Not Set/ શશિ થરુરે PM મોદી પર વધુ એકવાર બોલ્યો હુમલો, કહ્યું, ” સફેદ ઘોડા પર હાથમાં તલવાર લઈને બેઠો છે હીરો”

કલકત્તા, પોએમ મોદીની તુલના શિવલિંગ પર બેઠેલા એક વીંછી સાથે કરાયા હોવાના પોતાના નિવેદન બાદ વિવાદોમાં સપડાયેલા કોંગ્રેસના સાંસદ શશિ થરુરે વધુ એક વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર હુમલો બોલ્યો છે. થરુરે પીએમ મોદી પર નિશાન સાધતા કહ્યું હતું કે, “એક સફેદ ઘોડા પર હાથમાં તલવાર લઈને એક હીરો બેઠો છે અને જે કહે છે કે, […]

Top Stories India Trending
383177 tharoor23.07.15 શશિ થરુરે PM મોદી પર વધુ એકવાર બોલ્યો હુમલો, કહ્યું, " સફેદ ઘોડા પર હાથમાં તલવાર લઈને બેઠો છે હીરો"

કલકત્તા,

પોએમ મોદીની તુલના શિવલિંગ પર બેઠેલા એક વીંછી સાથે કરાયા હોવાના પોતાના નિવેદન બાદ વિવાદોમાં સપડાયેલા કોંગ્રેસના સાંસદ શશિ થરુરે વધુ એક વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર હુમલો બોલ્યો છે.

થરુરે પીએમ મોદી પર નિશાન સાધતા કહ્યું હતું કે, “એક સફેદ ઘોડા પર હાથમાં તલવાર લઈને એક હીરો બેઠો છે અને જે કહે છે કે, હું તમામ જવાબ જાણું છું”.

કલકત્તામાં આયોજિત એક ઔદ્યોગિક સંસ્થાના એક કાર્યક્રમમાં કોંગ્રેસ સાંસદે કહ્યું હતું કે, મોદી એક વ્યક્તિની સરકાર છે અને બીજા તમામ તેઓના ઈશારે નાચે છે. ભારતમાં હાલમાં ઇતિહાસનું સૌથી કેન્દ્રીયકૃત પ્રધાનમંત્રી ઓફિસ છે.

તેઓએ જણાવ્યું, દરેક નિર્ણય PMO ઓફીસ દ્વારા કરવામાં આવે છે. તમામ ફાઇલ મંજૂરી માટે પીએમઓમાં મોકલવામાં આવે છે.

આગામી લોકસભાની ચૂંટણી અંગે તેઓએ કહ્યું, કોંગ્રેસ અને વિપક્ષી પાર્ટીઓ વચ્ચે ચુંટણી પહેલા અને ત્યારબાદ ગઠબંધન થશે, પરંતુ થઇ શકે છે કે, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પ્રધાનમંત્રી પદ માટેનો ચહેરો નહિ હોય.

કોંગ્રેસ પાર્ટીના પીએમ ઉમેદવાર અંગે તેઓએ જણાવ્યું, “કોંગ્રેસના નેતુત્વવાળા ગઠબંધનના પ્રધાનમંત્રી પદના ઉમેદવારનો નિર્ણય સામુહિક રૂપથી થશે અને થઇ શકે છે રાહુલ ગાંધી આ પદ માટે નહિ પણ હોય”.

શશિ થરૂરે વધુમાં કહ્યું, આગામી લોકસભા ચુંટણી ખુબ જ મહત્વની છે, જેમાં ભાજપને બીજો કાર્યકાળ મળવાનો નથી.