મંતવ્ય વિશેષ/ દક્ષિણ ચીનના સાગરમાં ઘણા દેશોના રસનું કારણ ક્રૂડ ઓઈલ!

ચીન અન્ય તમામ દેશોને અવગણીને 35 લાખ ચોરસ કિલોમીટરના સમગ્ર સાઉથ ચાઈના સી પર કેમ પોતાનો દાવો કરે છે, આ માટે તે આખી દુનિયા સામે લડવા કેમ તૈયાર છે, આ વિવાદ પર ભારતનું શું વલણ છે અને ફિલિપાઈન્સની આ નાનકડી હિંમત વિશ્વને કેવી રીતે મદદ કરશે જોઈએ ખાસ અહેવાલમાં

Mantavya Exclusive Mantavya Vishesh
YouTube Thumbnail દક્ષિણ ચીનના સાગરમાં ઘણા દેશોના રસનું કારણ ક્રૂડ ઓઈલ!
  • ચીન અને વિયેતનામની દરીયાની જંગ
  • પલાવાન બેસિનમાં તેલના ભંડારની શોધ
  • 28 અબજ બેરલ તેમનો દાવો!
  • દક્ષિણ ચીન સાગરમાં 30 હજાર પ્રકારની માછલીઓ

ચીનના દક્ષિણમાં સ્થિત એક સીમાંત સમુદ્રનું નામ દક્ષિણ ચીન સમુદ્ર છે. તે સિંગાપોરથી તાઇવાનની ખાડી સુધી લગભગ 35 લાખ ચોરસ કિલોમીટરમાં ફેલાયેલું છે. અહીં લગભગ 250 નાના ટાપુઓ છે. મોટાભાગના નિર્જન છે. તે ચીનની મુખ્યભૂમિના દક્ષિણ કિનારાને સ્પર્શે છે.વિયેતનામના પૂર્વમાં ફેલાયેલું છે. મલેશિયાના ઉત્તરમાં સ્થિત છે. ખુનેઇ અને ફિલિપાઈન્સના પશ્ચિમ છેડા આ સમુદ્રને સ્પર્શે છે. ચીન દક્ષિણ ચીન સાગરના લગભગ 80% હિસ્સા પર દાવો કરે છે. ચીન, તાઇવાન અને વિયેતનામ અહીં સ્થિત પેરાસેલ ટાપુઓ પર પોતપોતાના દાવા કરે છે. અહીં સ્થિત સ્પ્રેટલી ટાપુઓ પર ચીન, તાઈવાન, વિયેતનામ અને ફિલિપાઇન્સ પોતાનો દાવો કરે છે.

ચીનનું કહેવું છે કે 2 હજાર વર્ષ પહેલા ચીનના નાવિક અને માછીમારોએ દક્ષિણ ચીન સાગર અને તેના ટાપુઓની શોધ કરી હતી. ઉપલબ્ધ તથ્યો અનુસાર, જાપાને 1937માં દક્ષિણ ચીન સાગરમાં ઘણા ટાપુ જૂથો પર દાવો કર્યો અને કબજો કર્યો. જાપાની સેના ડિસેમ્બર 1938માં સ્ટેટલી ટાપુઓ પર પહોંચી અને તે જ વર્ષે પેરાસેલ ટાપુઓ પર પણ કબજો કરી લીધો. આ પછી બીજું વિશ્વ યુદ્ધ શરૂ થયું, જેમાં જાપાન હારી ગયું.

સરકારે 1947માં ચીનની કુઓમિન્ટાંગ ‘ઇલેવન ડેશ લાઇન’ દ્વારા દક્ષિણ ચીન સાગરમાં પોતાનો દાવો રજૂ કર્યો હતો. 1949માં ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટીએ ટોકિનની ખાડીને તેમાંથી બાકાત કરી દીધી, ત્યારબાદ તે નાઈન ડેશ લાઇન’ બની ગઇ. ચીને 1958ના ઘોષણાપત્રમાં સાઉથ ચાઇના સીના ટાપુઓ પર દાવો કર્યો હતો, જે ચીન અને વિયેતનામ વચ્ચે વિવાદનું કારણ બન્યું હતું.

