે. પરંતુ રશિયા પાસેથી S-400 રોકેટ લોન્ચર સિસ્ટમની ખરીદા તેમાં અડચણરૂપ બની રહી છે. ભારત અને રશિયા વચ્ચે જો આ ડીલ કરવામા આવશે તો પછી અમેરિકાનો ભારત પ્રતિ સહયોગ સીમિત થઈ જશે. અમેરીકામાં એશિયા માર્કેટ સાથે જોડાયેલી વિદેશી […]

Top Stories World

અમેરિકાનાં વિદેશ મંત્રાલયનાં અધિકારી એલિસ વેલ્સે પોતાનાં એક નિવેદનમાં જણાવ્યું કે  અમેરીકા, ભારતની રક્ષા જરૂરિયાતો પૂરી કરવા તૈયાર છે. પરંતુ રશિયા પાસેથી S-400 રોકેટ લોન્ચર સિસ્ટમની ખરીદા તેમાં અડચણરૂપ બની રહી છે. ભારત અને રશિયા વચ્ચે જો આ ડીલ કરવામા આવશે તો પછી અમેરિકાનો ભારત પ્રતિ સહયોગ સીમિત થઈ જશે. અમેરીકામાં એશિયા માર્કેટ સાથે જોડાયેલી વિદેશી મામલાની ઉપસમિતિએ જણાવ્યું કે, છેલ્લા 10 વર્ષથી અમેરિકા-ભારત વચ્ચે 18 અબજ ડોલરનાંં રક્ષા સોદાઓ થયા છે. અમેરીકાનાં ટ્રમ્પ પ્રશાસને ધમકી આપતા કહ્યું છે કે, ભારતનો આ નિર્ણય અમેરિકા અને ભારતના સંબંધ પર ગંભીર અસર પહોંચાડશે.

આપને જણાવી દઇએ કે કાલે શરુ થયેલી SCO સમિતમાં ભારત દ્રારા રશિયા અને ચીન બનેં દેશો સાથે ભારત દ્રારા દ્વીપક્ષીય બેઠકો યોજવામા આવી હતી.  ભારતનાં PM મોદીને રશિયન રાષ્ટ્રપતિ લ્વાદિમીર પુતિને ઇસ્ચર્ન ઇકોનેમિક્સ ફોરમમાં મુખ્ય અતિથી તરીકે આમંત્રીત કર્યા હતા. તો સામે PM મોદી દ્રારા પણ આમંત્રણ સ્વીકારવામા આવ્યું હતુ. સાથે સાથે PM મોદી દ્રારા ચીનનાં પ્રમુખ જીંગપેનને ભારત  આવવાનું આમંત્રણ આપવામાં આવ્યું હતું. તો ચીને પણ આમંત્રણ સ્વીકારતા સકારાત્મક વલણ આપનાવ્યું હતું. આ ઉપરાંત પુતિન દ્રારા ભારત-રશિયા-ચીનની અલાયદી બેઠક માટેની પણ યોજના મુકવામાં આવી છે. જેના કારણે અમેરીકાનાં પેટમાં તેલ રેડાતું જોવા મળી રહ્યુ છે.

અમેરીકાનાં વિદેશ મંત્રાલયના ઉચ્ચ અધિકારી એલિસના કહ્યા પ્રમાણે ભારતે તેની પ્રાથમિકતા નક્કી કરવી પડશે. અત્યારે પણ ભારતના 70 ટકા હાર્ડવેર રશિયાના છે. આ સંજોગોમાં ભારતે નક્કી કરવું પડશે કે તેમણે માત્ર રશિયા પર નિર્ભર રહેવું છે કે, અમેરિકા સાથે મિત્રતા વધારવી છે. એલિસે ઉપસમિતિને જણાવ્યું છે કે, અમેરિકા-ભારત વચ્ચેના રક્ષા સંબંધ કોઈ પણ રીતે સારા કરી શકાય તેમ છે. તેમનું કહેવું છે કે, છેલ્લા કેટલાક વર્ષોથી ભારત સાથે અન્ય દેશની સરખામણીએ યુદ્ધાભ્યાસ વધારે કરવામાં આવી રહ્યો છે. 10 વર્ષ પહેલાં અમેરિકાને ભારતને હથિયાર વહેંચવામાં રસ નહોતો. પરંતુ હવે આ કારોબારને અમેરીકામાં ગંભીરતાથી લેવામાં આવી રહ્યો છે. ભારત સાથે સંબંધ સુધારવામાં અમેરિકા હવે દરેક બનતા પ્રયત્નો કરી રહ્યું છે.

એલિસના જણાવ્યા મુજબ  અમેરીકા PM મોદીનાં રોજગારી વધારવાનાં પગલામાં પણ માટે ગંભીરતાથી મદદ કરી શકે છે. કારણ કે ફોરેન ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટ દ્વારા રોજગારીના પ્રશ્નનો ઉકેલ લાવી શકાય છે. ભારત માટે અમેરિકા એક મોટું બજાર છે. ભારતનો 20 ટકા સામાન અમેરિકા આવે છે. અમેરિકાની કંપનીઓ માટે ભારત એક સમૃદ્ધ બજાર છે. ભારત સાથે સંબંધ સુધારવામાં વેપાર જ મદદ કરી શકે છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.