Gujarat News/ ઢોલ નગારા, ફટાકડાની સાથે વાજતે ગાજતે મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રીનું ઉષ્માભેર સ્વાગત

કોમનવેલ્થ ગેમ્સ 2030 ની ગુજરાતને યજમાની મળતા ઐતિહાસિક સફળતાને ચિંતન શિબિરમાં હર્ષોલ્લાસભેર વધાવાઇ. મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીએ પરસ્પર મ્હોં મીઠું કરાવી હર્ષ વ્યક્ત કર્યો.

Top Stories Gujarat Breaking News
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ

Gujarat News: ગુજરાતને કોમનવેલ્થ ગેમ્સ 2030નું યજમાનપદ મળતા આ ઐતિહાસિક સફળતાને ધરમપુરના શ્રીમદ રાજચંદ્ર આશ્રમ ખાતે યોજાઇ રહેલી સામૂહિક ચિંતનથી સામૂહિક વિકાસ તરફ” થીમ આધારિત ચિંતન શિબિરમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ગરિમામય ઉપસ્થિતિમાં હર્ષોલ્લાસભેર વધાવવામાં આવી હતી.

કોમન વેલ્થ ગેઇમ્સ 2030 ના આયોજન માટેના બીડમાં ભારતને મળેલા વિજયને પગલે

ગુજરાતને કોમનવેલ્થ ગેમ્સ 2030ની યજમાની મળતા આ અવિસ્મરણીય ઘડીને આવકારવા માટે આશ્રમના પેવેલિયનમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આવી પહોંચતા ઢોલ નગારાની ગુંજ અને આતશબાજી સાથે વાજતે ગાજતે ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.

શાળાના વિદ્યાર્થીઓ એ આદિવાસી નૃત્ય કરી આ ઘડીને આવકારી હતી.

આ ઐતિહાસિક સફળતાની ઉજવણીને વધાવતા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું કે, કોમનવેલ્થ ગેમ્સની યજમાની ગુજરાતને મળી તેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વિઝન અને દીર્ઘદૃષ્ટિનું પરિણામ છે. આપણા સૌ માટે ગૌરવની ક્ષણ છે. નરેન્દ્રનું વિઝન છે કે, વિશ્વનો કોઈ દેશ કરી શકે તો ભારત પણ કરી જ શકે છે, આ જ વિશ્વાસથી આજે આપણે દરેક ક્ષેત્રમાં વિશ્વ સાથે સ્પર્ધા કરી રહ્યા છીએ.

નરેન્દ્ર મોદીએ ગેમ્સ માટે જે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કર્યું છે તેનાથી આજે આ ઐતિહાસિક સફળતા મળી છે.યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ અને સહકારિતા મંત્રી અમિતશાહના પ્રયાસોના પરિણામે કોમનવેલ્થ ગેમ્સ 2030ના ભારતમાં આયોજનને મંજૂરી મળી છે. તેમના માર્ગદર્શનમાં આ કોમનવેલ્થ ગેમ્સથી વિશ્વને ભારતને આંગણે આવકારવા અને સ્પોર્ટ્સ હબ બનાવવા આપણે સજ્જ છીએ.

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ખુશી વ્યક્ત કરતા જણાવ્યું કે, ભારત દેશ માટે ગૌરવની વાત છે. કોમનવેલ્થ ગેમ્સને 100 વર્ષ પૂર્ણ થઇ રહ્યા છે, ત્યારે તેના નેતૃત્વનો અવસર ગુજરાતને પ્રાપ્ત થયો તે ગૌરવવંતી ક્ષણ છે. નરેન્દ્રભાઇ મોદીએ 20 વર્ષ પહેલાં જે મહેનત કરી હતી તેનું આજે આપણને ફળ મળ્યું છે. રમતગમત વિભાગનું ટીમવર્ક, પ્રેઝન્ટેશનની સફળતા થકી ગુજરાત અને અમદાવાદને યજમાનપદ મળ્યું છે. જે બદલ સૌને અભિનંદન પાઠવું છું.

