આજના ટેકનોલોજીના યુગમાં વેપારી હોય કે કોઈ રાજનેતા હોય, પરંતુ કેટલાક લોકો દ્વારા હનીટ્રેપમાં ફસાવવામાં આવતા હોય છે અને તેમની પાસે રકમ પણ વસુલ કરવામાં આવતી હોય છે. આ જ પ્રકારે ગુજરાતના મોરબી શહેરમાં જય ગાંઠિયા રથ નામે દુકાન ચલાવતા સંજય હીરાભાઈ સોમૈયા નામના વેપારીને હનીટ્રેપમાં ફસાયા હોવાનું સામે આવ્યું છે.
મળતી માહિતી મુજબ, ગત 4 તારીખના રોજ વેપારીને રાજકોટના નાણાવટી ચોકમાં રામેશ્વરમાં બોલાવી હનીટ્રેપમાં ફસાવી 5 લાખ માંગી 2 લાખમાં સેટિંગ કરી 22500 પડાવી લેવાનો ગુનો આચરવામાં આવ્યો છે. ત્યારબાદ આ મામલે યુનિવર્સીટી પોલીસે આશીષ દિનેશભાઇ મારડિયા, તેની પત્ની અલ્પાબેન મારડિયા, આશીષના સ્પામાં નોકરી કરતા મૂળ અણીયારાના જય સુરેશભાઈ પરમાર, પીએસઆઇ સહિતના આરોપીઓને ઝડપી પડ્યા છે અને લઇ ગુનાનો ભેદ ઉકેલી નાખી 5 ફોન અને 22500 રોકડા સહીત 77500 રૂપિયા કબ્જે કર્યા છે.
આ પણ વાંચો : સુરતમાં હાથરસનું પુનરાવર્તન? યુવતી સાથે આચરવામાં આવી ક્રૂરતા
આ ઉપરાંત હનીટ્રેપના આ ગુનામાં પોલીસની તપાસ કરતા મુખ્ય સૂત્રધાર તરીકે મોરબી રોડ ઉપર રહેતા અને તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા એએસઆઇ તૃષાબેન રામજીભાઈ બુહાની સંડોવણી ખુલતા તેની પણ ધરપકડ કરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશ