Not Set/ ગુજરાતમાં ગુલાબી ઠંડીનું આગમન, ગાંધીનગર બન્યું સૌથી ઠંડુ શહેર

અમદાવાદ: દિવાળીના તહેવારો પૂર્ણ થવા આવી રહ્યા છે ત્યારે ગુજરાતમાં ઠંડીએ પોતાના આગમનની જાણકારી આપી આપી દીધી છે. ગુજરાતના મોટાભાગના શહેરોમાં વહેલી સવારે અને મોડી રાત્રીના સમયે ઠંડીનો જોરદાર ચમકારો લોકોને લાગવા લાગ્યો છે. છેલ્લા કેટલાય સમયથી ગરમીથી ત્રસ્ત થતી રાજ્યના નાગરિકોને ગરમીમાંથી હવે છૂટકારો મળી ગયો છે. જો કે હાલના સંજોગોમાં તો હજુ ગુલાબી […]

Top Stories Ahmedabad Gujarat Trending
The cold arrival in Gujarat, Gandhinagar became the coldest city

અમદાવાદ: દિવાળીના તહેવારો પૂર્ણ થવા આવી રહ્યા છે ત્યારે ગુજરાતમાં ઠંડીએ પોતાના આગમનની જાણકારી આપી આપી દીધી છે. ગુજરાતના મોટાભાગના શહેરોમાં વહેલી સવારે અને મોડી રાત્રીના સમયે ઠંડીનો જોરદાર ચમકારો લોકોને લાગવા લાગ્યો છે. છેલ્લા કેટલાય સમયથી ગરમીથી ત્રસ્ત થતી રાજ્યના નાગરિકોને ગરમીમાંથી હવે છૂટકારો મળી ગયો છે.

જો કે હાલના સંજોગોમાં તો હજુ ગુલાબી ઠંડીનો ચમકારો જોવા મળતાં લોકોને ખુશનુમા વાતાવરણનો લહાવો માણવા મળી રહ્યો છે. હાલમાં દિવાળીનું વેકેશન ચાલતું હોવાથી લોકો રાજ્યભર સહિત રાજ્ય બહાર પણ ફરવાના મૂડમાં પર્યટકો જોવા મળી રહ્યાં છે.

છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં સૌથી ઠંડુ શહેર ગાંધીનગર બની ગયું હતું. રાજ્યના પાટનગર ગાંધીનગરનું દિવસનું તાપમાન 33 ડિગ્રી સુધી પહોંચ્યા બાદ રાત્રીનું તાપમાન 14.6 ડીગ્રી જેટલું નીચે સરકી ગયું હતું.

આ ઉપરાંત અમદાવાદ, ડીસા, ભાવનગરનું મહુવા કંડલા સહિતના શહેરોનું તાપમાન 15 થી 16 ડીગ્રી જેટલું નોંધાયુ હતું. આમ હવે ગુજરાતમાં ઠંડીએ ધીરેધીરે પોતાના આગમનની અસર દેખાડવાનું શરૂ કરી દીધું છે. જયારે આગામી દિવસોમાં ઠંડીનો પારો હજુ વધુ નીચે સરકી જશે તેવી સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.