વિયેતનામનું કહેવું છે કે 1940 સુધી ચીને ક્યારેય આ વિસ્તાર પર સાર્વભૌમત્વનો દાવો કર્યો ન હતો, જ્યારે વિયેતનામ 17મી સદીથી અહી શાસન કરી રહ્યું છે. 19 જાન્યુઆરી, 1974ના રોજ ચીનના સૈનિકો પેરાસેલ ટાપુઓ પર પહોંચ્યા હતા. તેઓએ ત્યાં ચીનના ધ્વજ લગાવ્યા અને પોતાનો કબજો જાહેર કર્યો. આ અથડામણમાં ત્યાં પહેલાથી હાજર 70થી વધુ વિયેતનામી સૈનિકો માર્યા ગયા હતા. 11 માર્ચ, 1976ના રોજ ફિલિપાઇન્સને દક્ષિણ ચીન સાગરને અડીને આવેલા પલાવાન બેસિનમાં તેલના ભંડારની શોધ થઇ. આનાથી અન્ય દેશોને પણ આ સમુદ્રમાં તેલનો ભંડાર મળવાની આશા જાગી

સમુદ્ર પર કોનો અધિકાર હશે તે અંગે દુનિયામાં કોઈ કાયદો નહોતો. લગભગ ૩ દાયકાની વાટાઘાટો પછી 1982માં સંયુક્ત રાષ્ટ્ર પરિષદમાં એક કાયદો  પસાર કરવામાં આવ્યો. તેનુ નામ હતું ‘યુનાઇટેડ નેશન્સ કન્વેન્શન ઓન ધ લી ….. ઓફ ધ સી એટલે કે UNCL0s ; તે 14 નવેમ્બર 1994ના રોજ 60 દેશો દ્વારા દસ્તાક્ષર કર્યા પછી અમલમાં આવ્યું. કોઈ દેશ પાસે તેની જમીનથી 200 નીટિકલ માઈલની દરિયાઈ મર્યાદા સુધી વિશેષ આર્થિક મિત્ર શે તેની અર્થ એ છે કે દેશ આ અંતરના સંસાધનોનો ઉપયોગ કરી શકે છે.

ફિલિપાઇન્સનું કહેવું છે કે, ભૌગોલિક સ્થિતિ અનુસાર સ્પેલી આઇલેન્ડ ફિલિપાઇન્સના માગ છે. ચીન અને ફિલિપાઈન્સ પણ સ્વાખોરો રીફ પર પોતાનો હક દાવા કરે છે. આ રીફ ફિલિપાઈન્સથી 100 માઇલ જ્યારે ચીની 500 માઇલ દૂર છે. UNCLOSE  હોવા છતાં, ચીને સાગર પર પોતાનો દાવી છોડ્યો નથી, પરંતુ તે આ મુદ્દે વધુ આક્રમક બન્યું છે.

ચીને કહ્યું કે, દક્ષિણ અરબ સાગરમાં ઘણા ટાપુ તેના છે. જ્યાં ચીનના નાગરિકો પણ વસ્યા છે. તેથી, તે ટાપુઓથી 200 નોટિકલ માઈલ સુધીના સ્પેશિયલ ઇકોનોમિક ઝોન પર ચીનનો અધિકાર છે

સ્પ્રેટલી ટાપુઓ પાસે મિસરીફ રીફ પર ૩ નૈવી જહાજો અને ફિલિપાઇન્સની નવી ગનબોટ વચ્ચે 90 મિનિટની લડાઈ થઈ ચીને પહેલીવાર વિયેતનામ સિવાય ASEAN સભ્ય દેશ વિરુદ્ધ સીધો જ સૈનાનો ઉપયોગ કર્યો હતો. ચીનમાં બનેલી આ ઘટનાએ ફિલિપાઈન્સ અને અમેરિકા વચ્ચેના સૈન્ય સહયોગને પુનર્જીવિત કર્યો. યુએસ નેવીએ તરત જ ફિલિપાઇન્સમાં લશ્કરી કવાયત રારૂ કરી.

