Politics/ રાહુલ ગાંઘી કોંગ્રેસ પ્રમુખ નહીં, તો શું આ નેતા જેવા વફાદારની શોધમાં છે સોનિયા ગાંધી ?

યુપીએ સમયે મનમોહનસિંહે ૧૦ વર્ષ સરકાર સોનિયા ગાંધીની સૂચના પ્રમાણે ચલાવી હોવાની જે વાત છે તેનું સંગઠનમાં પણ પૂનરાવર્તન કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે તેથી જ તારીખ પે તારીખ પડે છે. સોનિયા ગાંધી સંગઠનમાં પણ મનમોહનસિંહ જેવા નેતાની શોધમાં ?

Mantavya Exclusive India Politics
congress 2 રાહુલ ગાંઘી કોંગ્રેસ પ્રમુખ નહીં, તો શું આ નેતા જેવા વફાદારની શોધમાં છે સોનિયા ગાંધી ?

યુપીએ સમયે મનમોહનસિંહે ૧૦ વર્ષ સરકાર સોનિયા ગાંધીની સૂચના પ્રમાણે ચલાવી હોવાની જે વાત છે તેનું સંગઠનમાં પણ પૂનરાવર્તન કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે તેથી જ તારીખ પે તારીખ પડે છે. સોનિયા ગાંધી સંગઠનમાં પણ મનમોહનસિંહ જેવા નેતાની શોધમાં ?

૧૩૮ વર્ષ જૂના પક્ષને ૨૦૧૯થી લોકસભા ચૂંટણી પછીના બે વર્ષથી કાયમી રાષ્ટ્રીય પ્રમુખ મળતો નથી કે પછી આંતરિક ખેંચતાણ કે અન્ય કારણોસર તેની વરણી થઈ શકતી નથી. અને પક્ષમાંથી જ બુલંદ અવાજ ઉઠ્યા પછી પણ કાર્યકારી અધ્યક્ષે શ્રીમતી સોનિયા ગાંધીએ પોતે બે થી વધુ વખત સત્તા છોડવા તૈયારી દર્શાવ્યા પછી પણ કોંગ્રેસ કારોબારીએ આ નિર્ણય વધુ છ માસ પાછો ઠેલ્યો છે. હવે જુન માસમાં આ નિર્ણય થશે તેવું જાહેર થયું છે. થોડા દિવસો પહેલા ઘણા અખબારોએ એવા અખબારો પ્રસિદ્ધ કર્યા હતા કે, રાહુલ ગાંધીની કોંગ્રેસ પ્રમુખ તરીકે ફરી તાજપોશીની ૨૨મીએ મળનારી સી ડબલ્યુ સીની બેઠકમાં જાહેરાત થઈ શકે છે. પરંતુ આવું બન્યું નથી.હવે પશ્ચિમ બંગાળ, કેરળ, તમિલનાડુ, પોંડિચેરી અને આસામની વિધાનસભાની ચૂંટણી કોંગ્રેસ કાર્યકારી અધ્યક્ષ શ્રીમતી સોનિયા ગાંધીના નેતૃત્વ હેઠળ જ લડી લેશે. ત્યાં સુધીમાં સંગઠનની નવી ચૂંટણીનું કામ આટોપી લેવા માટેની વાતો થઈ છે.

himmat thhakar રાહુલ ગાંઘી કોંગ્રેસ પ્રમુખ નહીં, તો શું આ નેતા જેવા વફાદારની શોધમાં છે સોનિયા ગાંધી ?

કોંગ્રેસમાં અનેક નેતાઓ પ્રમુખ અને વડાપ્રધાન પદ પર રહ્યા છે

ભલે કોંગ્રેસમાં એક વ્યક્તિ લાંબા સમય સુધી કોંગ્રેસના પ્રમુખપદે રહી હોય તેવું તો ઘણીવાર બન્યું છે. ખાસ કરીને ૧૯૬૯માં કોંગ્રેસના વિભાજન બાદ શાસક કોંગ્રેસના પ્રમુખ પદે ત્યારબાદ રચાયેલી ઈન્દિરા કોંગ્રેસના પ્રમુખ પદે ઇન્દિરા ગાંધીએ લગભગ ૨૫ વર્ષ સુધી (બન્ને સંસ્થા) સંભાળી હતી. આ સમયગાળામાં વડાપ્રધાન પદ પણ (૧૯૭૭થી ૧૯૮-ના સમયગાળા સિવાયના) સાથે જ સંભાળ્યું હતું. જ્યારે રાજીવ ગાંધીએ પણ ૧૯૮૪ ઓકટોબરથી ૧૯૯૧ની ૨૧મી મે સુધી કોંગ્રેસનું પ્રમુકપદ સંભાળ્યું હતું. ૧૯૮૫ થી ૧૯૯૦ સુધી તો તેઓ દેશના વડાપ્રધાન પણ હતા. પરંતુ ત્યારબાદ થોડા સમય સીતારામ કેસરી કોંગ્રેસ પ્રમુખ બન્યા. અમુક સમય પૂરતા પી.વી. નરસિંહરાવે વડાપ્રધાન પદની સાથે પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકેનો હોદ્દો અને હવાલો પણ સંભાળ્યો હતો.

35 Years Ago: Congress' Monumental Follies in 1984 were Fortified by  Leaders Lacking Moral Courage

સોનિયા ગાંધીએ નવો ચીલો ચિતર્યો

૧૯૯૮ બાદ શ્રીમતી સોનિયા ગાંધી કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ બન્યા. ૨૦૦૪માં કોંગ્રેસની આગેવાની હેઠળ યુપીએ ૧ની સરકાર રચાઈ ત્યારે તેની સંસદીય પક્ષના એ યુપીએના ચેરપર્સન તરીકે વરણી થઈ હોવા છતાં વડાપ્રધાન બનવાની ના પાડી દઈ મનમોહનસિંહને વડાપ્રધાન બનાવાયા હતા. ૨૦૦૯ની ચૂંટણી બાદ પણ મનમોહનસિંહે વડાપ્રધાન પદ જાળવી રાખ્યું હતું. ૨૦૧૪ની ચૂંટણી સુધી શ્રીમતી સોનિયા ગાંધીએ વિરોધ પક્ષના નેતા તરીકેનું સ્થાન અને રાષ્ટ્રીય અધ્યક્ષપદ પણ જાળવ્યું. ત્યારબાદ તેમની તબિયતના કારણે હોદ્દો છોડ્યો અને બે વર્ષ સુધી કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રહેલા રાહુલ ગાંધીને કોંગ્રેસના અધ્યક્ષ બનાવાયા હતા. જો કે ૨૦૧૯ની ચૂંટણીમાં પણ કોંગ્રેસની દશા એ જ રહી. સંસદમાં માત્ર ૮ બેઠક વધી. ટૂંકમાં સત્તા પ્રાપ્ત કરવામાં તો કોંગ્રેસ નિષ્ફળ રહી, પરંતુ વિરોધ પક્ષનું નેતાપદ પણ ન મળ્યું કારણ કે, લોકસભાના અધ્યક્ષ પહેલા સુમિત્રા મહાજન અને ત્યારબાદ ઓમ બીરલા ૫૪ થી વધુ સભ્યો હોય તે જ પક્ષને વિપક્ષનું નેતાપદ મળે તેના ગઠબંધનના ભલે વધારે સભ્યો હોય તે બાબતને કાને ધરી નહીં.

5 Congress presidents from Nehru-Gandhi family, 13 from outside since  independence | Deccan Herald

રાહુલ આવ્યા અને ગયા – ફરી સોનિયા આવ્યા

આમ આજે લોકસભામાં કોંગ્રેસના નેતા પદે અધિર રંજન ચૌધરી છે. પહેલા મલ્લિકાર્જૂન ખડગે હતા. આમ ૨૦૧૪ પછીથી લોકસભામાં દરેક પક્ષના નેતા છે. પણ વિરોધ પક્ષના નેતા નથી. હા, રાજ્યસભામાં ગુલામ નબી આઝાદ વિપક્ષના નેતાનું સ્થાન સંભાળે છે ખરા. ૨૦૧૯માં યોજાયેલી લોકસભાની ચૂંટણી બાદ કોંગ્રેસની હારની જવાબદારી સ્વીકારી રાહુલ ગાંધીએ પોતાનો હોદ્દો છોડ્યો. ત્યારબાદ શ્રીમતી સોનિયા ગાંધીએ ઈનચાર્જ રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા.

ચૂંટણી યોજાશેની વાતો વચ્ચે ફરી સોનિયા પ્રમુખ બન્યા

છેલ્લા એક વર્ષમાં ચાર વખત કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી યોજાશે તેવી વાતો થઈ, પરંતુ અંતે તો શ્રીમતી સોનિયા ગાંધી પાસે જ આ હવાલો રહ્યો છે. ચારેક માસ પહેલા કપીલ સીબ્બલ, આઝાદ સહિતના ૨૩ જેટલા નેતાઓએ શ્રીમતી સોનિયા ગાંધીને પત્ર લખી કાયમી પ્રમુખ અને સંગઠનની ચૂંટણીની માગણી કરી તે વખતે શ્રીમતી સોનિયા ગાંધીએ હોદ્દો છોડવાની ઓફર સાથે સંગઠનની ચૂંટણીની વાત સ્વીકારી. તે વખતે કોંગ્રેસના અમુક આગેવાન રાહુલ ગાંધી કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ બને તેમ ઈચ્છતા હતા તો અમુક આગેવાનો ગાંધી-નહેરૂ પરિવાર સિવાયનો કોઈ આગેવાન પક્ષનું નેતૃત્વ સંભાળે તેવી માગણી કરતા હતા. આ સંજોગોમાં શ્રીમતી સોનિયા ગાંધીએ કોંગ્રેસનું રાષ્ટ્રીય અધ્યક્ષપદ જાળવી રાખ્યું.

Kishangarh rally: PM invokes Moinuddin Chishti, appeals for communal  harmony - India News

પ્રમુખ કોણ તેવો પ્રશ્ન ફરી ચમક્યો અને મુલતવી પણ રહ્યો

ફરીવાર શુક્રવારની સીડબલ્યુસીમાં આ પ્રશ્ન ચમક્યો પણ કોઈ નિર્ણય લેવાને બદલે સંગઠનની ચૂંટણી છેક પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણી બાદ એટલે કે જૂન ૨૦૨૧માં કરવાનો નિર્ણય લેવાયો. જેમ કોર્ટમાં કોઈ કેસાં મુદ્દત પડે અને વારંવાર મુદ્દત પડે છે ત્યારે ઘણા લોકો તારીખ પે તારીખ શબ્દનો પ્રયોગ કરે છે તેમ હવે કોંગ્રેસના કાયમી અધ્યક્ષ અને ૧૩૮ વર્ષ જૂના કોંગ્રેસ પક્ષના સંગઠનની ચૂંટણી માટે આજ શબ્દ પ્રયોગ કરે છે. હવે જૂન માસ બાદ કોઈ તારીખ ન પડે તો સારૂ તેવું પક્ષના ઘણા નેતાઓ કહે છે. જો કે કોંગ્રેસના અંતરંગ વર્તુળોમાંથી મળતી વિગતો એવી છે કે ભલે રાહુલ ગાંધીએ જાહેરમાં આ હોદ્દો સંભાળવા તૈયારી બતાવી હોય. પરંતુ અંદરખાને તઓ કોંગ્રેસનું પ્રમખપદ સંભાળવા ઈચ્છતા નથી. તેથી કોંગ્રેસના સર્વોચ્ચ નેતાઓ અને ખાસ કરીને શ્રીમતી સોનિયા ગાંધી પોતાનો અનુગામી જો રાહુલ બનવા તૈયાર ન હોય તો એવો કોઈ નેતા હોવો જોઈએ કે જે ગાંધી નહેરૂ પરિવાર પ્રત્યે વફાદારી ધરાવતો હોય અને તેની નજીક હોય.

રાહુલ નહી તો કોણ છે નહેરુ-ગાંધી પરિવારનું વફારદાર ?

