Nobel Prize 2023/ પિયરે એગોસ્ટિની, ફેરેંક ક્રૂજ અને એની એલ હુઈલિયરને ભૌતિક શાસ્ત્રનું નોબેલ પ્રાઇઝ

પિયરે એગોસ્ટિની, ફેરેન્ક ક્રાઉઝ અને એન લ’હુલિયરે “દ્રવ્યમાં ઇલેક્ટ્રોન ગતિશીલતાના અભ્યાસ માટે પ્રકાશની એટોસેકન્ડ પલ્સ ઉત્પન્ન કરતી પ્રાયોગિક પદ્ધતિઓ” માટે ભૌતિકશાસ્ત્રમાં 2023નો નોબેલ પુરસ્કાર જીત્યો છે.

Top Stories World
Mantavyanews 8 2 પિયરે એગોસ્ટિની, ફેરેંક ક્રૂજ અને એની એલ હુઈલિયરને ભૌતિક શાસ્ત્રનું નોબેલ પ્રાઇઝ

Nobel Prize In Physics 2023: એગોસ્ટિની, ફેરેંક ક્રૂજ અને એની એલ હુઈલિયરે “દ્રવ્યમાં ઇલેક્ટ્રોન ગતિશીલતાના અભ્યાસ માટે પ્રકાશની એટોસેકન્ડ પલ્સ ઉત્પન્ન કરતી પ્રાયોગિક પદ્ધતિઓ” માટે ભૌતિકશાસ્ત્રમાં 2023નો નોબેલ પુરસ્કાર જીત્યો છે. નોબેલ પ્રાઇઝ આપતી સંસ્થાએ મંગળવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે વિજેતાઓના પ્રયોગોએ પ્રકાશની પલ્સીસ એટલી ટૂંકી બનાવી છે કે તે એટોસેકન્ડમાં માપવામાં આવે છે. આ દર્શાવે છે કે આ પલ્સીસનો ઉપયોગ અણુઓ અને પરમાણુઓની અંદરની પ્રક્રિયાઓના ફોટા પૂરા પાડવા માટે થઈ શકે છે.”

યુનાઇટેડ સ્ટેટ્સની ઓહિયો સ્ટેટ યુનિવર્સિટીના એગોસ્ટીની, મેક્સ પ્લાન્ક ઇન્સ્ટિટ્યૂટ ઓફ ક્વોન્ટમ ઓપ્ટિક્સના ક્રાઉઝ અને જર્મનીની મ્યુનિકની લુડવિગ મેક્સિમિલિયન યુનિવર્સિટી અને સ્વીડનની યુનિવર્સિટીના લ’હુલિયરને 11 મિલિયન સ્વીડિશ ક્રાઉન (લગભગ $1 મિલિયન) એનાયત કરવામાં આવ્યા છે.

નાણાકીય પુરસ્કાર ઉપરાંત, વિજેતાઓને નોબેલ પ્રાઈઝ ડિપ્લોમા અને ગોલ્ડ મેડલ પ્રાપ્ત થશે. લ’હુલિયર ભૌતિકશાસ્ત્રમાં નોબેલ જીતનારી માત્ર પાંચમી મહિલા છે. “આ સૌથી પ્રતિષ્ઠિત ઇનામ છે અને હું આ ઇનામ મેળવીને ખૂબ જ ખુશ છું. તે અવિશ્વસનીય છે, ”એમ તેણે ઈનામની જાહેરાત થતાં જ ન્યૂઝ કોન્ફરન્સમાં જણાવતા ઉમેર્યું હતું કે તમે જાણો છો કે ગણીગાંઠી મહિલાઓને આ પુરસ્કાર મળ્યો છે, તેથી તે ખૂબ જ ખાસ છે.”

સ્વીડનની રાજધાની સ્ટોકહોમમાં મંગળવારે સવારે જાહેર કરાયેલો આ પુરસ્કાર, સોમવારે ફિઝિયોલોજી અથવા મેડિસિનનું 2023 નોબેલ પુરસ્કાર જાહેર થયા પછી સિઝનનું બીજું નોબેલ છે. મેડિસિનનું ઇનામ mRNA સંશોધક હંગેરિયામાં જન્મેલા યુએસ નાગરિકો કેટાલિન કારીકો અને ડ્રૂ વેઇસમેનને તેમની ગ્રાઉન્ડબ્રેકિંગ ટેક્નોલોજી માટે આપવામાં આવ્યો છે, જેણે મેસેન્જર RNA (mRNA) COVID-19 રસીઓ માટે માર્ગ મોકળો કર્યો છે.

આ પણ વાંચોઃ School Leaving Certificate/ ‘આરોપીની ઉંમર સાબિત કરવા સ્કૂલ લીવિંગ સર્ટિફિકેટ આધારભૂત પુરાવો નથી’

આ પણ વાંચોઃ મંતવ્ય વિશેષ/ માલદીવના રાજકારણમાં ભારત એક મોટો ખેલાડી

આ પણ વાંચોઃ મંતવ્ય વિશેષ/ દક્ષિણ ચીનના સાગરમાં ઘણા દેશોના રસનું કારણ ક્રૂડ ઓઈલ!