Not Set/ 1993 મુંબઈ બ્લાસ્ટનો વોન્ટેડ અહમદ લંબુની ગુજરાત ATSએ કરી ધરપકડ

1993ના મુંબઈ બ્લાસ્ટના મોસ્ટ વોન્ટેડ આરોપી અહમદ લંબુની ગુજરાત ATS એ ધરપકડ કરી છે. લંબુની ધરપકડ માટે સીબીઆઈએ લૂક-આઉટ અને ઇન્ટરપોલ નોટિસ જાહેર કરી હતી. આતંકવાદી અહમદ લંબુને વલસાડથી મધદરિયે ઓપરેશન પર પાડીને ધરપકડ કરી છે. દાઉદનો માણસ મોસ્ટ વોન્ટેડ અન્ડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહીમના નજીકનો માણસ માનવામાં આવે છે. ATSએ ગુરુવારે રાત્રે અહમદ લંબુની ધરપકડ […]

Top Stories India Trending
Mumbai blasts 1993 મુંબઈ બ્લાસ્ટનો વોન્ટેડ અહમદ લંબુની ગુજરાત ATSએ કરી ધરપકડ

1993ના મુંબઈ બ્લાસ્ટના મોસ્ટ વોન્ટેડ આરોપી અહમદ લંબુની ગુજરાત ATS એ ધરપકડ કરી છે. લંબુની ધરપકડ માટે સીબીઆઈએ લૂક-આઉટ અને ઇન્ટરપોલ નોટિસ જાહેર કરી હતી. આતંકવાદી અહમદ લંબુને વલસાડથી મધદરિયે ઓપરેશન પર પાડીને ધરપકડ કરી છે.

દાઉદનો માણસ

મોસ્ટ વોન્ટેડ અન્ડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહીમના નજીકનો માણસ માનવામાં આવે છે. ATSએ ગુરુવારે રાત્રે અહમદ લંબુની ધરપકડ કરી હતી. અહમદ લંબુ અંગે જાણકારી આપનારને પાંચ લાખ રૂપિયા આપવાની ઇનામની જાહેરાત પણ કરવામાં આવી હતી.

લંબુ અર્જુન ગેંગનો સભ્ય હતો જેમાં મસાફીર ખાના, ફિરોઝ અબ્દુલ અને રાશિદ ખાન પણ સામેલ છે. મળતી માહિતી મજુબ ગુજરાત ATS છેલ્લા ત્રણ દિવસથી વાપીના એક ખાનગી ગેસ્ટહાઉસમાં રોકાઈ હતી. ગુરુવાર રાત્રે પણ આ સર્ચ ઓપરેશન અંર્તગત તપાસ કરવામાં આવી રહી હતી. તે દરમિયાન જ ATSને 1993ના મુંબઈ બ્લાસ્ટના આરોપી અહમદ લંબુની વલસાડના મધદરિયેથી ધરપકડ કરવામાં આવી.

 

12 માર્ચ 1993.

12 માર્ચ 1993ના રોજ મુંબઈમાં થયેલા શ્રેણીબદ્ધ બ્લાસ્ટમાં 257 લોકોના મોત થયા હતાં. મુબઈમાં ક્રમબદ્ધ એક પછી એક 12 બ્લાસ્ટ થયા હતાં. આ બ્લાસ્ટમાં 700થી વધુ લોકો ઘાયલ થયા હતાં. અહમદ લંબુ પર 1993માં કાવતરું ઘટવાનો અની હથીયાર સપ્લાય કરવાનો આરોપ છે, સાથે જ બ્લાસ્ટ પછી અહમદ લંબુને ભગાડવામાં મુસ્તફા ડોસાએ તેની મદદ કરી હતી. ત્યારથી અહમદને શોધવામાં આવી રહ્યો છે.

ગત વર્ષે સ્પેશિયલટાડા કોર્ટે મુંબઈ સીરીયલ બ્લાસ્ટમાં અબુ સલ, સલેમ અને અન્ય પાંચ આરોપીઓને દોષિત જાહેર કર્યા હતાં. અબુ સલેમન કાવતરું ઘડવા અને આતંકી ગતિવિધિ કરવાનો દોષિત જાહેર કરવામાં આવ્યો હતો. આ દોશીતોમાં અબુ અલેમ સિવાય ફિરોઝ અબ્દુલ, મુસ્તફા ડોસા, તહર મર્ચન્ટ, રાશિદ ખાન, કરીમુલ્લા ખાન રીયાઝ સિદ્દીકી પણ સામેલ હતાં.