ભુપેન્દ્ર પટેલના નેતૃત્વમાં દરેક ક્ષેત્રમાં સફળતા મળી રહી છે. કોમનવેલ્થ મળી છે તેમ ઓલિમ્પિક પણ મળે તે માટે પ્રયાસો ચાલુ છે. આ માત્ર શરૂઆત છે. ટીમ લીડર તરીકે તેમણે ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. સમગ્ર ભારતને ગૌરવ થાય તે રીતે ગુજરાતની ટીમ કામ કરી રહી છે.આ ખુશીને વધાવી સૌએ એકબીજાને મોં મીઠું કરાવ્યું હતું. આતશબાજી સાથે આ યજમાનીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી.ભારત અને ગુજરાતનો વિકાસ આભ ને આંબી જાય તેવો કરવાનો સંદેશ આપવા માટે મંત્રી મંડળ દ્વારા બલૂન ઉડાડવામાં આવ્યા હતા.આ પ્રસંગે મંત્રી મંડળ ના સૌ મંત્રીઓ,મુખ્ય સચિવ મનોજકુમાર દાસ સનદી અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી ના સતત પ્રયાસો ને આભારી છે : કેન્દ્રીય ગૃહ મંત્રી 

અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતમાં રમતગમતની સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે ‘ખેલો ઇન્ડિયા’ થી પ્રતિભાવંત ખેલાડીઓની શોધ અને તેમના સંવર્ધન માટે સતત પ્રવૃત એવા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સતત માર્ગદર્શનના લીધે દેશને કોમનવેલ્થ રમતોત્સવની યજમાની કરવાનું ગૌરવ પ્રાપ્ત થયું છે. આ ક્ષણને વધાવી લેતા કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહે દેશના સૌ નાગરિકોને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, આ મોદીજીના સતત પ્રયાસોને આભારી છે. રમતગમતને લગતી સબળ માળખાકીય સુવિધાઓ અને ખેલાડીઓ ઊભા કરીને તેને આંતરરાષ્ટ્રીય કક્ષા સમકક્ષ મુકવાના લીધે જ આ બહુમાન ભારત અને ખાસ કરીને અમદાવાદને નવો અવસર પ્રાપ્ત થયું છે.

આ ચિહ્ન વિકસિત ભારત@2047 ના વિઝનને મજબૂત બનાવશે : મંત્રી ડૉ. મનસુખ માંડવીયા

આ પ્રસંગે કેન્દ્રિય રમતગત અને યુવા બાબતોના મંત્રી ડૉ.મનસુખ માંડવીયાએ જણાવ્યું હતું કે, અમદાવાદમાં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સ-2030 એ ભારતની વિકાસયાત્રાનો તથા રમતગમતને રાષ્ટ્રીય વિકાસના સાધન તરીકે અપનાવવાની પ્રતિબદ્ધતાનો ઉત્સવ બની રહેશે. આ સીમાચિહ્ન  વિકસિત ભારત@2047 ના આપણા વિઝનને મજબૂત બનાવશે અને પ્રભાવશાળી, સમાવેશી તથા ટકાઉ રમતગમત કાર્યક્રમોનું આયોજન કરવામાં ભારતની વૈશ્વિક નેતૃત્વક્ષમતાને વધુ સુદૃઢ કરશે.

આ ક્ષણ ગુજરાત તથા ભારત માટે અત્યંત ગૌરવપ્રદ ક્ષણ છે : હર્ષ સંઘવી

ગુજરાતનાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ઉત્સાહભેર જણાવ્યું હતું કે, આ ક્ષણ ગુજરાત તથા ભારત માટે અત્યંત ગૌરવપ્રદ ક્ષણ છે. સો વર્ષ પૂર્ણ થતી કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કરવું એ અમારા માટે સન્માન અને જવાબદારી બંને છે. અમદાવાદ અને ભારતની પ્રગતિ, સમાવેશી વિચારસરણી તથા આતિથ્યની ઝલક દર્શાવતા આ ઉત્સવ સાથે વિશ્વનું સ્વાગત કરવા અમે સંપૂર્ણપણે તૈયાર છીએ. આ રમતો આપણી માળખાકીય સુવિધાઓ અને પ્રતિભાનું પ્રદર્શન જ નહીં, પરંતુ એકતા, ટકાઉ વિકાસ તથા શ્રેષ્ઠતા જેવા આપણા મૂલ્યોનું પણ પ્રતિબિંબ પાડશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ભાજપના દર આઠમાં ધારાસભ્યે એકને મળશે મંત્રીપદ, ભાજપનું માસ્ટર પ્લાનીંગ જાણો

આ પણ વાંચો:મુખ્યમંત્રીના નિવાસ સ્થાને બેઠકમાં મંત્રીઓના રાજીનામા સ્વીકારવામાં આવ્યા

આ પણ વાંચો:અડધા મંત્રીઓને વિદાય, નાયબ મુખ્યમંત્રીની રેસમાં સંઘવી અને હળપતિ