એક અખબારી અહેવાલ પ્રમાણે કોંગ્રેસના કાર્યકારી રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રીમતી સોનિયા ગાંધીએ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતને આ હોદ્દો સંભાળવા સૂચન કર્યુ છે. આનું કારણ એ છે કે અશોક ગેહલોતે પહેલા મહામંત્રી તરીકે પોતાની જવાબદારી સફળતાપૂર્વક નિભાવી છે. ગુજરાત કોંગ્રેસ પ્રભારી તરીકે ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણીમાં તેમણે કોંગ્રેસની તાકાત વધારી છે. ભલે તે વખતે પાટીદાર અનામત આંદોલનનો લાભ મળ્યો હોય તે અલગ વાત છે. તાજેતરમાં રાજસ્થાન કેબિનેટનું વિસ્તરણ ગેહલોતે મોકૂફ રાખ્યું તેના માટે આજ બાબત જવાબદાર છે તેવું કહેવાય છે.

જો કે રાજસ્થાનનું મુખ્યમંત્રી પદ ગેહલોત રાષ્ટ્રીય કક્ષાએ જાય તો કોને સોંપવું તે પણ એક પ્રશ્ન છે. સચીન પાયલોટ આ માટે તૈયાર છે પરંતુ ગેહલોત પોતે એવું ઈચ્છે છે કે પાયલોટ પોતાના અનુગામી ન બને. કારણ કે રાજસ્થાનના આ બંને નેતાઓ વચ્ચે પેઢીઓ તો છે જ પણ આપસમાં તાલમેલ નથી અને ૨૦૧૮ની ચૂંટણી વખતે જે તાલમેલ હતો તેવો અને સચીન પાયલોટને નાયબ મુખ્યમંત્રી પણ બનાવ્યા હતા પણ સચીન પાયલોટે બળવો પોકાર્યા બાદ તેમને કોંગ્રેસના ઘણા નેતાઓ આ પદ સોંપવા માગતા નથી. આ પણ એક હકિકત છે. ઘણાને એવો ભય છે કે ગેહલોતના રાષ્ટ્રીય રાજકારણમાં ફરી પ્રવેશ બાદ રાજસ્થાન કોંગ્રેસના હાથમાંથી સરકી જાય તેવો ભય ટોચના આગેવાનોને સતાવે છે.

Gujarat elections: PM Modi doesn't practice what he preaches on corruption,  says Manmohan Singh | Elections News,The Indian Express

કોંગ્રેસને(નહેરુ-ગાંઘી પરિવારને) આ શાલીન નેતા જેવા વફાદાર મળ જ ન શકે

આ અહેવાલ બહાર આવ્યા બાદ કોમેન્ટ કરતાં એક વિવેચકે કહ્યું કે જેમ ૨૦૦૯માં કોંગ્રેસે શ્રીમતી સોનિયા ગાંધી કહ્યામાં રહે તેવા વડાપ્રધાન તરીકે મનમોહનસિંઙની પસંદગી કરી હતી તેવી જ રીતે કોંગ્રેસના અધ્યક્ષપદે જાે ગાંધી નહેરૂ પરિવાર સિવાયના કોઈ મહાનુભાવ હોય તો તે પણ આ પરિવારને વફાદાર હોય અને આ પરિવારનો કહ્યાગરો હોય તેવો હોવો જાેઈએ. ગેહલોત આ ગુણ ધરાવે છે તેવું માનીને શ્રીમતી સોનિયા ગાંદીએ આ ઓફર મોકલી હોય તેવું બની શકે. જાેકે રાજસ્થાન ગુમાવવાનો ભય પણ છે જ. જાેકે ઘણા કહે છે કે ભલે ગમે તેમ હોય પણ પાયલોટ તે ગેહલોત કરતાં વધુ જનાધાર ધરાવતા રાજસ્થાનના નેતા છે અને ૨૦૧૮માં પણ તેમની વરણી થવી જાેઈતી હતી તે ગેહલોત રાષ્ટ્રીય કક્ષાએ ગયા બાદ થાય તો તેમાં કશું ખોટું નથી. કારણ કે રાજસ્થાનમાં હાલના તબક્કે મોટા ગજાવાળા નેતાઓ આ બે જ છે. જાેઈએ હવે શું થાય છે.

 

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…