Not Set/ એસટી સ્ટેન્ડની આસપાસના પાર્કિંગ ઝોનમાં વાહન પાર્ક કરવું પડ્યું મોંઘુ, 1 હજાર વાહનો ડીટેઈન કરી વસુલ કર્યા 13 લાખ 85 હજાર રૂપિયા

અમદાવાદ, અમદાવાદમાં એસટી સ્ટેન્ડની આસપાસનો પાર્કિંગ ઝોનમાં પાર્ક કરાતા વાહનો સામે એસટી વિભાગના અધિકારીઓએ લાલ આંખ કરી છે. બસસ્ટેન્ડ નજીક પાર્ક કરવામાં આવેલા 1 હજાર 111 વાહનો ડીટેઈન કરવામાં આવ્યા અને આ તમામ વાહનચાલકો પાસેથી દંડ વસૂલવામાં આવ્યો. 13 લાખ 85 હજાર જેટલી રકમનો આ દંડ વસૂલ કરાયો. મહત્વનું છે કે, એસટી સ્ટેન્ડથી 100થી 500 […]

Gujarat
49 big એસટી સ્ટેન્ડની આસપાસના પાર્કિંગ ઝોનમાં વાહન પાર્ક કરવું પડ્યું મોંઘુ, 1 હજાર વાહનો ડીટેઈન કરી વસુલ કર્યા 13 લાખ 85 હજાર રૂપિયા

અમદાવાદ,

અમદાવાદમાં એસટી સ્ટેન્ડની આસપાસનો પાર્કિંગ ઝોનમાં પાર્ક કરાતા વાહનો સામે એસટી વિભાગના અધિકારીઓએ લાલ આંખ કરી છે. બસસ્ટેન્ડ નજીક પાર્ક કરવામાં આવેલા 1 હજાર 111 વાહનો ડીટેઈન કરવામાં આવ્યા અને આ તમામ વાહનચાલકો પાસેથી દંડ વસૂલવામાં આવ્યો.

13 લાખ 85 હજાર જેટલી રકમનો આ દંડ વસૂલ કરાયો. મહત્વનું છે કે, એસટી સ્ટેન્ડથી 100થી 500 મીટરના વિસ્તારમાં વાહનો પાર્ક કરવા પર પ્રતિબંધ હોય છે અને તેને નો પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવે છે. તેમ છતાં અનેક વાહન ચાલકો તેમના વાહનો ત્યાં પાર્ક કરતા હોય છે.

જેને લઈને એસટી બસોને સ્ટેન્ડમાંથી બહાર આવવા સમયે પણ ટ્રાફિક જામ સર્જાતો હતો અને મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડતો હતો. આખરે મોડે મોડે જાગેલા એસટી વિભાગના અધિકારીઓએ આ કાર્યવાહી કરી.