Crime/ ઈમેઈલ આઈડી હેક કરી કરોડોની ઠગાઈ કરતી ગેંગના સાગરીતને સાયબર ક્રાઇમે દબોચ્યો,

ઈમેઈલ આઈડી હેક કરી કરોડોની ઠગાઈ કરતી ગેંગના સાગરીતને સાયબર ક્રાઇમે દબોચ્યો,

Ahmedabad Gujarat
morbi papar mill 18 ઈમેઈલ આઈડી હેક કરી કરોડોની ઠગાઈ કરતી ગેંગના સાગરીતને સાયબર ક્રાઇમે દબોચ્યો,

@ભાવેશ રાજપૂત, અમદાવાદ 

કોરોના કાળમાં અનેક શિક્ષિત લોકો બેરોજગાર બન્યા છે. અને પોતાની દૈનિક જરૂરીયાતને પહોચી વળવા માટે ગુનાહિત પ્રવૃત્તિ પણ કરતા અચકાતા નથી. વળી કોરોના કાળમાં સાઈબર ક્રાઈમ અને ઓન લાઈન ઠગાઈનું પ્રમાણમાં પણ મોટો વધારો થયો છે. આવા જ એક ઓન લાઈન ઠગાઈ કરતી ગેંગનો અમદાવાદ ATS  દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે.

કંપનીનો ઇમેલ આઇડી વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્ક VPNનો ઉપયોગ કરી હેક કરી તેના આધારે કંપનીનો રજીસ્ટર મોબાઇલ રિપ્લેસ કરી કંપનીના બેંક ખાતામાંથી કરોડોની રકમ ડેબિટ કરનાર બિહાર ઝારખંડની ગેંગના સભ્યની અમદાવાદ સાયબર ક્રાઈમે ધરપકડ કરી છે.
ગુલશન તનીકસિંગ નામનો બિહારનો રહેવાસી શખ્સ કરોડોની ચીટિંગ કરનાર ગેંગનો સભ્ય છે.

અમદાવાદની એક કંપનીનું ઈમેઈલ આઈડી હેક કરી આ આરોપીએ 94 લાખથી વધુ રકમ ટ્રાન્સફર કરી ઠગાઈ કરી છે. અમદાવાદના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં થોડાક દિવસો પહેલા એક ગુનો દાખલ થયો હતો.  જેમાં અજાણી વ્યક્તિ દ્વારા વોડાફોન, આઈડિયા કંપનીમાં ટ્રાઈડેન્ટ ઇન્ડિયા લિમિટેડનું મેઈલ આઇડી હેક કરી કંપનીનો બેંકમાં રજીસ્ટર મોબાઈલ નંબરને રિપ્લેસ કરી ખોટી માહિતી હેક કરી હતી.

ઈમેલ આઈડીથી વોડાફોન આઈડિયા કંપનીને મેલ દ્વારા નવું સીમ કાર્ડ મેળવી, સીમ સ્વેપિંગ કરી તેમજ કંપનીના નેટબેન્કિંગના યુઝરનેમ તથા પાસવર્ડ કોઈપણ રીતે મેળવી બેંક ખાતામાંથી નેટ બેન્કિંગનો ઉપયોગ કરી કંપનીની જાણ બહાર અલગ-અલગ ખાતામાંથી 94 લાખ 57 હજાર ટ્રાન્સફર કરી લીધા હતા. જે બાબતે અમદાવાદ સાયબર ક્રાઇમે 80 જેટલા મોબાઇલ ડિવાઇસ તથા ૭૦ જેટલા મોબાઈલ નંબરની માહિતી એનાલિસિસ કરતા તે બિહાર રાજ્ય ખાતે હોવાનું ખબર પડતાં લોકેશનના આધારે તપાસ કરી હતી.

અમદાવાદ સાયબર ક્રાઇમે બિહારમાંથી છુટુ વેશ ધારણ કરીને ફરતા આરોપી ગુલશન તનીક સિંગ નામના આરોપીની ધરપકડ કરી તેની પાસેથી મોબાઇલ ડિવાઇસ, 8 સિમકાર્ડ અને અલગ અલગ સ્ક્રીપ્ટ કબ્જે કરી ટ્રાન્ઝિટ રિમાન્ડના આધારે બિહારથી અમદાવાદ ખાતે લાવવામાં આવ્યો છે.

આરોપીની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું છે કે તેણે બી.એસ.સી કેમેસ્ટ્રીનો અભ્યાસ મગધ યુનિવર્સિટીમાંથી પૂર્ણ કર્યો છે. અને આરોપી સાથે સામેલ સહઆરોપીઓનું મોટું ગ્રુપ અલગ-અલગ પ્રકારના સાયબર ક્રાઈમના અપરાધને અંજામ આપે છે આ કામ કરવા બદલ આરોપી પાસેથી તેણે 40 ટકા કમિશન મળતું હતું.  હાલ તો પોલીસે આરોપીને ઝડપી પાડી અન્ય સાગરીતો અને આરોપીઓને શોધવાની તજવીજ તેજ કરી છે. આજે એક ઉચ્ચ શિક્ષિત વ્યક્તિ પણ આવા ગુનાહિત કુર્ત્યને અંજામ આપવા તરફ ધકેલાઈ રહી છે. શા મેટા એવી તો કેવી મજબૂરી રહી હશે.

Ahmedabad / ચૂંટણી પહેલા 16 લાખના MD ડ્રગ્સ સાથે બે ઈસમોને ઝડપી પાડતું ગુજરાત ATS

major decision / INS વિરાટને તોડવા પર સુપ્રીમ કોર્ટે મુક્યો પ્રતિબંધ, ખરીદનારને પણ પાઠવી નોટીસ

Strike / આ કારણે બિલ્ડરો 12મી ફેબ્રુ.એ રાજ્યવ્યાપી હડતાળ પર ઉતરશે…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કેગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છેબાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોયચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ….