Not Set/ #મહા/ તીવ્ર ચક્રાવાતની અસર નીચે ગુજરાતનાં કાંઠા વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ

6 નવેમ્બરથી તીવ્ર સાયક્લોન ‘ચક્રવાત મહા’ ના કારણે ગુજરાતના દક્ષિણ ભાગોમાં અને સૌરાષ્ટ્રનાં કાંઠા વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે. ભારતીય હવામાન શાખાએ જણાવ્યું હતું કે મહા હવે તીવ્ર ચક્રવાતનું વાવાઝોડું બની ગયું છે અને તે હવે લક્ષદ્વીપ ટાપુઓ નજીક પૂર્વ-મધ્ય અરબી સમુદ્રમાં ધકેલાઇ રહ્યું છે. ભારતીય હવામાનનાં જણાવ્યા અનુસાર, મહા આગામી 24 કલાકમાં ઉત્તર પશ્ચિમ […]

Top Stories Gujarat Others

6 નવેમ્બરથી તીવ્ર સાયક્લોન ‘ચક્રવાત મહા’ ના કારણે ગુજરાતના દક્ષિણ ભાગોમાં અને સૌરાષ્ટ્રનાં કાંઠા વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે. ભારતીય હવામાન શાખાએ જણાવ્યું હતું કે મહા હવે તીવ્ર ચક્રવાતનું વાવાઝોડું બની ગયું છે અને તે હવે લક્ષદ્વીપ ટાપુઓ નજીક પૂર્વ-મધ્ય અરબી સમુદ્રમાં ધકેલાઇ રહ્યું છે.

ભારતીય હવામાનનાં જણાવ્યા અનુસાર, મહા આગામી 24 કલાકમાં ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધશે અને ત્યારબાદ 2-4 નવેમ્બર દરમિયાન તે ખૂબ જ તીવ્ર ચક્રવાત વાવાઝોડામાં ફેરવાશે તેવી સંભાવના છે.

હવામાન કેન્દ્રના નિયામક જયંત સરકારે જણાવ્યું હતું કે 6 નવેમ્બર પછી તે પૂર્વ પૂર્વ-ઉત્તર દિશામાં ફરી દક્ષિણ ગુજરાતના દરિયાકિનારા તરફ વળી જશે. જેને કારણે સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તાર સહિત ગુજરાત વિસ્તારમાં ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે, ચક્રવાતને કારણે આવતા 24 કલાક દરમિયાન દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. ચક્રવાતને કારણે છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતના અનેક ભાગોમાં મૌસમ વગરનો વરસાદ પડી રહ્યો છે. ચક્રવાત હવે નબળું પડી ગયું છે અને ઓમાન તરફ આગળ વધી રહ્યું છે.

‘મહા’ વાવાઝોડાની સૌરાષ્ટ્રના દરિયાકાંઠે વ્યાપક અસર જોવામાં આવી રહી છે. ગત મધરાતથી સૌરાષ્ટ્રનાં વિવિધ વિસ્તારોમાં વરસાદ જોવામાં આવી રહ્યો છે. દરિયાકાંઠાનાં અમરેલી, સોમનાથ, પોરબંદર અને જામનગર તેમજ ભાવનગર જિલ્લાના અનેક ગામો કમૌસમી વરસાદની ઝપેટમાં આવી ગયા છે.  કાંઠા વિસ્તારોમાં વીજળી સાથે વરસાદ પડતા ખેડૂતોને વ્યાપક પ્રમાણમાં નુકસાની જવાની સંભાવનાએ જોવામાં આવી રહી છે. અનેક સ્થળો પર માર્કેટીંગ યાર્ડમાં રાખવામાં આવેલા પાક પલળી ગયા હોવાનું સામે આવી રહ્યું છે. કમોસમી વરસાદને લીધે સ્થાનિક લોકો પરેશાન છે. તો માછીમારોને દરિયો ના ખેડવા સુચના આપી દેવામાં આવી છે.  નીચાણવાળા વિસ્તારના લોકોને સલામત સ્થળે ખસેડવા સૂચના આપવામાં આવી છે. સમગ્ર તંત્ર ખડા પગે જોવામાં આવી રહ્યું છે.

આગામી 6-7 નવે.વાવાઝોડું દરિયાકિનારે ત્રાટકશે તેવી સંભાવના વચ્ચે ઉના,સરોવાડા, કાડિયાની, બલાના, સુરતના કામરેજ, અમરેલીનાં રાજુલા-જાફરાબાદ કોસ્ટેલ બેલ્ટમાં, કડીયાળી, જાફરાબાદ બંદર,શિયાલબેટ બંદર વિસ્તારોમાં, ગીરસોમનાથનાં ઉના તેમજ કોડીનારમાં, દીવમાં અને દરિયાકાંઠાનાં લગભગ તમામ વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ નોંધવામાં આવી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.