રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ગુરુવારે સવારે યુક્રેન પર લશ્કરી કાર્યવાહીની જાહેરાત કરી હતી. આ પછી, રશિયન સૈનિકોએ યુક્રેન પર ઘણી બાજુથી હુમલો કર્યો છે. યુક્રેન પર હુમલાને લઈને ચિંતાના વાદળો ઘેરાવા લાગ્યા છે. આ દરમિયાન વડાપ્રધાન મોદી આજે સાંજે યુક્રેન સંકટને લઈને એક બેઠક કરશે. યુક્રેન સંકટના કારણે ક્રૂડ ઓઈલના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે. ક્રૂડ ઓઈલ પ્રતિ બેરલ 100 ડોલરની ઉપર જઈ રહ્યું છે.
આ પણ વાંચો:/ રશિયન હુમલા વચ્ચે જીવ બચાવીને ભાગી રહેલા યુક્રેનના લોકો, આ તસવીરો છે વિનાશનો પુરાવો
સુત્રોનાં જણાવ્યા અનુસાર, વડા પ્રધાને આજે સાંજે નાણા પ્રધાન નિર્મલા સીતારમણ અને અન્ય અધિકારીઓ સાથે રશિયા-યુક્રેન કટોકટીની આર્થિક અસર અને ક્રૂડ ઓઇલના વધતા ભાવની અસરને ઘટાડવાના માર્ગો અંગે ચર્ચા કરવા માટે બેઠક કરશે.
રશિયન સૈન્યએ યુક્રેનના કેટલાંક શહેરો પર મિસાઇલો ચલાવી હતી અને તેના સૈનિકોને યુક્રેનના કિનારે ઉતાર્યા હતા, રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિને લશ્કરી કાર્યવાહીને મંજૂરી આપ્યા પછી અધિકારીઓ અને મીડિયાએ જણાવ્યું હતું.
યુક્રેનના રાજદૂત ઇગોર પોલિખાએ ગુરુવારે કહ્યું હતું કે, તેમનો દેશ (યુક્રેન) રશિયન લશ્કરી આક્રમણને કારણે ઉદ્ભવતા સંકટ પર ભારતના વલણથી “ખૂબ જ અસંતુષ્ટ” છે. સાથે જ તેમણે સ્થિતિને સામાન્ય બનાવવા માટે ભારતનો સહયોગ માંગ્યો છે.
આ પણ વાંચો:બંગાળના રાજ્યપાલ ધનખરે બપોરે 2 વાગ્યે રાજ્ય વિધાનસભાની બેઠક બોલાવી? સ્પીકરે કહ્યું, કોઈ ભૂલ થઈ હશે
આ પણ વાંચો: નવાબ મલિકની ધરપકડ બાદ કેન્દ્ર સરકારનો વિરોધ, મંત્રીઓ ઉતર્યા ધરણા પર
