સસ્પેન્સ/ હવે સાંભળો હાર્દિકની “મનકી બાત” : ભાજપમાં જવાનો કોઈ નિર્ણય નથી

ગુજરાતમાં કોંગ્રેસની અંદર જાતિ વાદની રાજનીતિ છે.

Top Stories Gujarat Others
હાર્દિક પટેલ

હાર્દિક એ પટેલે પ્રેસકોન્ફરન્સના યોજીને નિવેદન આપ્યું છે કે હજી તેને નિર્ણય કર્યો નથી તે ક્યા પક્ષમાં જોડાશે. હાલમાં તેનો ભાજપમાં જોડાવાનો કોઈ નિર્ણય નથી. હાર્દિક એ  વધુમાં કહ્યું હતું કે બુધવારે કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપ્યા બાદ આજે પહેલી વખત તેના મનની વાત મોકળા મને કરી રહ્યો છે.

હાર્દિકે વધુ વાત કરતા કહ્યું હતું કે, બુધવારે કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપ્યા બાદ આજે પહેલી વખત તેના મનની વાત મોકળા મને કરી રહ્યો છે. ગુજરાતમાં 10 ટકા અનામત યોજનાનો લાભ ગુજરાતીઓને મળ્યો છે. હાલ કોઈ પાર્ટીમાં જવાનો નિર્ણય કર્યો નથી. જો કે હાર્દિકે મોકળા મને વિચારીને વાત કરી હોય૭ એમ કહ્યું હતું કે, કોઈ કોંગ્રેસ છોડીને જાય છે ત્યારે તે વેચાઈ ગયો કે ડરી ગયો તેમ કહેવાય છે પણ આટલી મોટી સંખ્યામાં લોકો પાર્ટી છોડીને ગયા છે ત્યારે તમારે તમારી જાત પર મનન કરવાની જરૂર છે. કોંગ્રેસે ગુજરાતમાં કામના લોકોને ઉપયોગ જ કર્યો છે અને સમય આવે ત્યારે તેને ઉપયોગ કરી ફેકી દેવાયા હતા. ગુજરાતમાં કોંગ્રેસમાં જેટલા મજબુત નેતા આવ્યા તેની સાથે આવું જ થયું છે. જ્યારે સાચી વાત કરવાની કોશિશ કરી ત્યારે અમને બદનામ કરવાનું કામ કરવામાં આવતું હતું.

હાર્દિકે જણાવ્યું કે મેં ગઈ કાલે રાજીનામું આપ્યું ત્યારે કોઇએ સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી હતી કે પાટીદાર યુવાનોના મોતને ભુલીને શું હાર્દિક ભાજપમાં જશે? તો આવા લોકોને હું કહેવા માગું છું કે મે કોંગ્રેસમાંથી રાજુનામું આપ્યું છે તેનો અર્થ એ નથી કે હું ભાજપમાં જાઉં છું. મે ભાજપમાં જોડાવાનો કોઇ નિર્ણય લીધો નથી. અને જ્યારે નિર્ણય લઈશ ત્યારે ગર્વ પૂર્વક લઈશ. પરંતુ હાલ કોઈ નિર્ણય કર્યો નથી. કોંગ્રેસમાં જે સપનાઓ સાથે જોડાયો હતો તે કામ કરવા માટેના સપના હતા. વર્ષ 2015 અન 2017માં તાલુકા અને જિલ્લા કક્ષાએ કોંગ્રેસને ખૂબ લાભ કરાવ્યો હતો પરંતુ તેની કદર થઇ નથી. ત્રણ વર્ષમાં મે કોંગ્રેસને જાણી છે. કોંગ્રેસમાં ગુજરાતની અંદર માત્ર જાતિવાદની રાજનીતિ ચાલે છે. મને કાર્યકરી પ્રમુખની જવાબદારી સોંપવામાં આવી હતી પરંતુ તે માત્ર શોભાના ગાંઠિયા જેવી હતી. ગુજરાતની અંદર એક પણ જવાબદારી મને કોંગ્રેસમાં આપવામાં આવી નથી. રાજ્યમાં કોંગ્રેસની અંદર માત્ર હાર્દિક પટેલ નથી બીજા પણ છે અને તેઓ પણ કોંગ્રેસથી નારાજ છે.

