ગુજરાત/ ST કર્મચારીઓની હડતાળ હાલ પુરતી મોકૂફ : વાહન વ્યવહાર મંત્રી પૂર્ણેશ મોદીનું નિવેદન

એસ.ટી વિભાગના કર્મચારીઓની  હડતાલ મામલે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. એસટી  નિગમના કર્મચારીઓએ વાહન વ્યવહાર મંત્રી પુર્ણેશ મોદી સાથે બેઠક બાદ આ નિર્ણય લીધો છે

Top Stories
employees-of-st-corporation-withdraw-announcement-to-go-for-mass-cl
  • એસટી કર્મચારીઓની હડતાળનો મામલો
  • મોડી રાતથી ઉતરવાના હતા હડતાળ પર
  • કર્મચારીઓએ માસ સીએલની આપી હતી ચીમકી
  • ST કર્મચારી મહામંડળની સરકાર સાથે બેઠક બાદ નિર્ણય
  • વાહન વ્યવહાર મંત્રી પૂર્ણેશ મોદીનું નિવેદન
  • કર્મચારીઓની મોટાભાગની માગ સ્વીકારાઈ

એસ.ટી વિભાગના કર્મચારીઓની  હડતાલ મામલે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. એસટી  નિગમના કર્મચારીઓએ વાહન વ્યવહાર મંત્રી પુર્ણેશ મોદી સાથે બેઠક બાદ આ નિર્ણય લીધો છે. એસટી નિગમના પ્રતિનિધિઓએ સરકાર સાથે લાંબી ચર્ચા કર્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. સરકાર દ્વારા એસટી વિભાગના કર્મચારીઓના પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે હૈયાધારણ આપવામાં આવી છે. જેને લઇને કર્મચારીઓની માસ સીએલ પર જવાની જાહેરાતને પરત લેવામાં આવી છે.

એસટી કર્મચારીઓની માંગણીઓ આવી હતી

  • એસ.ટી.ના કર્મચારીઓના ફિક્સ પગારમાં 16 હજાર પગાર ચૂકવવામાં આવે છે, જે મોટી અસમાનતા છે.
  • નિગમના નિવૃત્ત થતા કર્મચારીઓને 240 રજાનું રોકડમાં રૂપાંતર,
  • એસટી અને કંડકટરના નાઈટ એલાઉન્સમાં હાલ માત્ર 100 રૂપિયા આપવામાં આવે છે, જે વધારીને 150 રૂપિયા કરવામાં આવે
  • લેબર વિભાગ સાથે થયેલ કરાર પ્રમાણે મોંઘવારી ભથ્થામાં 5 ટકાનો વધારો કરવામાં આવે.
  • વર્ષ 2018 બાદ ભરતી થયેલ કંડકટર અને ડ્રાઈવરનો પગાર ગ્રેડ પે સાતમા પગાર પંચ મુજબ ચૂકવવામાં આવે.

 

 

National / આરોગ્ય મંત્રાલયના આ ટ્વીટથી ઓફલાઇન વેપારીઓ નારાજ, મનસુખ માંડવિયાને પત્ર લખીને નારાજગી વ્યક્ત કરી

અફઘાનિસ્તાન / તાલિબાનોએ મહિલા વોલીબોલ ખેલાડીનું શિરચ્છેદ કર્યું

National / આ અખાડાના મહામંડલેશ્વર વિરુદ્ધ આતંકવાદી સંગઠન IS અને લશ્કર-એ-તૈયબાએ ફતવો બહાર પાડ્યો

સત્યમ શિવમ સુંદરમ / નર્મદા નદીના દરેક પથ્થરને શિવનું સ્વરૂપ કેમ માનવામાં આવે છે, તેનું કારણ જાણો

બાંગ્લાદેશ હિંસા / ઇસ્કોન બાંગ્લાદેશનું ટ્વિટર એકાઉન્ટ સસ્પેન્ડ, પ્રવક્તાએ કહ્યું – અમારો અવાજ દબાવવામાં આવી રહ્યો