Not Set/ પીએમ મોદીએ વારાણસીથી ભર્યુ નામાંકન

વારાણસી, વડાપ્રધાન મોદી વારાણસી કચેરી સ્થિત નામાંકન સ્થળ સુધી પહોચી ગયા છે. આ પહેલા ભાજપાનાં ઘણા નેતાઓ ત્યા પહોચી ચુક્યા હતા અને વડાપ્રધાન મોદીનુ સ્વાગત કર્યુ હતુ. પ્રધાનમંત્રી મોદીએ નામાંકન ભરતા પહેલા કાલ ભૈરવ મંદિરમાં પૂજા કરી હતી. વડાપ્રધાન મોદીએ એનડીએનાં નેતાઓની હાજરીમાં નામાંકન પ્રક્રિયા સંપન્ન કરી દીધી છે. નામાંકન ભરતા પહેલા બીજેપીએ શક્તિ પ્રદર્શન […]

Top Stories India Politics
modi ii પીએમ મોદીએ વારાણસીથી ભર્યુ નામાંકન

વારાણસી,

વડાપ્રધાન મોદી વારાણસી કચેરી સ્થિત નામાંકન સ્થળ સુધી પહોચી ગયા છે. આ પહેલા ભાજપાનાં ઘણા નેતાઓ ત્યા પહોચી ચુક્યા હતા અને વડાપ્રધાન મોદીનુ સ્વાગત કર્યુ હતુ. પ્રધાનમંત્રી મોદીએ નામાંકન ભરતા પહેલા કાલ ભૈરવ મંદિરમાં પૂજા કરી હતી.

વડાપ્રધાન મોદીએ એનડીએનાં નેતાઓની હાજરીમાં નામાંકન પ્રક્રિયા સંપન્ન કરી દીધી છે. નામાંકન ભરતા પહેલા બીજેપીએ શક્તિ પ્રદર્શન કરી ફરી એકવાર દેશમાં કેસરીયો રંગ આવશે તેવો સંદેશો જનતા સુધી પહોચાડ્યો છે.

વડાપ્રધાન મોદીએ વારણસીમાં પાર્ટીનાં કાર્યકર્તાઓ સાથે વાત કરી હતી. જેમા તેમણે કહ્યુ હતુ કે, જનતા પાંચ વર્ષનાં અનુભવનાં આધારે ઘણી આશાઓ લઇને જોડાઇ છે. આ ચુંટણીને લઇને રાજનીતિક પંડિતોને પણ માથાપચ્ચી કરવી પડી રહી છે કારણ કે આઝાદ ભારત બાદ પહેલીવાર પ્રો ઇંકમ્બૈંસી જોવા મળી રહી છે.

વારાણસીમાં એનડીએ નેતાઓનો જમાવડો જોવા મળ્યો. પીએમ મોદી વારાણસીમાં છે ત્યારે ભાજપ અને એનડીએના દિગ્ગજ નેતાઓ એકસાથે જોવા મળ્યા હતા. કેન્દ્રીય ગૃહપ્રધાન રાજનાથસિંહ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ, શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે, રામવિલાસ પાસવાન, શિવરાજસિંહ ચૌહાણ સહિતના ટોચના નેતાઓએ એકબીજા સાથે મુલાકાત કરીને શુભેચ્છાઓ પાઠવી હતી.

આજે પ્રધાનમંત્રી મોદી વારાણસીથી નામાંકન પ્રક્રિયા કરી ઉમેદવારી નોંધાવી.ત્યારે વહેલી સવારે પ્રધાનમંત્રી મોદીએ ટ્વિટ કર્યુ હતું. ટ્વિટ કરી બાબા ભોલેનાથને યાદ કર્યા હતા. પ્રધાનમંત્રી મોદીએ ટ્વિટ કરીને જણાવ્યું હતું કે મોદી કાશીમાં બદલાવ લાવનારા કોણ છે? જયાં સ્વયં બાબા વિશ્વરાજ બિરાજે છે.ત્યાં તેમની મરજી વિના કશું પણ થઇ શકે છે?.મહત્વનું છે કે મોક્ષનગરી વારાણસીમાં લોકસભાની ચૂંટણી યોજાવાની છે.જેને લઇને ભાજપ તરફથી પ્રધાનમંત્રી મોદી આજે દિગ્ગજોની હાજરીમાં નામાંકન પ્રક્રિયા કરી છે.

નીતીશ કુમાર અગાઉ લોકસભાની ચૂંટણી દરમિયાન નરેન્દ્ર મોદીના પીએમ પદની ઉમેદવારીથી નારાજ થઈને એનડીએથી અલગ થઈ ગયા હતા. નીતીશ કુમાર પીએમ મોદી વિરુદ્ધ વારાણસીમાં ચૂંટણી પ્રચાર પણ કર્યો, પરંતુ નિતીશ કુમારની પાર્ટી જેડીયુ એક વખત ફરીથી એનડીએમાં જોડાઈ ગઈ છે. નીતીશ આ પહેલા મોદીની કોઈપણ ચૂંટણીના સમયે નામાંકનમાં સામેલ થયા નહોતા.