3 વર્ષમાં એક પણ વાર ગુજરાત કોંગ્રેસે મારી પ્રેસ કોનફર્સ રાખી નથી

કોંગ્રેસમાં 2012ની ચૂંટણીમાં નરહરિ અમીનને પણ આવી રીતે હટાવી દેવામાં આવ્યા હતા. એક જ ફેમિલીના લોકો 12 વર્ષથી પ્રદેશ પ્રમુખ તરીકે રહે છે. લોકોએ તો મને ફોન કરીને અભિનંદન આપ્યા છે કે સારું થયું તમે કોંગ્રેસ છોડી. અમરેલીમાં 400 કિલોમીટર અમે પદયાત્રા કરી હતી. દિલ્હીમાં બેઠેલા લોકો દ્વારા આ પદયાત્રાને નુકસાન થાય તેવું વિચારવામાં આવે છે. કોંગ્રેસમાં સારા વ્યક્તિની કોઈ જવાબદારી નક્કી કરવામાં આવતી નથી કે નથી તેને કામ કરવાની તક આપવામાં આવતી. 3 વર્ષમાં એક પણ વાર ગુજરાત કોંગ્રેસે મારી પ્રેસ કોનફર્સ નથી રાખી. કોંગ્રેસના નેતાઓ ઉપર આરોપ લગાવતા હાર્દિકે કહ્યું હતું કે, દિલ્હીમાં બેઠેલા નેતા રાહુલ ગાંધીનું કાન ભભરવાનું કામ કરે છે. રૂમમાં બેસીને એ ચિંતા કરે કે રાહુલ ગાંધીને રૂમમાં ચીકન સેન્ડવીચ આપવાની છે. ડાયટ કોક આપવાની છે.

વધુ વાત કરતા હાર્દિકે કહ્યું હતું કે, આજે મારે દુઃખ સાથે કહેવું પડે કે નરેશ પટેલના ઘરે મળ્યા. 9.58 એ ગયા અને 10.10 એ બહાર આવી ગયા. 12 મિનિટમાં એવી તો શું વાત કરી? 1990 પછી 65 સીટ કોંગ્રેસની આવી હતી એ 2017 માં જીતી શક્યા હોત. પરંતુ કોંગ્રેસ પાર્ટીને ગુજરાતનું સારું કરવું નથી. અદાણી અંબાણી એમની મેહનતથી પૈસા દાર બન્યા છે. ગુજરાતની અંદર તમારે કામ કરવું હોય તો કાર્યકરને પણ કામ આવું જોઈએ. ગુજરાતની અંદર મારો મુદ્દો કામ માંગવાનો હતો. ગુજરાત કોંગ્રેસને મેં જે આપ્યું છે એ લીધું નથી. દુઃખ સાથે આ નિર્ણય નથી લીધો પરંતુ ખૂબ હિંમતથી આ નિર્ણય લીધો છે. 2022ની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસમાં કોઈ દેખાશે જ નહીં.

હા હું હિન્દુ છું

હાર્દિકે કહ્યું હતું કે, મારો નિર્ણય ખોટો હતો. હું મારા સમાજના આગેવાનની માફી માંગુ છું. કોંગ્રેસના નેતાઓ મન મરજી નિર્ણય કર્યા છે. કોંગ્રેસ ના એક પણ નેતા મારા પિતા ગુજરી ગયા ત્યારે નહોતા આવ્યા.  હું બે હાથ જોડીને કહું છું કે, હજી 20 વર્ષ સુધી કોંગ્રેસ આવશે નહિ. કોંગ્રેસ ગુજરાત લોકોને કેમ દુઃખી કરી શકાય એ કામ કોંગ્રેસ કરે છે. ગુજરાતના લોકોમાં કામ કરવાનું ચાલુ રાખીશું. હાલ કોઈ પાર્ટીમાં જોડાવાનો નિર્ણય કર્યો નથી. આ પાર્ટી ઉપર ગુજરાતના લોકો ભરોસો ના કરે. 3 વર્ષ મેં બગડ્યા એનો મને આફ્સોસ છે. હું હિન્દુ છું એ કોઈને બતાવવાની જરૂર નથી. હા હું હિન્દૂ છું.

આ પણ વાંચો : કોંગ્રેસની કટોકટી, પડકારોના ચક્રવ્યૂહનો અંત આવશે ? નેતાઓના પક્ષ પલટાનો અંત આવશે ?