ફિલિપાઇન્સે સ્કારબોરો શોલમાં ચીનની ફિશિંગ બોટ સામે યુદ્ધ જહાજ તૈનાત કર્યું. આ કારણે રાજદ્વારી સંબંધો ખૂબ જ બગડી ગયા. જવાબમાં ચીને પણ સર્વેલન્સ જડાજો મોકલ્યાં હતાં. બંને દેશો વચ્ચે લગભગ 2 મહિના સુધી મડાગાંઠ ચાલી હતી, 2013માં ફિલિપાઇન્સે સૉટલી આઇલેન્ડ અને સ્કારખોરો શોલ પર ચીનના દાવા વિરુદ્ધ UNCLOS હેઠળ ઈન્ટરનેશનલ ટ્રિબ્યુનલમાં કેસ દાખલ કર્યો હતો. ચીને આ પ્રક્રિયામાં ભાગ લેવાનો ઈનકાર કર્યો હતો. 2016માં ટ્રિબ્યુનલે ચીન વિરુદ્ધ ચુકાદો આપ્યો હતો. નિર્ણય મુજબ ચીનની ‘નાઇન ડેશ લાઇન’નો કોઇ આધાર નથી. કોર્ટે દક્ષિણ ચીન સાગરમાં કૃત્રિમ ટાપુઓના નિર્માણને પણ ખોટું ગણાવ્યું છે. ચીને આ નિર્ણયને સીધો ફગાવી દીધો.

દક્ષિણ ચીન સાગરમાં ઘણા દેશોના રસનું મુખ્ય કારણ ક્રૂડ ઓઇલનો ખજાનો શોધવાની આશા છે. ચીનના અનુમાન મુજબ અહીં 213 અબજ બેરલ તેલનો ભંડાર હોઈ શકે છે. અમેરિકન વૈજ્ઞાનિકોએ 28 આમજ બેરલ તેલનો અંદાજ લગાવ્યો છે. યુએસ એનર્જી ઇન્ફોર્મેશન એડમિનિસ્ટ્રેશન અનુસાર, અહીં 900 ટ્રિલિયન ક્યુબિક ફીટ નૅચરલ ગેસનો ભંડાર હોઈ શકે છે. આ આંકડો કતારમાં હાજર ભંડાર જેટલો છે.

દક્ષિણ ચીન સાગર લગભગ 30 હજાર પ્રકારની માછલીઓ છે. વિશ્વાનો લગભગ 55% માછલીનો વેપાર કાં તો દક્ષિણ ચીન સાગરમાંથી પસાર થાય છે અથવા તેમાં જોવા મળે છે. સાઉથ ચાઇના સી એ વિશ્વના સૌથી વ્યસ્ત દરિયાઈ માર્ગોમાંથી એક છે. યુનાઈટેડ નેશન્સ કોન્ફરન્સ ઓન ટ્રેડ એન્ડ ડેવલપમેન્ટ અનુસાર, વિશ્વના દરિયાઇ વેપારનો લગભગ એક તૃતીયાંશ આ માર્ગ પરથી પસાર થાય છે. આ આંતરરાષ્ટ્રીય વેપારનું વાર્ષિક મૂલ્ય લગભગ 5 ટ્રિલિયન ડોલર છે. આ ભારતના કુલ જીડીપી ($3.5 ટ્રિલિયન) કરતાં ઘણું વધારે છે.

