ઘટાડો/ જૂનાગઢવાસીઓ માટે ઉમરકોટ કિલ્લાના દરમાં 50 ટકાનો કરાયો ઘટાડો

ઉપરકોટ કિલ્લાને લઇને મોટા સામચાર સામે આવ્યા છે. કિલ્લાના પ્રવેશ ફીમાં નોંધપાત્ર ઘટાડો કરવામાં આવ્યો છે,

Top Stories Gujarat
5 1 જૂનાગઢવાસીઓ માટે ઉમરકોટ કિલ્લાના દરમાં 50 ટકાનો કરાયો ઘટાડો
  • જૂનાગઢવાસીઓ માટે આનંદના સમાચાર
  • ઉપરકોટ કિલ્લાના દરોમાં મોટી રાહત
  • રેગ્યુલર દર કરતાં આપવામાં આવી 50 ટકાની રાહત
  • ધારાસભ્યએ દરમાં ઘટાડો કરવા કરી હતી રજૂઆત
  • જુનાગઢવાસીઓ માટે રૂ. 50 દર કરાયા નક્કી
  • 18 વર્ષની નીચેના બાળકના કરાયા 25 રૂપિયા
  • સ્થાનિકો સિવાયના લોકો માટે રહેશે 100 રૂપિયા

જૂનાગઢવાસીઓ માટે આનંદના સમાચાર સામે આવ્યા છે, ઉપરકોટ કિલ્લાને લઇને મોટા સામચાર સામે આવ્યા છે. કિલ્લાના પ્રવેશ ફીમાં નોંધપાત્ર ઘટાડો કરવામાં આવ્યો છે,ઉપરકોટ કિલ્લાના પ્રવેશ ફી મામલે જૂનાગઢવાસીઓને નિયમિત દર કરતા 50 ટકા રાહત આપવામાં આવી છે. આ કિલ્લા માટે ફી માં રાહત મળે માટે  જૂનાગઢના ધારાસભ્યોએ રજૂઆત કરી હતી તેમની રજૂઆત ફળી હતી અને જૂનાગઢ વાસીઓ માટે ખુશખબર લાવી છે ,હવે કિલ્લાના પ્રવેશ માટે 50 ટકા ડિસ્કાઉન્ટ મળશે.  ઉપરકોટમાં જૂનાગઢવાસીઓ માટે પ્રવેશ ફી રૂ. 50 રાખવામાં આવી છે. જ્યારે 18 વર્ષની નીચેના બાળક માટે 25 રૂપિયા રાખવામાં આવી છે. જ્યારે જૂનાગઢ સિવાયના લોકો માટે રૂપિયા 100 રાખવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે હવે જૂનાગઢના વાસીઓ માત્ર 50 રૂપિયામાં કિલ્લાે જોઇ શકશે, જયારે સ્થાનિક સિવાય માટે 100  ફી નિર્ધારિત કરવામાં આવી છે. આ નિર્ણય લેવાતા જૂનાગઢવાસીઓમાં આનંદની લાગણી જોવા મળી રહી છે