ચીન સાઉથ ચાઇના સીના છીછરા ટાપુઓ અને ડૂબેલા ખડકો પર લાખો મેટ્રિક ટન પથ્થર અને કોંક્રીટ નાખીને કૃત્રિમ ટાપુઓ બનાવી રહ્યું છે. ચીને આ વિસ્તારમાં લગભગ 3 હજાર હેક્ટર નવી જમીન તૈયાર કરી છે. તે આ કૃત્રિમ ટાપુઓ પર લશ્કરી કેમ્પ અને બંદરો બનાવી રહ્યું છે.

ચીને આ બંદરો પર 3 હજાર ફૂટ લાંબા ૩ રનવે બનાવ્યા છે. ઔ મિલિટરી રનવે છે. જ્યાં ફાઈટર પ્લેન લેન્ડ થઈ શકે છે. ચીને સાઉથ ચાઇના સીમાં ક્રૂડ ઓઇલની મોટી ટેન્કોને જમીનની નીચે દરિયામાં છુપાવીને તેલનો વિશાળ ભંડાર બનાવ્યો છે. ચીને સાઉથ ચાઇના સીના ટાપુઓ પર પણ મિસાઈલો તૈનાત કરી છે. ચીન તેની મુખ્ય ભૂમિ તરફ જતા તમામ માર્ગોને નિયંત્રિત કરવા માંગે છે.

ભારત સ્પષ્ટપણી UNCLOSEના સિદ્ધાંતોનું સમર્થન કરે છે. જે મુજબ સાઉથ ચાઇના સીમાં રોક ટોક વગર અવરજવર થવી જોઈએ. ભારત એ પણ માને છે કે દક્ષિણ સાગર વિવાદમાં સામેલ ક્ષેત્રના તમામ દેશોએ કોઈપણ  પ્રકારની ધમકી અને બળના ઉપયોગ વિના પરસ્પર વિવાદોને ઉકેલવા જોઇએ.ભારતે વિયેતનામ અને ફિલિપાઈન્સ જેવા દેશો સાથે તેની ગતિવિધિઓ વધારી છે. ભારતના આ પગલાને તેના પૂર્વ એસીઆઈ પડોશીની સાથે સંબંધો  સુધારવાની એક મહત્વપૂર્ણ તક તરીકે જોવામાં આવી રહ્યું છે.

વિયેતનામ સરકાર ભારત સરકારની તેલ અને ગેસ કંપની ONGC સાથે કરાર કર્યો હતો. ONGC વિતનામના નાના ટાપુઓમાં તેલ અને ગેસની શોધ કરીશે ચીને આનો  જોરદાર  વિરોધ કર્યો  હતો જ્યારે ભારતે  કહ્યું કે દક્ષિણ ચીન સાગર સમગ્ર વિશ્વની સંપતિ છે.નાઈન દેશ લાઈનને લઈને ઇન્ટરનેશનલ કોર્ટના નિર્ણયને ફગાવીને ચીને પૂર્વ એશિયાઇ દેશો સાથે પોતાના સંબધો  બગાડયા છે. આવી સ્થિતિમાં ભારતને આ ક્ષેત્રમાં પોતાનું કદ વધારાની તક મળી છે.અમેરિકા સાથે મળીને ભારત આ ક્ષેત્રમાં ચીનની વધતી  ભૂમિકાને સંતુલિત કરવા માટે મહત્વપૂર્ણ  ભાગીદાર બની શકે છે.


આ પણ વાંચો:સુરતના આ વિસ્તારમાં ગણેશ વિસર્જન દરમિયાન મોટી દુર્ઘટના, 5 વર્ષના બાળકનું

આ પણ વાંચો:ભાદરવી પૂનમના મેળામાં ઉમટ્યા લાખો માઈભક્તો, ચીકીના પ્રસાદને નકાર્યો

આ પણ વાંચો:સુરતમાં સરકારી અનાજના કાળા બજારીનો પર્દાફાશ

આ પણ વાંચો:દિનેશ દાસાની UPSCના સભ્ય તરીકે વરણી, PM મોદીનો માન્યો આભાર